ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન ચૂંટણી પંચ દ્વારા ભાજપની ફરિયાદ પર પગલા લેવાશે
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની નોંધ લેવામાં આવી હતી. સોમવારે પત્રકાર પરિષદ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ આપેલા નિવેદન બદલ તેમના વિરુદ્ધ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઠાકરે દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મુંબઈમાં ધીમા મતદાન બદલ ચૂંટણી પંચ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ઠાકરે દ્વારા આપવામાં આવેલા નિવેદનોનું ભાષાંતર(ટ્રાન્સ્લેશન)ની પ્રત માગવામાં આવી છે. ઠાકરેએ આપેલા નિવેદન મરાઠી ભાષામાં હોવાથી ચૂંટણી પંચ દ્વારા તેનું ભાષાંતર કરવામાં આવશે.
આ પણ વાંચો: વોટિંગનો ડેટા મોડો કેમ જાહેર કરવામાં આવી રહ્યો છે? ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાબ આપ્યો
ઉલ્લેખનીય છે કે સોમવારે પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મુંબઈમાં પણ મતદાન યોજવામાં આવ્યું હતું અને એ દરમિયાન ધીમું મતદાન થયું હોવાનું નોંધાયું હતું. જેને પગલે ઠાકરે દ્વારા પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચ પર આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે આ આરોપોને પગલે આચંરસંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં, તેની તપાસ યોજવાની ચૂંટણી પંચની તૈયારી છે.
ઠાકરેએ સરકાર દ્વારા નાગરિકોને મતદાન કરવા માટે હતોત્સાહીત કરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે આવા નિવેદનો આપીને ઠાકરેએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદ મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે કરી હતી.