ટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધને કેજરીવાલ-સોરેનને સમર્થન દાખવ્યું

લોકશાહી બચાવો, બંધારણ બચાવોનો નારો આપ્યો

નવી દિલ્હી: રામલીલા મેદાન પર રવિવારે વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓએ હાજર રહીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ સામે વિરોધ દર્શાવતા લોકશાહી બચાવો, બંધારણ બચાવોનો નારો આપતાં લોકોને અપીલ કરી હતી કે ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દો.

લોકતંત્ર બચાવો રેલીમાં હાજર રહેલા પ્રમુખ નેતાઓમાં મલ્લિકાર્જુન ખર્ગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપીના શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરે, ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી, ડી. રાજા, દિપાંકર ભટ્ટાચાર્ય, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ અને ટીએમસીના ડેરેક ઓ બ્રાયનનો સાવેશ થાય છે. કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ અને હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેને પણ લોકોને સંબોધ્યા હતા.

સુનિતા કેજરીવાલે એક પત્ર વાંચીને સંભળાવ્યો હતો, તેમણે એવો દાવો કર્યો હતો કે ઈડીની કસ્ટડીમાંથી અરવિંદ કેજરીવાલે આ પત્ર મોકલ્યો હતો.

આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: જેને કોઈએ નથી પુછ્યું, તેને મોદીએ પૂજ્યા છે

ઉદ્ધવ ઠાકરેએ એવો આક્ષેપ કર્યો હતો કે મોદીના નેતૃત્વ હેઠળ દેશ આપખુદશાહી તરફ આગળ વધી રહ્યો છે. તેમણે લોકોને ભાજપની સરકારને સત્તા બાહ્ય કરવાની હાકલ કરી હતી.

‘અહીં અમે ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા નથી. અહીં અમે લોકશાહીને બચાવવા માટે આવ્યા છીએ, આ કેવા પ્રકારની સરકાર છે. તમે આરોપો કરો અને લોકોને જેલમાં મોકલી દો,’ એમ તેમણે કહ્યું હતું.

અમારી બે બહેનો લડત ચલાવી રહી છે, ત્યારે તેમના ભાઈઓ કેવી રીતે પાછળ રહી શકે? અમે અહીં બહેનો માટે આવ્યા છીએ. કલ્પનાજી અને સુનિતાજી અમે જ નહીં, આખો દેશ અત્યારે તમારી સાથે છે, એમ તેમણે કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ સરકાર પર ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ ખાતાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે કહ્યું હતું કે રામલીલા મેદાન એ ઐતિહાસિક મેદાન છે, જ્યાં અનેક વખત દેશનો ઈતિહાસ બદલાયો છે. જ્યારે દેશમાં સંકટ આવ્યું છે ત્યારે અહીંથી અવાજ ઊઠ્યો છે.

પ્રિયંકા ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં સમાન અવસરો ઉપલબ્ધ કરાવવાની માગણી કરી હતી. ભાજપ કૉંગ્રેસ અને વિપક્ષો માટે બિન લોકશાહી અવરોધો ઊભા કરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે લોકસભાની ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન અવસર મળી રહે. તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તામાં બેઠેલા લોકો પોતાને રામ ભક્ત કહેવડાવે છે, પરંતુ મારે તેમને યાદ અપાવવું છે કે રામે સત્ય માટેેની લડાઈ લડી ત્યારે તેઓ સત્તામાં નહોતા. તેમની પાસે સત્તા, સંસાધનો અને રથ નહોતા, જ્યારે રાવણ પાસે રથ, સંસાધનો, લશ્કર અને સોનુ બધું જ હતું. આમ છતાં રાવણનો પરાજય થયો હતો.

આપણ વાંચો: લોકસભા ચૂંટણી: મહારાષ્ટ્રની 5 બેઠક માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ સમાપ્ત

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં મેચ-ફિક્સિગં કરવા માગે છે. જો ભાજપ પોતાના પ્રયાસમાં સફળ થશે તો દેશના બંધારણને બદલી નાખવામાં આવશે અને લોકોના અધિકારોને છીનવી લેવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે બે મુખ્ય પ્રધાનોની ધરપકડ કરવામાં આવી છે, આ કેવા પ્રકારની ચૂંટણી છે? ત્રણ-ચાર અબજોપતિ સાથે મળીને મેચફિક્સિગં થઈ રહ્યું છે. ગરીબો પાસેથી બંધારણીય અધિકારો છીનવી લેવા માટે આ બધું થઈ રહ્યું છે, એમ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું.

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને પગલે આખી દુનિયામાં ભાજપની ટીકા થઈ રહી છે. તેમણે કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ પર જુઠાણાં ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપને સત્તામાંથી બહાર જવાનો ડર સતાવી રહ્યો છે. અમે (વિપક્ષી નેતાઓ) દિલ્હીમાં આવી રહ્યા છીએ ત્યારે વડા પ્રધાન દિલ્હીની બહાર જઈ રહ્યા છે. આના પરથી જ દેખાય છે કે કોણ બહાર જવાનું છે, એમ જણાવતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે ઈડી, સીબીઆઈ, આઈટીને કામે લગાવો અને પછી ઈલેક્ટોરલ બોન્ડની યોજના દ્વારા પાર્ટી માટે ભંડોળ મેળવો એવું સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker