Voter’sને મતદાનના દિવસે Polling Booth પર આપવામાં આવશે ખાસ સુવિધા… જાણી લો…

મુંબઈઃ અત્યારે આખા દેશમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે. દરેક પક્ષના લોકો એડી ચોટ્ટીનું જોર લગાવીને પોતાના પક્ષનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે જ્યારે મતદાનના દિવસની વાત આવે છે ત્યારે વધતી જતી ગરમીને કારણે પોલિંગ બુથ પર મતદાતાની ભીડ ખૂબ જ પાંખી હોય છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક રાજકારણીઓને મતદાનના દિવસે મત આપવા આવનારા મતદારોની સુવિધા માટે પોલિંગ બૂથ પર વેઈટિંગ રૂમ, ઓરઆરએસના પેકેટ તેમ જ પીવાના પાણીની વ્યવસ્થા કરવાના આદેશ આરપ્યો છે.
આ બાબતે માહિતી આપતા મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમે શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મતદારો ગરમીથી પરેશાન ન થાય એ માટે ટોકન નંબર અનુસાર તેમને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે. મોટાભાગના મતદારો ગરમી ઓછી થાય પછી સાંજના ભાગમાં મતદાન કરવા આવતા હોય છે. એટલે મતદાન કેન્દ્ર પર સાંજે છ વાગ્યે હાજર રહેલા પ્રત્યેક મતદારને મત આપવા દેવો એમ અમે સ્થાનિક આયોજકોને જણાવ્યું છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યોજાયેલા 19મી એપ્રિલ અને 26મી એપ્રિલના થયેલાં મતદાનની ટકાવારી 2019ની સરખામણીએ ખૂબ જ ઓછી હતી. મતદાનની ઘટેલી ટકાવારી માટે કાળઝાળ ગરમી મુખ્ય કારણ હોવાનું જણાવવામાં આવ્યું હતું.