વીક એન્ડ

કુછ પન્ને છોડ દિએ હૈ મૈને જાન-બુઝકર કોરે કોરે…..

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

હરસિંગાર કે પેડ સા મૈં
ખુશિયોં મેં મહકતા હૂં
ઉદાસી મેં ન જાને કૂંઠ સા
સમાધિસ્થ રહ જાતા હૂં
પ્રત્યેક સુયોગ કે સાથ
કોઇ ન કોઇ યોગ હો
ઇસ સે બડા સૌભાગ્ય ભી
કૈસે કૈસે પ્રાપ્ત હમેં હો.

  • પંકજ ત્રિવેદી..

રાષ્ટ્રભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતી-બંનેમાં અધિકારપૂર્વક કલમ ચલાવતા શ્રી પંકજ ત્રિવેદી છેલ્લા ૩૧ વર્ષથી કવિતા, વાર્તા, નિબંધ, રેખાચિત્ર, નવલકથા જેવાં સ્વરૂપોમાં લેખન કરી રહ્યા છે. તેમના પિતાજી શ્રી અમૃત ત્રિવેદી ‘રફીક’ કવિ હતા. તેમનો કાવ્યસંગ્રહ ‘પ્રતિરૂપ’ પ્રગટ થયો છે. પંકજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે ૧૧ માર્ચ ૧૯૬૩ના રોજ થયો હતો. તેઓ બી.એ, બી.એડ, થયા છે અને છેલ્લા ૧૦ વર્ષથી ‘વિશ્ર્વગાથા’ નામનું હિન્દી સાહિત્યનું ત્રૈમાસિક નિરંતર પ્રગટ કરી રહ્યા છે. આ સામયિકે સારી ખ્યાતિ મેળવી છે. ગુજરાતી ભાષામાં તેમના ૧૨થી વધુ પસ્તકો તો હિન્દી ભાષામાં ૮થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. કટાર લેખક અને પત્રકાર તરીકે નામના મેળવનાર આ સર્જક કેટલાક સન્માન અને પારિતોષિક વડે વિભૂષિત થયા છે, તેમાં ભારતીય વાડ્મય પીઠ કોલકાતાના કવિ કુલગુરુ રવીન્દ્રનાથ ઠાકુર સન્માનનો સમાવેશ થાય છે.

પંકજજીની ૭૭ કાવ્ય રચનાઓનો રૂપકડો સંગ્રહ ‘પારિજાત’ જયપુર (રાજસ્થાન)ની પ્રકાશન સંસ્થા બોધિ પ્રકાશને પ્રગટ કર્યો છે. તેમના આ ચૂંટેલા કાવ્યો જાણીતા હિન્દી સાહિત્યકાર ડો. ગોપાલ પ્રસાદ ‘નિર્દોષ’ ……થયા છે. ભાવ, ભાષા અને શિલ્પનો ત્રિવેણી સંગમ ધરાવતા તેમના કાવ્યો વિશે ડો. ગોપાલ પ્રસાદ ‘નિર્દોષ’ લખે છે. ‘અહિન્દીભાષી પ્રદેશ કે ખ્યાતિલબ્ધ હિન્દી કાવ્યકાર પંકજ ત્રિવેદીએ રસરાજ શૃંગાર કે દોનો હી પક્ષો સંયોગ એવં વિયોગ પર સમાનરૂપ સે અપની કલમ ચલાયી હૈ તથા ઇસ પ્રકાર ઇન્હોંને પાઠકોં કે અંતર્મન કો કભી ટટોલા હૈ, કભી ગુદગુદાયા હૈ, કભી ઉદ્વેલિત કિયા હૈ, કભી આંદોલિત કિયા હૈ તો કભી કુછ વિશિષ્ટ કરને કે લીએ પ્રેરિત ભી કિયા હૈ.’
આ કવિને ગુલાબ, ગુલમોર, રજનીગંધા, મોગરો કે શિરીષના ફૂલો કરતાં પારિજાતનાં ફૂલો અને વૃક્ષો વધારે પસંદ છે. પારિજાત સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. હેમંત ઋતુમાં પારિજાત તેના યૌવન સમેત ફાંટ ફાંટ થતાં હોય છે. આ અનુભૂતિ તેમણે તેમનાં કાવ્યોમાં કાવ્યાત્મકતા સાથે ઢાળી દીધી છે. આ સંદર્ભમાં ‘હરસિંગાર કે દો ફૂલ’ કવિતા માણવા લાયક છે.
૦૦૦૦
હરસિંગાર
મુઝમે રહેતા હૈ
ઇસ કદર જૈસે
ગાંવ સે પોખર કે
કિનારે મિલે થે
હમ દોનો જબ
ઔર
મૈં લેકર આયા થા
હરસિંગાર કે
દો ફૂલ
તબ
તુમને ખુશી સે
ચૂમ લિયા થા
મેરા હાથ
ઔર
મૈંને તેરા માથા.
૦૦૦૦૦
પંકજને પ્રકૃતિ, નિસર્ગ વહાલા છે. તેઓ પ્રિયતમા અને પ્રભુને એક સરખો પ્રેમ વહાલ કરે છે. પ્રિયતમાના ઉલ્લેખમાં તેમના નિર્વિકાર પ્રેમના દર્શન થાય છે. જુઓ
૦૦૦૦
દેખો ન !
દોપહર કી કડી ધૂપ મેં ભી
પેડોં કે પત્તે તો ઝડ ગએ થે
મગર હરસિંગાર પર આજકલ
કુછ નયી કોંપલે ઔર પત્તે હૈં
દેખ ન
ઐસા લગતા હૈ જૈસે જિંદગી કી
ધૂપ મેં આતી-જાતી મુશ્કિલોં મે
ફિર એક બાર નયી કોંપલેં ઔર
કુછ હરે સે પત્તે દિખાયી દિયે હૈ
સુનતી હો?
અબ ફિર સે હમ એક-દૂજે કા
હાથ થામકર ચલે ઔર ભૂલ જાએં
વે સારી ગલત ફહમિયાં, યાદ રખે
નયી કોંપલે, પત્તે ઔર પ્યાર.
૦૦૦૦
આ કવિ પોતાની પ્રિયતમાને મૂંઝવી નાખતા સવાલો કરે છે. તો બીજી તરફ સજની માટે પ્રશંસાનાં પુષ્પોનો વરસાદ પણ વરસાવે છે. ‘તુમ્હારે ચેહરે-સી’ કવિતાની અભિવ્યક્તિ ખરેખર લાજવાબ છે.
૦૦૦૦૦
ગહન રાત કી
મખમલી નજાકત મેં
તુમ્હારી ચૂડિયાં ઇસ કદર
ખનકને લગી થી
જૈસે
સૂરજ કી પહલી કિરણોં સે
છંટને સે પહેલે કોહરા હવા કી
લહરોં પર ખેલતા હુઆ સા
ફૂલોં કે ઓસ બિંદુઓ કો
ચૂમતા હુઆ ગુજર જાતા હૈ
ઔર
રહ જાતી હે મુસ્કુરાહટ
ફૂલોં પર
તુમ્હારે ચેહરે સી….!
૦૦૦૦
આ કવિ પોતાની સજનીને પ્રશ્ર્નો પૂછીને અચરજમાં મૂકી દે છે. “કૌન હો તુમ મેરી શીર્ષક હેઠળનું કાવ્ય અને તેની શૈલી-ઘાટ હૃદયસ્પર્શી છે. એ જ કવિતાનો આનંદ લઇએ.
૦૦૦૦
કૌન હો તુમ મેરી?
કિસી ભી પલ આકર બોલ દેતી હો
કયા કરતે હો, કહાં ગએ થે ઔર
અચાનક પૂછ લેતી હો કિ કૈસે હૈં આપ
કોન હો તુમ મેરી?
કભી કવિતા કી ગહરાઇ કી બાતેં
કભી નયી કિતાબોં કે બારે મેં
કૌન હો તુમ મેરી?
કહીં મૈં ભી કહતા તુમ્હારી કવિતા કે લિએ
કિતની ગહરાઇ ઔર શિલ્પ કે સહારે
તુમ્હારા પૂરા વ્યક્તિત્વ નિખરતા હૈ,
એક મંજી હુઇ કવયિત્રી કા ઔર વિરાસત કા.
૦૦૦૦૦
આ પ્રતિભાશાળી સર્જકના કેટલાંક કાવ્યો આત્મકથાના છૂટા પાના સમાન છે ડાયરીમાં કયારેક અંગત-ખાનગી વાતો લખાતી હોય છે. સુખદ-દુ:ખદ ઘટનાઓ યે નોંધાતી હોય છે. કયારેક તો ડાયરીનાં કોરાકટ્ટ પૃષ્ઠોય વાંચી શકાતાં હોય છે. ‘કુછ કોરે પન્ને’ નામની કવિતાનો અંત ભાગ પણ લાજવાબ છે અને વાચકોને વરસાદી માહૌલની પ્રતીતિ-એહસાસ કરાવે છે.
૦૦૦૦
કુછ પન્ને
છોડ દિએ હૈ મૈંને
જાન-બુઝકર કોરે કોરે
ડાયરી ખત્મ હોને સે
પહલે હી મૈં
લિખ દૂંગા કોરે પન્નોં પર
તુમ સબ કુછ વો જાનો
જો મૈંને જિયા હૈ અબ તક
ઔર કોરે પન્નોં મેં સિર્ફ તુમ હી હોગી
જિસે પઢ પાઓગી તુમ બેઝિઝક
જબ જબ ચાહોગી પઢતી રહના
મેં આજ નહીં રહા તો કલ સે હી
દેખો ન,
આજ કિતની બારિશ બરસ રહી હૈ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…