ટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરમાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલોઃ ચાર જવાન શહીદ

કઠુઆઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ થયા છે, જ્યારે ચાર જણ ઘાયલ થયા છે. આતંકવાદીઓએ ગ્રેનેડના હુમલામાં આર્મીના જવાનોને ટાર્ગેટ બનાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના વાહન પર આતંકવાદી હુમલામાં અન્ય જવાનોને પણ ઈજા પહોંચી છે. આ હુમલા પછી ભારતીય સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે આમનેસામને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લોઈ મરાડ ગામ નજીક આતંકવાદીઓ આર્મીના વાહનને ટાર્ગેટ બનાવ્યું હતું.

એની જવાબી કાર્યવાહીમાં જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજી ટીમે કઠુઆ જિલ્લાના આ વિસ્તારની સંપૂર્ણ ઘેરી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એ વખતે બદનોતા ગામમાં સેના અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.

આ પણ વાંચો: Terrorist Attack in Russia: રશિયાના દાગેસ્તાનમાં આતંકવાદી હુમલો, પોલીસકર્મીઓ સહિત 15ના મોત

ભારતીય સેના પર આ હુમલો મંદિરના પ00 મીટર નજીક અને જિલ્લાના મુખ્ય હેડ ક્વાર્ટરથી 120 કિલોમીટર દૂર થયું હતું. બેથી ત્રણ આતંકવાદીઓએ સેનાના વ્હિકલ પર હુમલો કર્યો હતો. કહેવાય છે કે આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો.

આર્મીના અધિકારીએ કહ્યું હતું કે ભારતીય સેનાની નવ કોર અન્વયે આવે છે. આતંકવાદીઓના ફાયરિંગના જવાબમાં કાર્યવાહી કરી હતી. અહીં એ જણાવવાનું કે જમ્મુના જે જિલ્લા આતંકવાદીઓથી મુક્ત માનવામાં આવી રહ્યા છે, ત્યાં નિરંતર આતંકવાદી હુમલા કરવામાં આવી રહ્યા છે. નવમી જૂનના રઈસીમાં બસ પર હુમલો કરીને નવ લોકોનાં મોત થયા હતા, જ્યારે 33 લોકોને ઈજા પહોંચી હતી.

12મી જૂને સુરક્ષાદળોએ કઠુઆના હીરાનગરમાં બે આતંકવાદીને માર્યા હતા, જ્યારે 26મી જૂને ડોડા જિલ્લામાં ત્રણ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતીય આર્મીએ બે દિવસમાં છ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે બે જવાન શહીદ થયા હતા. ભારતીય આર્મી, જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ સહિત સંયુક્ત દળના સર્ચ ઓપરેશનમાં આતંકવાદીઓના ઠેકાણા શોધી કાઢવામાં આવ્યા હતા અને એનો નાશ પણ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button