નેશનલ

J&K Terrorist Attack: ‘PMને ચીસો નથી સંભળાતી?’, વડા પ્રધાનના મૌન અંગે રાહુલ ગાંધીના સવાલ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ સક્રિય થઇ ગયા છે, રિયાસી અને કઠુઆ બાદ આજે સતત ત્રીજા દિવસે ડોડામાં આતંકવાદી હુમલો(Terrorist Attack) થયો છે. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ હોવાના કેન્દ્રના દાવા પર સવાલ ઉભા થયા છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી(Rahul Gandhi)એ જમ્મુ-કાશ્મીરમાં સતત થઈ રહેલા હુમલાઓને અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુમલા અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “અભિનંદન સંદેશાના જવાબ આપવામાં વ્યસ્ત નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરમાં નિર્દયતાથી માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારજનોની ચીસો પણ નથી સંભળાતી.”

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે, “રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 3 દિવસમાં 3 અલગ-અલગ આતંકવાદી હુમલાની ઘટનાઓ બની છે, પરંતુ વડાપ્રધાન હજુ પણ ઉજવણીમાં મગ્ન છે. દેશ જવાબ માંગી રહ્યો છે… ભાજપ સરકારમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાઓ કેમ પકડાતા નથી.”

કોંગ્રેસે પણ વધી રહેલા આતંકવાદી હુમલા અને વડા પ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે પીએમ મોદીએ એક્સ પર પાકિસ્તાની નેતાઓને જવાબ આપ્યો, પરંતુ તેમને ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરવાનો સમય નથી મળ્યો! છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારની ખોટી છાતી ફૂલાવવાથી આદતથી રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થયું છે, જ્યારે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાનો નિર્દોષ લોકો ભોગ બન્યા છે, પરંતુ બધું પહેલાની જેમ જ ચાલી રહ્યું છે.”

કોંગ્રેસે પ્રવકતા પવન ખેરાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ માટે ઘણા રાષ્ટ્રાધ્યક્ષો ભારતના પ્રવાસે હતા, ત્યારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભયાનક આતંકવાદી હુમલો થયો હતો, પરંતુ પીડિતોને સ્વયં-ઘોષિત “ભગવાન”

વડાપ્રધાન તરફથી સહાનુભૂતિનો એક શબ્દ પણ ન મળ્યો. શા માટે? આ પછી કઠુઆમાં બીજો આતંકવાદી હુમલો થયો, જેમાં એક નાગરિક ઘાયલ થયો. 11 જૂને જમ્મુના ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 6 સુરક્ષાકર્મીઓ અને એક નાગરિક ઘાયલ થયા. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકવાદી હુમલાઓનો દોર ચાલી રહ્યો છે, જ્યારે પીએમ મોદી પાકિસ્તાની નેતાઓ – નવાઝ શરીફ અને પાક પીએમ શાહબાઝ શરીફની અભિનંદન પોસ્ટ પર પ્રતિક્રિયા આપવામાં વ્યસ્ત છે. તેમણે ઘાતકી આતંકવાદી હુમલાઓ અંગે એક પણ શબ્દ કેમ ન ઉચ્ચાર્યો? તેમણે મૌન કેમ જાળવી રાખ્યું છે?

તેમને વધુમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પરત લાવવાના ભાજપના ખોખલા દાવાઓ સંપૂર્ણ રીતે ખુલ્લા પડી ગયા છે. ભાજપે કાશ્મીર ખીણમાં ચૂંટણી કરવવાની પણ તસ્દી લીધી નથી, તેમની “ન્યુ કાશ્મીર” નીતિ સંપૂર્ણ નિષ્ફળ રહી છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker