કૉંગ્રેસ હજુ સાત બેઠક પરથી નામ જાહેર કરી શકી નથી, ભાજપના 26ની આ રહી યાદી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી સત્તાવાર જાહેર થઈ તે પહેલાથી દરેક પક્ષ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરતો હોય છે, છતાં ચૂંટણીની તારીખો જાહેર થયાના દસેક દિવસો બાદ પણ કૉંગ્રેસ ગુજરાતની 24 બેઠક પર નામ જાહેર કરી શકી નથી જ્યારે ભાજપે તમામ 26 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.
કૉંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હોવાથી ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પરથી તેના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે જ્યારે કૉંગ્રેસે હજુ સાત બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવાની બાકી છે.
આપણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસે આ 7 સીટના ઉમેદવારો કર્યા ફાઈનલ? પ્રચાર અભિયાન શરૂ કરવાની આપી સૂચના
આનું એક કારણ એ છે કે પક્ષના ઘણા નેતાએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે. આમાં પરેશ ધાનાણી (રાજકોટ), પ્રતાપ દુધાત (અમરેલી), ભરતસિંહ સોલંકી (આણંદ), જગદીશ ઠાકોર (બનાસકાંઠા-પાટણ)નો સમાવેશ થાય છે. આ સાથે અમદાવાદ પૂર્વથી રાહુલ ગુપ્તાએ લડવાની ના પાડી પક્ષને જ રામરામ કહી દીધા છે.
આથી કૉંગ્રેસે સાત બેઠકો પર મજબૂત નેતાને પસંદ કરવા બાબતે મથામણ કરવી પડે તેમ છે. ત્યારે જે બેઠકો પર ત્રણેય પક્ષના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, તેની યાદી આ પ્રમાણે છે.
બેઠક | ભાજપ | કૉંગ્રેસ | આપ |
1 કચ્છ | વિનોદ ચાવડા | નીતિશભાઈ લાલન | |
2 બનાસકાંઠા | ડો. રેખાબેન ચૌધરી | ગેનીબેન ઠાકોર | |
3 પાટણ | ભરતસિંહ ડાબે | ચંદનજી ઠાકોર | |
4 મહેસાણા | હરિભાઈ પટેલ | બાકી છે | |
5 સાબરકાંઠા | શોભનાબેન બારૈયા | ડો. તુષાર ચૌધરી | |
6 ગાંધીનગર | અમિત શાહ | સોનલ પટેલ | |
7 અમદાવાદ(E) | હસમુખ ભાઈ પટેલ | બાકી છે | |
8 અમદાવાદ(W) | દિનેશ મકવાણા | ભરત મકવાણા | |
9 સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | બાકી છે | |
10 રાજકોટ | પરષોત્તમ રૂપાલા | બાકી છે | |
11 પારબંદર | મનસુખ માંડવીયા | લલિત વસોયા | |
12 જામનગર | પૂનમ માડમ | જે.પી.મારવીયા | |
13 જૂનાગઢ | રાજેશ ચુડાસમા | બાકી છે | |
14 અમરેલી | ભરતભાઈ સુતરીયા | જેનીબેન ઠુમ્મર | |
15 ભાવનગર | નીમુબેન બાંભણીયા | ———— | ઉમેશ મકવાણા |
16 આણંદ | મિતેશ પટેલ | અમિત ચાવડા | |
17 ખેડા | દેવુસિંહ ચૌહાણ | કાલુસિંહ ડાબેરી | |
18 પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | ગુલાબસિંહ ચૌહાણ | |
19 દાહોદ | જસવંતસિંહ ભાભોર | પ્રભાબેન તાવીયાડ | |
20 વડોદરા | ડો. હેમાંગ જોષી | બાકી છે | |
21 છોટા ઉદેપુર | જશુભાઈ રાઠવા | સુખરામ રાઠવા | |
22 ભરૂચ | મનસુખ વસાવા | ———— | ચૈતર વસાવા |
23 બારડોલી | પ્રભુભાઈ વસાવા | સિદ્ધાર્થ ચૌધરી | |
24 સુરત | મુકેશ ભાઈ દલાલ | નિલેશ કુંબાણી | |
25 નવસારી | સી.આર.પાટીલ | બાકી છે | |
26 વલસાડ | ધવલ પટેલ | અનંતભાઈ પટેલ |