વીક એન્ડ

માનવ-મોત માટે સૌથી વધુ જવાબદાર કોણ?

પહેલા ક્રમે મચ્છર તો બીજા ક્રમે ખુદ માનવી

કવર સ્ટોરી -મનીષા પી. શાહ

દુનિયામાં માનવામાં ન આવે એવા સર્વે થતા રહે છે. આ કવાયત પાછળ કંઇને કંઇ ધ્યેય હોય, પણ આમ માનવીને જલદી ન સમજાય. કોઇ અચાનક પૂછે કે દર વરસે સૌથી વધુ માનવીઓને કોણ મારી નાખે છે? કોઇ મચ્છર કહે તો કોઇ સિંહ. અમુક સ્માર્ટજન કહેવાના કે ખુદ માનવી જ સૌથી વધુ માનવીઓના જીવ લે છે.

તમને શું લાગે છે આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે? હકીકતમા તો એકેય નહીં! અલબત્ત, અમુક બાબતોના ચોક્કસ આંકડા મળવાનું શક્ય નથી, છતાં ઉપલબ્ધ માહિતીના આધારે અડસટ્ટો બાંધી શકાય. તો દર વર્ષે સૌથી વધુ માનવ-મોત માટે જવાબદાર પ્રાણીઓને ઊતરતા ક્રમમાં જોઇએ.

શાર્ક – આ શબ્દ સાથે જ વિકરાળ જળચર જીવ યાદ આવે. પણ વરસમાં કેટલા માનવીના જીવ લીધા? છ. માનવી અને બન્નેનું મળવાનું જ ઓછું થાય.

શાર્ક પછી ચૌદમા ક્રમે આવે વરુ. એક સમયે યુરોપમાં આ પ્રાણી માનવ-હત્યામાં અગ્રેસર હતું. પણ પછી સરેરાશ આવી ગઇ વરસે દશની.

તેરમો નંબર છે સિંહનો. જંગલનો રાજા આટલો બધો પાછળ? એને નામે વરસે બાવીસેક માનવ-હત્યા બોલે છે.

બારમાં નંબરે છે સૂંઢાળો
હાથી. વરસેદાડે આ દુંદાળા ૫૦૦ માનવીને યમસદન પહોંચાડે છે, પણ
સામે એનાથી વધુ હાથીને માનવી મારી નાખે છે એ ન
ભુલાય.

અગિયારમાં ક્રમે આવતા હિપોપોટેનસ એક સમયે આફ્રિકામાં સૌથી વધુ ઘાતક ગણાતા હતા. પણ પછી એ આક્રમકતા ઘટીને ૫૦૦ માનવીના જીવ લેવા સુધી આવી ગઇ.

દશમે નંબરે વિચિત્ર દાવેદાર છે: નળના પાણીમાં આવતા કીડાં. હા, કીડાં થકી ચેપ લાગવાથી ૭૦૦ માણસોના જીવન પર પૂર્ણવિરામ મુકાઇ જાય છે.

નવમે છે મગર. એક સમયે આફ્રિકામાં માનવી માટે યમ ગણાતા મગરનો કોળિયો બની ગયેલાના આંકડા મેળવવાનું આસાન નથી. છતાં અત્યારે વરસે એક માનવ મોતનો અપજશ મગરને માથે છે.
આઠમે છે એસ્કેરીસ રાઉન્ડવોર્મ એસ્કેરીસ નામના અળસિયાં થકી નાના આંતરડામાં ચેપ લાગવાથી વરસે ૪૫૦૦ માણસો માર્યા જાય છે. આમાં નાનાં બાળકો વધુ શિકાર બને છે.

સાતમા નંબરે છે માખી. આફ્રિકામાં થતી સેત્સે નામની માખીને લીધે સ્લિપિંગ સિકનેસ નામનો રોગ ફેલાય છે. દર વરસે દશેક હજાર માણસો એનો કોળિયો બને છે પણ સદ્ભાગ્યે આ આંકડો ઘટી રહ્યાના વાવડ છે.

છઠ્ઠા નંબરના હત્યારા છે એસાસિના બગ કે કિસિંગ બગ. આના નામે વરસે સરેરાશ બાર હજાર મોત બોલે છે.

પાંચમા ક્રમે છે નિરૂપદ્રવી નાનકડો જીવ. ફ્રેશવૉટર સ્નેઇલ એટલે કે ગોકળગાય વરસે વીસ હજારથી વધુ માનવ-મોત માટે જવાબદાર ગણાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત મુજબ આ ગોકળગાય વરસે વીસ હજારથી બે લાખ માનવીના જીવ પણ લેતી હોઇ શકે
ચોથે ક્રમે છે માનવીનો સૌથી વફાદાર મિત્ર. શ્ર્વાનને નામે વરસે ૩૫ હજાર મોત લખાય છે. આમના રસીકરણથી આ આંકડાને અંકુશમાં લઇ શકાય એમ છે.

ત્રીજા નંબર છે ફૂંફાડા મારતા સાપ. ૨૦૧૫ના છેલ્લા આ ઉપલબ્ધ આંકડા મુજબ સર્પ-દંશથી વરસે એક લાખ માણસોના જીવ ગયા હતા. કમનસીબે, એમના ઝેરના ઉતારાની દવાની અછત વધુ ચિંતાજનક છે.

બીજા નંબરવાળાને જોવો હોય તો અરીસા સામે ઊભા રહી જાઓ. હા, માનવ મોત માટે જવાબદારોમાં ખુદ માનવીનો સિંહ ફાળો છે. એક આંકડા મુજબ ૪,૩૭,૦૦૦ (હા, ચાર લાખ સાડત્રીસ હજાર) માનવીના મોત માટે માનવી જ ગુનેગાર હતા!

ઔર સબ સે ચોટી કી પર હૈ પાયદાન મચ્છર. ડંખ મારીને લોહી ચુસીને માનવથી માનવને ચેપ લગાડનારા મચ્છર વરસે સાડા સાત લાખના જીવ લે છે. છતાં મચ્છરનો ફેલાવો અટકાવવા માટે પાણીના ખાબોચિયાં ન થવા દેવા જેવા સાદા-સસ્તા
ઉપાય પણ આપણે ગંભીરતાથી અજમાવતા નથી. મચ્છરને લીધે મલેરિયા અને ડેન્ગ્યૂથી શું થાય છે એનાથી કોઇ અજાણ નથી છતાં આપણે હાથ પર હાથ મૂકીને બેસી રહીએ છીએ. એક મચ્છર સાલા આદમી કો લાશ બના દેતા હૈ ઔર હમ કયાં કરતે હે? કુછ નહીં.

આ રસપ્રદ આંકડાબાજીના અંતે એક સવાલ થવો જોઇએ કે કાળા પ્લસ ધોળા માથાના માનવી દર વરસે કેટલાં જાનવર-જીવજંતુને બેરહમીથી મારી નાખે છે. છે આંકડા? અમુક જાનવરોને છોડીને વધુ કંઇ માનવું શકય નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ