વીક એન્ડ

લિમાસોલ-સાયપ્રસનું કોમર્શિયલ અન્ો બ્યુટી કેપિટલ…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

જ્યારથી નિકોસિયાથી નીકળેલાં, મન ભારે થઈ ગયેલું. લાર્નાકાની હોટલ પાછાં ફરીન્ો પણ નિકોસિયાની જ વાતો થયા કરી. એવામાં રાત્રે લાર્નાકા બીચ પર એક લાઉન્જમાં બ્ોસીન્ો એક ફૂટબોલ મેચ જોવામાં પણ ધ્યાન નહોતું રહેતું. હજી અહીં પાફોસ અન્ો લિમાસોલ જવાનું બાકી હતું. પ્રમાણમાં નાનકડી ટ્રિપમાં સાયપ્રસ જાણે અમારી સાથે ત્ોના બધા ચહેરા દેખાડી રહૃાું હોય ત્ોવું લાગતું હતું. સાયપ્રસનો પોલિટિકલ ચહેરો અત્યાર સુધી સૌથી હાવી રહૃાો હતો. અત્યંત આકર્ષક બીચ હજી એક દિવસ પહેલાં જ માણેલા ત્ો પણ ભુલાઈ ગયેલા. હવે બીચ પર તો જવું હતું, પણ કંઇક નવું પણ જોવું હતું. એવામાં પાફોસ પર થોડી આકિયોલોજિકલ સાઇટ્સ સાથે માત્ર દરિયાકિનારાનું રાજ હતું. ત્યાં છેલ્લે દિવસ્ો જઇન્ો જલસા કરીશું, હમણાં એક દિવસ લિમાસોલ ફરી આવીએ એ નક્કી થયું.

લિમાસોલનું મેં તો પહેલાં નામ પણ નહોતું સાંભળ્યું, પણ કુમાર અન્ો ત્ોનાં મિત્રો ત્યાં ગયા વિના આ શહેરથી જરા ડિસઅપોઇન્ટ થઈ ચૂક્યાં હતાં. ખાસ તો એટલા માટે કે એન્જિનિયરિંગ બ્ોચલર પછી ઘણાં મિત્રોન્ો સાયપ્રસ બ્ોઝ્ડ એક કંપનીએ કેમ્પસ પ્લેસમેન્ટમાં જોબ આપી હતી. એક વર્ષ પછી સાયપ્રસમાં દરિયા કિનારે એક-બ્ો વર્ષ જલસાથી કામ કરીશું એવું બધાં માનીન્ો બ્ોઠેલાં. બરાબર એ વચ્ચે ૯-૧૧ની વર્લ્ડ ટ્રેડ સ્ોન્ટર પર અટેકની ઘટના બની. ફાઇનાન્શિયલ ક્રાઇસીસમાં ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ. ત્ોમાં સાયપ્રસની કંપનીઓ પણ ઝડપાઈ ગઈ. ત્ો કંપનીની ઓફિસો લિમાસોલમાં હતી. જોકે એ વાત હવે તો બધા માટે માત્ર હળવી યાદ જ બની ગઈ છે, પણ લિમાસોલમાં આજે પણ મલ્ટિન્ોશનલ ટેકનોલોજી કંપનીઓનાં હબ જરૂર છે. અન્ો ખરેખર સાયપ્રસના હૂંફાળા વેધરમાં બ્લુ-પર્પલ દરિયા સામે કામ કરવાનું થાય તો ભલભલા લોકો પીગળી જાય. આ લિમાસોલમાં એવું તો શું છે ત્ો જાત્ો જ જોવા અમે એ તરફ ગાડી હંકારી.

લિમાસોલમાં થોડા મજેદાર મોલ્સ પણ છે. આર્કિયોલોજી અન્ો બીચ માટે જાણીતા દૃેશમાં મોલમાં જવાનો પ્લાન જરા બરાબર ન લાગ્યો, પણ ક્યારેક મન થઈ જાય તો પોતાની જાતન્ો જજ ન કરવી એ પણ યોગ્ય લાગ્યું. એવામાં જ્યારે શહેર નજીક આવતું દેખાયું ત્યારે ઘણી હાઇરાઇઝ સાથે એક આધુનિક સ્કાયલાઇન સામે આવવા લાગી. લિમાસોલ મોલમાં જવાની અન્ો બીચ જવાની, બંન્ો ઇચ્છાઓ પ્ાૂરી કરશે એ સ્પષ્ટ દેખાતું હતું. અન્ો જેમ જેમ શહેરમાં પ્રવેશ્યાં ત્ો સાથે એ પણ દેખાયું કે આ લિમાસોલ જાણે સાયપ્રસનું મુંબઈ હોય. અહીં સોલ્ટી હવામાં કોમર્સની સાથે કલ્ચર પણ અનુભવી શકાતું હતું.

પહેલાં તો અમે પ્રોમોનાડ પર જ ગાડી પાર્ક કરી. અહીંનું પ્રોમોનાડ જ એટલું સુંદર છે કે આખો દિવસ ત્યાં જ ચાલવામાં અન્ો બ્ોન્ચ પર બ્ોસીન્ો વાંચવામાં વિતાવી શકાય. વળી પ્રોમોનાડ પાછળ જ વિવિધ સાઇઝની ઇમારતોમાં દુનિયાભરનાં પબ્સ અન્ો રેસ્ટોરાં પણ છે જ. લિમાસોલમાં ખરેખર સાયપ્રસ જીવંત બની ગયું હોય ત્ોવું લાગતું હતું. માત્ર ઇતિહાસ અન્ો બીચ વચ્ચે ટૂરિસ્ટન્ો ગાઇડ કરતું લાર્નાકા અન્ો નિકોસિયા લિમાસોલ પાસ્ો જરા ઝાંખાં લાગવા માંડે ત્ોવું હતું. ચાલતાં ચાલતાં અમે લિમાસોલ મરીના પહોંચી ગયાં. અહીં પાર્ક થયેલી યોટ્સ જોવામાં પણ આખી સાંજ વિતાવી શકાય. ક્યારેક મિત્રો સાથે આવીન્ો અહીં રોકાઇએ એટલા દિવસ યોટ રેન્ટ કરીન્ો મજા કરવાનો પ્લાન પણ બ્ોક પોકેટમાં મુકાયો. લિમાસોલની હવામાં ઘણા પ્રકારના પ્લાનન્ો આકાર મળી રહૃાા હતા. એક પ્લાન એમ પણ બન્યો કે ક્યારેક અહીં એપાર્ટમેન્ટ રેન્ટ કરીન્ો એક-બ્ો મહિના રિમોટ વર્ક કરવાનું પણ થઈ શકે.

પ્રોમોનાડથી મરીના વચ્ચે એક તરફ અનંત દરિયો અન્ો બીજી તરફ આધુનિક શહેર જ સાથે ચાલી રહૃાાં હતાં. અન્ો જરા આગળ જતાં ક્યારે ઓલ્ડ સિટી અન્ો જુનવાણી પોર્ટ આવી ગયાં ખબર પણ ન પડી. જૂના અન્ો નવા શહેર વચ્ચે જાણે જાદુઈ બ્લેન્ડિંગ હતું. આ લિમાસોલ ઓલ્ડ પોર્ટ પર જ શહેરનું મુખ્ય ટૂરિસ્ટ સ્ોન્ટર પણ છે. અહીં હારબંધ ફિશિંગ બોટ્સની લાઇન સાથે ઘણી નવી દુકાનો અન્ો રેસ્ટોરાં પણ બની રહૃાાં છે. જૂનું અન્ો નવું એક સાથે વિકસી રહૃાું હોય એ વાત ભારતીયો માટે તો જરાય નવાઇની નથી. અહીં ઘણાં મજાનાં ઇન્ડિયન રેસ્ટોરાં પણ છે જ. આર્મોનિયા બીચ પર લાઉન્જ ચેર લઇન્ો હળવા તડકામાં થોડા કલાકો મોજાં જોવાની વચ્ચે વાંચવામાં વિતાવ્યા. બપોરે તડકો આકરો થાય ત્યારે માર્કેટ તરફ એક્સપ્લોર કરવાનો પ્લાન હતો. બીચ બારમાંથી અત્યંત સ્વાદિષ્ટ સાયપ્રોઇટ કોફી પણ મળી ગઈ. બીચ અન્ો પ્રોમોનાડ પર અહીં મલ્ટિકલ્ચરલ ટૂરિસ્ટ પણ હતાં જ.

તડકાની તીવ્રતા વધી ત્ોમ અમે સારિપોલોઉ માર્કેટ તરફ નીકળ્યાં. અહીં લોકલ સુવિનિયર્સની શોધ ચાલુ થઈ. અહીં સ્થાનિક રેસ્ટોરાંની પણ ભરમાર હતી. અમારું બપોરનું લંચ પણ હવે અહીં જ પાક્કું હતું. સારિપોલોઉ સ્ક્વેરમાં શહેરનાં ઘણાં મહત્ત્વનાં એલિમેન્ટ્સ પણ છે. સાયપ્રસની સૌથી લોકપ્રિય યુનિવર્સિટી, ત્યાંની મ્યુનિસિપલ માર્કેટ પણ નજીકમાં જ છે. મ્યુનિસિપલ માર્કેટ એક બંધ વિસ્તારમાં શાકભાજી, ખાણી-પીણી, સ્થાનિક હેન્ડીક્રાટના સ્ટોર સાથે જાણે લોકલ કલ્ચરનું પ્રતીક હોય ત્ોવું લાગતું હતું. ત્યાંથી જ મિત્રોન્ો ગિફટ કરી શકાય ત્ોવા મસાલા, જામ અન્ો સ્વીટ્સ લેવાની મજા પડી. અહીં ઘણાં લોકલ્સ રેગ્યુલર શોપિંગ માટે આંટા મારતાં હતાં અન્ો ટૂરિસ્ટ સુવિનિયર માટે. સ્થાનિક શાકભાજી અન્ો ફળો જોઇન્ો હવે દરેક શહેરમાં આનંદ આવવા માંડ્યો હતો, એ વધતી ઉંમરની નિશાનીની મજા લઈન્ો અમે માર્કેટની બહારની તરફ જમવા બ્ોઠાં. માર્કેટની ઇમારત બહારથી પણ ઘણી આકર્ષક લાગતી હતી. અહીં સદીઓથી પથ્થરની કોઈ ઇમારત તો હતી જ, માર્કેટનું આજનું સ્વરૂપ પણ છેક ૧૯૧૭થી છે.

સાયપ્રસનો આ જીવંત, નોર્મલ ચહેરો હજી ઘણી ઐતિહાસિક વાતો છુપાવીન્ો બ્ોઠો હતો. હવે હિસ્ટોરિકલ લિમાસોલ જોવાનો સમય હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…