ગુજરાતમાં ત્રણ જ દિવસમાં 900 કરોડનો માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો
ગુજરાતનાં દરિયાકાંઠે માદક દ્રવ્યનો કરોડો રૂપિયાનો જથ્થો લોકસભાની ચૂંટણીની મોસમમાં ક્યાંથી આવે છે? તે સૌથી મોટો સવાલ છે. શનિવારે ગાંધીનગરમાં માદક દ્રવ્યની ફેક્ટરી ઝડપાયા બાદ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાથી 600 કરોડની માત્રામાં કેફી દ્રવ્યનો ઝડપાતા હાહાકાર મચી ગયો. રવિવારનો આ કોલાહલ હજુ શમ્યો જ નથી ત્યાં ફરી એકવાર ભારતીય જળસીમામાંથી 173 કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે ભારતીય માછીમારોને ઝડપી લેવાયા છે.
ગાંધીનગરમાંથી ઝડપાયેલા જથ્થાની આંતરા રાષ્ટ્રીય બજારમાં કિમત 230 કરોડ, રવિવારે પોરબંદરના દરિયામાથી 14 બલૂચિસ્તાનીઓ પાસેથી ઝ્દ્પાયેલા 86 કિલો ડ્રગ્સની કિમત 600 કરોડ અને આજે 173 કિલોના માદક દ્રવ્યના જથ્થાની બજાર કિમત અંદાજે 60 કરોડ આંકવામાં આવી હોવાનું અનુમાન છે. કુલ જોવા જઈએ તો ગુજરાતમાથી ત્રણ જ દિવસમાં 900 કરોડનો માદક દ્રવ્યનો જથ્થો ઝડપાયો છે. કોસ્ટ ગાર્ડ,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને એટીએસનું આ સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ રહેવાની આશંકાએ માદક દ્રવ્યની દાણચોરી સાથે સંકળાયેલા આકાઓ રીતસર ફફડી ગયા છે.
આપણ વાંચો: તમિલનાડુમાં DRI & ICGની સંયુક્ત કાર્યવાહીઃ 99 કિલો ડ્રગ્સ જપ્ત
600 કરોડનો જથ્થો અને 14 બલૂચિ; તપાસનો ધમધમાટ પોરબંદર: ઇન્ડિયન કોસ્ટ ગાડે 28 એપ્રિલ 24 ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો. આ ઓપરેશન જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સહયોગ કર્યો હતો .જે સફળ ઓપરેશનમાં પરિણમ્યો હતો.
ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એર ક્રાફટ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગ્સથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતન ને લીધે થઇ શકી નથી.અને ટ્રેપ સફળ થઈ હતી.
જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી.
ક બોટને તેના ક્રૂ સાથે પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને પોરબંદર લાવવામાં આવી રહી છે. ICG અને ATSની સંયુક્તતા, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કાયદાના અમલીકરણની આવી અગિયાર સફળ કામગીરી થઈ છે.