ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ઉજવાયો છઠનો તહેવાર…

બિહારમાં ઉજવાતા છઠ પૂજાનો તહેવાર હવે ધીરે ધીરે હવે વિદેશમાં પણ ઉજવાય છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના હજારો લોકોએ છઠ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. પેઢીઓની જૂની કૌટુંબિક પરંપરાને ચાલુ રાખીને હજારો ભારતીય અને અમેરિકન પરિવારોએ સાથે છઠની ઉજવણી કરવા અમેરિકન શહેરના ફ્રેમોન્ટમાં એક તળાવના કિનારે એકઠા થયા હતા અને ત્યાં વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી.
છઠ પર્વ 17 નવેમ્બરથી શરૂ થયો હતો જેમાં પૂજા કરનાર ઉપવાસ કરે છે અને સૂર્ય ભગવાનની અર્ચના કરે છે.

લિફોર્નિયાના ફ્રેમોન્ટમાં યોજાયેલા ગાલામાં હજારો ભારતીય-અમેરિકનોએ હાજરી આપી હતી. કેલિફોર્નિયામાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે અહીં છઠનો તહેવાર ઉજવી રહ્યા છીએ. જેની શરૂઆત 2011માં કરી હતી અને તે સમયે અમે સાવ થોડા જ લોકો હતા બાદમાં ધીમે ધીમે લોકો તેમાં જોડાવા લાગ્યા અને 2014 પછી તો તેની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં વધવા લાગી. ગયા વર્ષે લગભગ 1,200 લોકો અમારી સાથે જોડાયા હતા. જ્યારે આ વર્ષે તો લગભગ ડબલ કરતા પણ વધારે સંખ્યા છે.

આ પૂજામાં સવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પિત કરવાને ઘણું મહત્વ આપવામાં આવે છે જેથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરે છે. આથી સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું સ્વાસ્થ્ય અને જીવન બંને માટે ફાયદાકારક છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker