ઉદ્ધવ ઠાકરેની માનસિક સ્થિતિ ડામાડોળ: ફડણવીસનો ટોણો
દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેએ કરેલી ટીકાનો આપ્યો જવાબ
મુંબઈ: શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ફડણવીસ પર કરેલી અભદ્ર ટીપ્પણી બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો છે. ફડણવીસે ઉદ્ધવ વિશે બોલતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની માનસિક સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે પોતાના ભાષણ દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરતા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. બંનેની સરખામણી એક પ્રાણી સાથે કરતા તે દિલ્હીમાં બેઠેલાઓની સૂચનાઓનું અક્ષરશ: પાલન કરનારા હોવાનું ઉદ્ધવે જણાવ્યું હતું.
આ ટીપ્પણીનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને તેમને એક મનોચિકિત્સકની જરૂર છે. તે આ રીતની ભાષાનો ઉપયોગ એટલે માટે કરી રહ્યા છે કારણ કે તેમને ચૂંટણીમાં પોતાની હાર સ્પષ્ટ દેખાઇ રહી છે. લોકોએ ઉદ્ધવ ઠાકરેની શિવેસનાને નકારી દીધી છે એટલે તે આવી ભાષા વાપરી રહ્યા છે, એમ ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.