આમચી મુંબઈ

મુંબઈમાં ચૂંટણી વખતે ‘મિસમેન્જમેન્ટ’: ચૂંટણી પંચના અધિકારીએ કર્યો મોટો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કામાં સારું મતદાન થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ મુંબઇમાં મતદાનનું પ્રમાણ વધ્યું છે અને માત્ર 15થી ૨૦ સ્થળોએ જ મતદાન ધીમું થયું હોવાની ફરિયાદો પંચ સમક્ષ આવી છે. આ અસાધારણ ઘટનાઓને બાદ કરતાં પાંચમા તબક્કામાં અને એકંદરે રાજ્યમાં મતદાન શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક હાથ ધરવામાં આવ્યું હોવાનો દાવો ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓએ કર્યો હતો.

રાજ્યમાં ચૂંટણીના અંતિમ તબક્કામાં સોમવારે થયેલા મતદાનમાં મતદારોએ કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું હોવાથી અને મતદાન મથક પર પાણી અને મંડપની કોઈ સુવિધા ન હોવાથી ઘણા મતદારોએ પંચના નબળા આયોજન સામે નારાજગી વ્યક્ત કરી હતી.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ મુંબઈમાં ધીમા મતદાન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને પંચની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો.

જોકે ચૂંટણી પંચે ધીમા મતદાનને કારણે મતદારો મતદાનથી વંચિત રહ્યા હોવાના રાજકીય પક્ષોના આક્ષેપોને નકારી કાઢ્યા છે. ૧૩ મતવિસ્તારના ૨૪,૫૭૯ મતદાન મથકોમાંથી લગભગ ૧૨,૦૦૦ મતદાન કેન્દ્રો મુંબઈમાં હતા, તેમાંથી ચૂંટણી આયોગને ફરિયાદો મળી હતી કે પંદરથી ૨૦ કેન્દ્રમાં મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને મતદાન મશીનો ખરાબ છે.

સાંજે ૬ વાગ્યે મતદાનનો સમય પુરો થયો ત્યારે કતારમાં ઊભેલા તમામ મતદારોને મતદાન કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. એક-બે ઘટનાઓને રાજકીય વળાંક આપીને પંચના સમગ્ર આયોજન સામે વાંધો ઉઠાવવો યોગ્ય નથી, એમ ઉચ્ચ અધિકારીઓએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ