વીક એન્ડ

WW 2ના કારનામાં:‘પેરોડી છાપુ’ અને ‘ભૂગર્ભ રેડિયો પર યલો જર્નાલિઝમ’!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

ગત સપ્તાહે આપણે બીજા વિશ્ર્વયુદ્ધના કેટલાંક ‘કોમેડી કારનામા’ની વાત માંડેલી. યુદ્ધો માત્ર શસ્ત્રોથી અને સેનાઓથી જ નથી લડાતાં, પરંતુ એકબીજાને ‘સળી’ કરીને પણ મોટો ફાયદો મેળવી શકાય છે. તમે યુદ્ધકાળ દરમિયાન દુશ્મનને સતત સળી કરતા રહો, તો એક તબક્કે અકળાયેલો દુશ્મન કોઈક ખોટો નિર્ણય લઇ બેસે અને એનો સીધો લાભ તમને મળી જાય એવું બને! શેરી લડાઈઓ કે સોસાયટીમાં પડોશીઓ વચ્ચે થતી લડાઈઓમાં પણ ચાલાક (કે બદમાશ?!) લોકો આવી યુક્તિ અજમાવતા હોય છે. આવા લોકો નાની નાની વાતમાં એવી અળવીતરાઈ કરતા રહે, જેથી કંટાળેલો પડોશી એક તબક્કે પિત્તો ગુમાવી બેસે, અને જાહેરમાં કંઈક અશોભનીય વર્તન કરી બેસે! અંતે બિચારાની છાપ ખરડાય અને લોકોને એનો જ વાંક દેખાય! શેરી લડાઈઓમાં વપરાતી આવી ટેકટિક્સ મહાસત્તાઓ પણ પૂરજોશમાં વાપરે છે! દુશ્મનને માનસિક રીતે ઢીલો કરીને પણ યુદ્ધમાં મોટો ફાયદો મેળવાતો હોય છે. આજે આવાં જ કેટલાંક કારનામાઓની વાત આગળ ધપાવીએ.
બ્રિટને નાઝીઓના ‘વિશિષ્ટ પ્રતિકાર’ માટે એક ખાસ સંગઠનની રચના કરેલી, જેનું નામ હતું ‘સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ્સ’ – જઘઊ. અમેરિકાનું ઓફિસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસીસ’-ઘજજ ડિપાર્ટમેન્ટ પણ કંઈક આવા જ કારનામાં કરતું. ઘણી વાર આ લોકો એવી હરકત કરતા, જેને ખરા અર્થમાં ‘બેડ ટેસ્ટ’ ગણવી પડે! આજે આપણે આ બધી વાતો જાણીએ તો ઘણા સુજ્ઞજનોનું નાકનું ટીચકું ચડી જાય! પણ એ સમયે બ્રિટન અને અમેરિકા જેવા ‘મહાન’ દેશો હિટલરને પછાડવા માટે આવી ‘ગલીચ’ ગણાય એવી હરકતો પૂરજોશમાં કરતા. એની વાતે ય પછી, પહેલા તો મીડિયાના ‘ઉપયોગ’થી શરૂઆત કરીએ.
નાઝી સેનાએ બેલ્જિયમ ઉપર કબજો કરી લીધો, એ વખતે ત્યાં કય તજ્ઞશિ નામનું વર્તમાનપત્ર બહુ લોકપ્રિય હતું. કય તજ્ઞશિ નો અર્થ થાય સંધ્યા, સાંજ. આ અખબારે ખરા અર્થમાં જર્મનોની ‘સવાર પાડી’ દીધી. થયું એવું કે બેલ્જિયમ પર કબજો કરતાની સાથે જર્મનોએ આ અખબાર પણ પોતાના કબજામાં લઇ લીધું. પછી તો રોજ ઊઠીને જર્મનોના વખાણ કરતા સમાચાર છપાય. આ પ્રકારના જર્મન પ્રોપોગેન્ડા સામે લડવું અનિવાર્ય થઇ ગયું, એટલે બેલ્જીયમમાં વસતા નાઝી વિરોધીઓએ બ્રિટિશ-અમેરિકન તંત્રના સહયોગથી એક ‘પેરોડી’ છાપું શરું કર્યું! ૯ નવેમ્બર, ૧૯૪૩ના રોજ આ પેરોડી છાપું પ્રથમવાર બેલ્જિયમના મહત્ત્વના શહેર બ્રસેલ્સના ન્યુઝ સ્ટેન્ડ્સ પર જોવા મળ્યું. નામ, રંગ, રુપ, ભાષા અને સમાચાર રજૂ કરવાની શૈલી વગેરે બાબતોમાં આ અદ્દલોઅદ્દલ કય તજ્ઞશિ જેવું જ હતું. છાપું ખરીદનારાઓએ કય તજ્ઞશિ માનીને જ એ ખરીદ્યું. ફરક માત્ર એટલો જ હતો કે ઉપર ઉપરથી નાઝીતરફી લાગતા છાપાનાં સમાચારોમાં જર્મનોની ભરપૂર હાંસી ઉડાવવામાં આવેલી! વળી નાઝી સમર્થકોનું મનોબળ ભાંગે એવા સમાચારો એમાં છપાતા. આ પેરોડી છાપું ચલાવવા માટે કેટલાક લેખકો, પત્રકારો અને કાર્ટૂનિસ્ટને રીતસર નોકરીએ રાખવામાં આવ્યા. ટૂંકમાં, એક નોર્મલ છાપું ચાલતું હોય, એ જ રીતે આ પેરોડી છાપું ચલાવવામાં આવ્યું. ખરી મોજ બેલ્જિયમના વાચકોને પડી ગઈ, કેમકે એમના પ્રિય અખબારમાં એક સમયે નાઝીઓના ગુણગાન છપાવા માંડેલા, ત્યાં અચાનક છાપાનું વલણ બદલાઈ ગયું! જર્મનોની પટ્ટી ઉતારતા સમાચાર અને કાર્ટૂન્સ એવી રીતે છાપવામાં આવતાં કે લોકો રોજ કય તજ્ઞશિ વેચાવા આવે એની રાહ જોવા માંડ્યા! છાપામાં છપાતી મૃત્યુનોંધને પણ બાકાત નહોતી રખાઈ, એમાં જીવિત નાઝી સમર્થકો અને જર્મન ઓફિસર્સની શ્રદ્ધાંજલિઓ છાપી છાપીને પાનું ભરવામાં આવતું. એક સમયે જે પ્રજા નાઝીઓના જબરદસ્તી છપાતા વખાણ વાંચવા મજબૂર હતી, ત્યાં હવે નાઝીઓની ઠેકડી ઉડાડતા રમૂજી અને ચટપટા સમાચારો પણ વાંચવા મળતા.
હવે તમને પ્રશ્ર્ન થશે, કે પેરોડી છાપું આટલું લોકપ્રિય થઇ ગયું, ત્યાં સુધી પેલું ઓરિજિનલ કય તજ્ઞશિ છાપું અને એના બની બેઠેલ નાઝી માલિકો શું કરતા હતા?૧ વેલ, અહીં વધુ એક રસપ્રદ યુક્તિ અમલમાં મૂકવામાં આવેલી. પેરોડીવાળા પોતાનું છાપું ફટાફટ પબ્લિશ કરીને માર્કેટમાં મૂકી દેતા. ઓરિજિનલ કય તજ્ઞશિ ન્યૂઝ સ્ટેન્ડ્સ પર પહોંચે એ પહેલા તો પેલા પેરોડી છાપાની હજારો નકલ ચપોચપ વેચાઈ ગઈ હોય! જો કે આ આખી કવાયતનો અંત કરુણ આવ્યો. છાપું ચલાવવા પાછળ જેમનો સિંહફાળો હતો, એવા ફરડીનાન્ડ વેલન્સ અને થીઓ મૂલરને ‘ગેસ્ટાપો’ તરીકે કુખ્યાત જર્મન પોલીસે ઝડપી પાડ્યા. પોલીસના કેદખાનામાં બંનેને બહુ ટોર્ચર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. પણ યુદ્ધના કપરા કાળમાં હારીને હતાશ થઇ ગયેલી બેલ્જિયમની પ્રજાને હસાવનાર, અને એ રીતે પ્રજાનો જુસ્સો ટકાવી રાખનાર આ બંને જણને યુદ્ધના ‘હીરો’ તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.
આવો જ એક કિસ્સો રેડિયોના માધ્યમ સાથે પણ જોડાયેલો છે. સેફ્ટન ડેલ્મર એક અદ્ભુત ખોપરી ધરાવતો માણસ હતો. ઓસ્ટ્રેલિયન માતા-પિતાના આ ફરજંદનો જન્મ જર્મનીની રાજધાની બર્લિન ખાતે થયેલો, પણ એ બ્રિટિશ નાગરિકત્વ ધરાવતો હતો. મહત્ત્વની વાત એ હતી કે ડેલ્મર એક પત્રકાર હતો, અને એથી ય વધુ મહત્વની વાત એ હતી કે એ ટેબ્લોઈડમાં કામ કરવાનો અનુભવ ધરાવતો હતો. એ જમાનામાં યુરોપમાં ટેબ્લોઈડ્સ (નાના કદનાં છાપાં) અને યલો જર્નાલિઝમ, એટલે કે ચટપટી વાતો, સ્કેન્ડલ્સ અને લોકોના બેડ ટેસ્ટને પોષનારા ગતકડાં છાપતું પીળું પત્રકારત્વ એકબીજાના સમાનાર્થી ગણાતા! આવા ડેલ્મર ભાઈને પાછો રેડિયોનો અનુભવ પણ ખરો, અને જર્મનીમાં જન્મ્યા હોવાને કારણે જર્મન ભાષા પણ કડકડાટ બોલી શકતો. આટલું ઓછું હોય એમ પત્રકાર હોવાને કારણે હિટલર સહિતના ટોચના નાઝીઓ સાથે એણે સંપર્કો બનાવી રાખેલા. આનો ફાયદો એ થયો કે ઘણા જર્મન ઓફિસર્સની ‘અંદરની વાતો’ અંગે ડેલ્મરને જાણકારી રહેતી! ડેલ્મરને એ પણ ખ્યાલ હતો કે નાઝી સેનામાં ઘણા રાઈટ વિંગ વિચારધારા ધરાવનાર ઓફિસર્સ છે, જેમને નાઝી શાસન હેઠળ તંત્રમાં ફાલી રહેલા સડા અને ભ્રષ્ટાચાર સામે સખત ચીડ છે. પણ આ ઓફિસર્સ બિચારા હિટલર અને એની આસપાસ વીંટળાઈ વળેલા લોકોને કારણે કશું કરી શકતા નહોતા.
ડેલ્મર પાસે આ બધી જે માહિતીઓ હતી, એનો ઉપયોગ બ્રિટિશર્સે કર્યો. બ્રિટિશર્સની મદદ વડે ખેપાની ડેલ્મરે ૠીતફિંદ જશયલરશિયમ ઊશક્ષત નામનું એક ભૂગર્ભ રેડિયો સ્ટેશન ચાલુ કર્યું. (આપણે આ રેડિયો સ્ટેશનનું અટપટું નામ ગુજરાતીમાં લખવાની કોશિશ કરવી જ નથી!) આ રેડિયો સ્ટેશન પરથી સાવ ટેબ્લોઈડ છાપ’ સમાચારો પ્રસારિત થતા. આમે ય સેફ્ટન ડેલ્મર આવી ખબરો પેદા કરવાનો મહારથી હતો. નાની અમથી ઘટનાને મોટા સેક્સ સ્કેન્ડલ તરીકે રજૂ કરવી, કે પછી કશું ન બન્યું હોય, ત્યાં ય જાણે મોટી ઘટના બની ગઈ હોય, એવી ફેક ન્યૂઝ સ્ટોરીઝ બનાવવામાં ડેલ્મરની માસ્ટરી! એમાં વળી પેલા અસંતુષ્ટ રાઈટ વિંગર નાઝી ઓફિસર્સનો છૂપો સહકાર પણ મળી રહેતો! એટલે ડેલ્મરનું રેડિયો સ્ટેશન પૂરબહારમાં ચાલી નીકળ્યું. અમુક વાર તો ડેલ્મર સાવ હદ વટાવી નાખતો. અશ્ર્લીલતા સામે કોઈ પણ પ્રકારનો છોછ રખાતો નહિ, ઊલટાનું એવા સમાચારને વધુ પડતું ફૂટેજ આપવામાં આવતું. ડેલ્મરે ધ્યાન માત્ર એક જ વાતનું રાખવાનું હતું, કે દરેક સમાચાર નાઝીઓની બદબોઈ થાય એવા હોવા જોઈએ! રેડિયો સ્ટેશનના આવા વલણને કારણે એની લોકપ્રિયતા ખાસ્સી વધી ગઈ. બ્રિટિશર્સથી માંડીને ટોચના નાઝી ઓફિસર્સ સુધીના બધા એની નોંધ લેતા. એક વાર ડેલ્મરે એવા વાહિયાત સમાચાર અશ્ર્લીલ ભાષામાં પ્રસારિત કર્યા, જેમાં, ફ ૠયળિફક્ષ ફમળશફિહ, વશત ળશતિિંયતત, રશદય મિીક્ષસયક્ષ તફશહજ્ઞતિ, ફક્ષમ ફ હીળા જ્ઞર બીિિંંયિ જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. આનાથી ખુદ બ્રિટનનાં જ એક રાજકારણી ભડકી ઉઠ્યા, અને એમણે તત્કાલીન બ્રિટિશ સરકારને કહ્યું કે ‘જો યુદ્ધ આ જ રીતે જીતવાનું હોય, તો હું હારવાનું પસંદ કરીશ!’ બોલો, પત્રકાર કરતા રાજકારણીની નૈતિકતા વધુ ઊંચી સાબિત થઇ! ખેર, અહીં મુદ્દો એ નથી. ડેલ્મરના રેડિયો સ્ટેશનથી નાઝીઓ વિશે જર્મન પ્રજામાં ઘણા ગપગોળા ચાલ્યા અને નાઝીઓની ભારે બદનક્ષી થઇ. આવા કુ-પ્રચાર દ્વારા પ્રજામાનસમાં દુશ્મનોની અનૈતિક છબી ઉપસાવવામાં સફળતા મળતી હોય છે. અને એક વાર નૈતિકતાનું ચીરહરણ થઇ જાય, એ પછી પ્રજાનો પ્રેમ અને વિશ્ર્વાસ ગુમાવી દેવો પડે છે. બ્રિટનની ચાલ એ જ હતી, કે જર્મન પ્રજા તેમજ હિટલરની નાઝી સેનાએ જીતેલા પ્રદેશોની પ્રજાના હૃદય હિટલર અને નાઝીઓ પ્રત્યેના પારાવાર ધિક્કારથી ભરી દેવા. પ્રજા જેને દિલથી ધિક્કારતી ઓહ એવો શાસક ગમે એવો બળવાન હોય તો પણ દુશ્મનો સામે યુદ્ધમાં ટકી શકતો નથી.
એક સમય એવો આવ્યો કે ડેલ્મર અને બ્રિટિશર્સને લાગ્યું કે ભૂગર્ભ રેડિયો સ્ટેશન દ્વારા જેટલી ‘સેવાઓ’ લેવાઈ એટલી પૂરતી છે, હવે આ બધું આટોપી લેવું જોઈએ. ડેલ્મરે આ માટે પોતાના સ્ટાફને હુકમ આપી દીધો. પણ નસીબજોગે એ વખતે નાઝીઓને આ ભૂગર્ભ રેડિયોનું ઠેકાણું જડી ગયું. રેડિયો એનાઉન્સર પોતાનું ફાઈનલ રેકોર્ડિંગ પ્રસારિત કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે ગેસ્ટાપો ત્રાટકી, અને પેલા આરજે ને ઠાર કરી દીધો. ગોળી છોડતી વખતે ગેસ્ટાપો ઓફિસરના શબ્દો હતા, લજ્ઞિં ુજ્ઞી ફિં હફતિ,ં ુજ્ઞી તૂશક્ષય. આખી ઘટના ચાલુ કાર્યક્રમે બની હોવાથી ગોળીબાર અને જર્મન ઓફિસરનો અવાજ સહિતનું બધું લાઈવ બ્રોડકાસ્ટ થઇ ગયું! એટલું જ નહિ, ઓપરેટરની ભૂલને કારણે એક કલાક બાદ આખો ‘પ્રોગ્રામ’ રી-બ્રોડકાસ્ટ પણ થયો! રેડિયો સાંભળનારા લોકોએ બીજી વખત આરજે શૂટ થતા સાંભળ્યો! કદાચ રેડિયોના ઇતિહાસમાં પણ આ ઘટના વિરલ હશે.
આમ તો આ રેડિયો પર પીરસાયેલ યલો જર્નાલિઝમ પણ વિરલ જ હશે. ખેર, હિટલરની બદનક્ષી માટે અજમાવાયેલ આનાથી ગાલીચ-અશ્ર્લીલ નુસખાઓની વાત આવતા સપ્તાહે, આ શ્રેણીના અંતિમ લેખમાં. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…