લોકસભા ચૂંટણીઃ ઝારખંડમાં રાજકીય પક્ષો યુવા મતદારને રિઝવવા કોઈ કસર બાકી નહીં રાખે, જાણો કેમ?
રાંચીઃ લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની સાથે મતદારો પણ તૈયાર થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો પડકાર વાતાવરણ બની શકે છે. ઝારખંડમાં રાજકીય પક્ષો ૧૮ અને ૨૯ વર્ષની વય જૂથના લગભગ ૭૧ લાખ મતદારોને રિઝવવામાં કોઇ કસર છોડવા માંગતા નથી, જે ઉમેદવારોને ચૂંટવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
શાસક જેએમએમ રાજ્ય સરકાર યુવાનો માટે શરૂ કરાયેલ શિક્ષણ લોન આપવાથી માંડીને કૌશલ્ય પ્રદાન કરવા સુધીની અનેક યોજનાઓ પર ભાર આપી રહી છે. ભાજપે દાવો કર્યો હતો કે પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં યુવાનો મુખ્ય કેન્દ્રીય ક્ષેત્રોમાનું એક હશે. જ્યારે કોંગ્રેસે કહ્યું કે તેના નેતા રાહુલ ગાંધીએ પહેલાથી જ યુવાનો માટે પાંચ વચનો જાહેર કર્યા છે. જેમાં ઝારખંડ સહિત દેશભરમાં ૩૦ લાખ ખાલી સરકારી જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે.
રાજ્યની મતદાન યાદી અનુસાર લોકસભાની ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પાત્રતા ધરાવતા ૨.૫૫ કરોડ મતદારોમાંથી ૭૦.૮૩ લાખ યુવા મતદારો છે અને તેમાંથી ૩૪.૮૫ લાખ મહિલાઓ છે. કુલ યુવા મતદારોમાંથી ૧૧.૩૯ લાખ મહિલાઓ સહિત ૨૨.૩૩ લાખ મતદારો ૧૮થી ૨૨ વર્ષની વય જૂથના છે. તેઓ પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
આપણ વાંચો: નાણામંત્રી નિર્મલા સીતારમણનો લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર, નાણામંત્રીઓ કેમ ચૂંટણી કેમ લડતા નથી?
પ્રથમ વખતના મતદારોમાં રાજ્યની મતદાર યાદી અનુસાર ૧૮થી ૧૯ વર્ષની વય જૂથના મતદારોની સંખ્યા ૮.૦૮ લાખ છે, જેમાં ૪.૪૮ લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યના નેતાઓ પાર્ટીઓમાંથી અલગ થઇને યુવા મતદારો સુધી તેમની હાલની યોજનાઓ સાથે પહોંચી રહ્યા છે અને સંસદીય ચૂંટણીમાં તેમનો ટેકો વધારવાના વચનો આપી રહ્યા છે.
રાંચીમાં ૧૯ વર્ષીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી સુમિત રવાણીએ કહ્યું કે યુવાનો માટે રોજગાર સૌથી મોટો મુદ્દો છે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમારા માટે નોકરીની તકો ઉભી કરે. જોકે ઝારખંડ સરકારે ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવા માટે કેટલીક યોજનાઓ શરૂ કરી છે, તેમ છતાં નોકરીની તકો ઉભી કરવા પર કામ કરવાની જરૂર છે.
રાજ્યની ૧૪ લોકસભા બેઠકો માટે ૧૩ મેથી ૧ જૂન વચ્ચે ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉત્તર, મધ્ય, પશ્ચિમ સહિત દક્ષિણ ભારતમાં ગરમીના પડકાર સાથે બોર્ડરવાળા રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિના પડકારોને નિયંત્રણમાં રાખવાના પડકારો રહેશે ત્યારે ઝારખંડ, નાગાલેન્ડ, આસામ સહિત અન્ય રાજ્યમાં કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.