ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચનો સપાટો, રેકોર્ડ બ્રેક 8889 કરોડ રૂપિયા જપ્ત કર્યા

નવી દિલ્હી: દેશમાં યોજાતી ચૂંટણીમાં મની અને મસલ્સ પાવરનું જોર વધી રહ્યું, સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે ત્યારે હાલની લોકસભા ચૂંટણીમાં બેનામી નાણાની રેલમછેલ થઈ રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ગેરકાયદેસર નાણાં, માદક દ્રવ્યો અને કિંમતી ધાતુઓનો રેકોર્ડ બ્રેક જથ્થો જપ્ત કર્યો છે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ એટલે કે પાંચમા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા જ 8889 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આ રકમ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી કુલ રકમ કરતાં અનેક ઘણી વધારે છે.

લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાના આડે હવે 2 દિવસ બાકી છે. આ દરમિયાન, ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે મની પાવરના ઉપયોગને રોકવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર નાણા અને નશીલા પદાર્થો જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. પંચે કહ્યું કે અત્યાર સુધી ચૂંટણી સમયે જપ્ત કરાયેલી વસ્તુઓની સંખ્યા 8889 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાંથી 45% જપ્તી દવાઓની છે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ જપ્તીનો આંકડો ટૂંક સમયમાં 9000 કરોડ રૂપિયાને પાર કરી જશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 45 ટકા જેટલું ડ્રગ્સ અને નશીલા પદાર્થો જપ્ત કર્યા છે.

ઈલેક્શન કમિશનના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો, આવકવેરા, આવકવેરા ગુપ્તચર સર્વેલન્સ વિભાગ, કસ્ટમ્સ, એક્સાઇઝ, સ્થાનિક પોલીસ અને અર્ધ લશ્કરી દળના અધિકારીઓની તકેદારી અને સંકલન સાથે, ચૂંટણી પંચ કડકતા સાથે સમાન પગલાં લેવાનું ચાલુ રાખશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker