ટોપ ન્યૂઝલોકસભા સંગ્રામ ૨૦૨૪

છઠ્ઠા તબક્કામાં 338 કરોડપતિ ઉમેદવારો, સાતમા તબક્કામાં 299 કરોડપતિ ઉમેદવારો… કયા પક્ષે કેટલા કરોડપતિ પર દાવ લગાવ્યો છે?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના છેલ્લા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં 57-57 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પરથી 869 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કામાં 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ વોચનો રિપોર્ટ આ બે તબક્કાની સીટો પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને લઈને આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, છઠ્ઠા તબક્કામાં 21 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, જ્યારે સાતમા તબક્કામાં 22 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે.

છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 869 ઉમેદવારોમાંથી 866 ઉમેદવારોએ નોમિનેશન સમયે આપેલા એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 866 ઉમેદવારોમાંથી 180 ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ફોજદારી કેસ નોંધાયા છે, જે લગભગ 21 ટકા છે. 141 એટલે કે લગભગ 16 ટકા ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે. છ ઉમેદવારો સામે હત્યાના કેસ અને 21 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે. 24 ઉમેદવારોએ એફિડેવિટમાં માહિતી આપી છે કે તેમની વિરુદ્ધ મહિલાઓ વિરુદ્ધ અપરાધો સંબંધિત કેસ નોંધાયેલા છે, જેમાંથી ત્રણ વિરુદ્ધ બળાત્કારના કેસ નોંધાયેલા છે.

16 ઉમેદવારો સામે હેટ સ્પીચના આરોપમાં કેસ નોંધવામાં આવ્યા છે. રાજકીય પક્ષોની વાત કરીએ તો મુખ્ય પક્ષોમાં આમ આદમી પાર્ટીના પાંચમાંથી પાંચ, રાષ્ટ્રીય જનતા દળના ચારમાંથી ચાર, સમાજવાદી પાર્ટી (SP)ના 12માંથી નવ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના 51 માંથી 28 , AITC (મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ)ના નવમાંથી ચાર, બીજેડીના છમાંથી બે અને કોંગ્રેસના 25માંથી 8 ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કામાં 6 રાજ્ય અને બે UTની 49 બેઠકો પર મતદાન પૂર્ણ, કુલ 57.80% મતદાન

આરજેડીના ચારેય ઉમેદવારો સામે જ્યારે આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર ઉમેદવારો, સપાના 12માંથી નવ ઉમેદવારો, ભાજપના 51માંથી 18 ઉમેદવારો, AITCના નવમાંથી ત્રણ ઉમેદવારો, બીજેડીના છમાંથી બે ઉમેદવારો અને કોંગ્રેસના 25માંથી છ ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસમાં કેસ નોંધાયેલા છે.

છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 866માંથી 338 ઉમેદવારો કરોડપતિ છે. બીજેડીના તમામ છ, આરજેડી અને જેડીયુના ચારેય ઉમેદવારો, ભાજપના 51માંથી 48 ઉમેદવારો, સપાના 12માંથી 11, કોંગ્રેસના 25માંથી 20 ઉમેદવારો કરોડપતિ છે. આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર ઉમેદવારો અને AITCના નવમાંથી સાત ઉમેદવારોએ તેમના સોગંદનામામાં એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની માહિતી આપી છે. છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6 કરોડ 21 લાખ રૂપિયા છે.

રાજકીય પક્ષો મુજબ જોઇએ તો બીજેડીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 95.69 કરોડ રૂપિયા પ્રતિ ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 43.34 કરોડ રૂપિયા, ભાજપના ઉમેદવારોની 42.21 કરોડ, આરજેડીના ઉમેદવારોની 27.63 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 15.13 કરોડ, સપાના ઉમેદવારોની રૂ. 13.56, AITC ઉમેદવારોની રૂ. 8.48 કરોડ અને જેડી(યુ)ના ઉમેદવારોની રૂ. 4.45 કરોડ છે.

હવે વાત કરીએ શૈક્ષણિક યોગ્યતાની તો છઠ્ઠા તબક્કામાં 332 ઉમેદવારોએ 5માથી 12મા ધોરણ વચ્ચેની તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે. 487 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ જાહેર કરી છે જ્યારે 22 ઉમેદવારો ડિપ્લોમા ધારક છે. 12 ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા છે અને 13 ઉમેદવારો અભણ છે. ઉંમરની દ્રષ્ટિએ 25 થી 40 વર્ષની વચ્ચેના 271 અને 41 થી 60 વર્ષની વચ્ચેના 436 ઉમેદવારો મેદાનમાં છે. 159 ઉમેદવારોની ઉંમર 61 થી 80 વર્ષની વચ્ચે છે. આ તબક્કામાં 92 મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન

આ તો થઇ છઠ્ઠા તબક્કાના ઉમેદવારોની વાત. હવે આવીએ સાતમા તબક્કાના ઉમેદવારો પર તો સાતમા તબક્કાના 904 ઉમેદવારોમાંથી 199 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. 151 ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે. જ્યારે 13 ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, ચાર ઉમેદવારોએ સોગંદનામામાં માહિતી આપી છે કે તેમની સામે હત્યા, 27 ઉમેદવારોએ હત્યાના પ્રયાસ અને 13 ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાના કેસ નોંધાયેલા છે. તેમાંથી બે વિરૂદ્ધ બળાત્કારના કેસ નોંધાયેલા છે. 25 ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે હેટ સ્પીચનો કેસ નોંધવામાં આવ્યો છે.

રાજકીય પક્ષો અનુસાર, AITC પાસે નવમાંથી સાત, SP પાસે નવમાંથી સાત, CPI(M) પાસે આઠમાંથી પાંચ, SAD પાસે 13માંથી આઠ, BJP પાસે 51માંથી 23, કોંગ્રેસ પાસે 31માંથી 12 ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારોમાંથી પાંચ, બીજેડીના છમાંથી બે, સીપીઆઈના સાતમાંથી બે અને બસપાના 56માંથી 13 ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે.

SPમાંથી નવમાંથી છ, CPI(M)માંથી આઠમાંથી ચાર, BJPમાંથી 51માંથી 18, AITCમાંથી નવમાંથી ત્રણ, BJDમાંથી છમાંથી બે, SADમાંથી 13માંથી ચાર, આમ આદમી પાર્ટીમાંથી 13 ચાર ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 31 ઉમેદવારોમાંથી સાત, બસપાના 56માંથી 10 ઉમેદવારો અને સીપીઆઈના સાતમાંથી એક ઉમેદવાર સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. સાતમા તબક્કામાં મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ 22 ટકા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

સાતમા તબક્કામાં 904માંથી 299 ઉમેદવારો કરોડપતિ છે. SAD 13 માંથી 13, આમ આદમી પાર્ટી 13 માંથી 13, SP 9 માંથી 9, BJD 6 માંથી 6, કોંગ્રેસ 31 માંથી 30, AITC 9 માંથી 8, BJP 51 માંથી 44, CPI (M)ના આઠમાંથી ચાર અને બીએસપીના 56માંથી 22 ઉમેદવારોએ સોગંદનામામાં 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની માહિતી આપી છે. આ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 3.27 કરોડ છે.

મુખ્ય પક્ષોની વાત કરીએ તો SAD ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 25.68 કરોડ છે, ભાજપના ઉમેદવારોની રૂ. 18.86 કરોડ, સપાના ઉમેદવારોની રૂ. 14.23 કરોડ અને કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 12.59 કરોડ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 7.62 કરોડ રૂપિયા છે, BJD ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6.61 કરોડ રૂપિયા છે, AITC ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂપિયા 4.10 કરોડ છે, BSP ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂપિયા 2.26 કરોડ છે. CPIM ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 1.18 કરોડ છે, જ્યારે CPI ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 75.04 લાખ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન