લોકસભા ચૂંટણીઃ ટિકિટ નહીં મળતા ભાજપના નેતા ભાવુક થયા, આપ્યું આ નિવેદન
બક્સર: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોના ગઠબંધનને લીધે પક્ષોના એનક નેતાઓનું ઉમેદવારીનું પત્તું કપાઈ ગયું છે. જેને લીધે નેતાઓ પક્ષ બદલો કરી રહ્યા છે. તાજેતરમાં બિહારના બક્સર લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય પ્રધાન અશ્વિન ચૌબે ભાવુક થઈ ગયા હતા. ચૂંટણીમાંથી પત્તું કપાઈ જતાં તેમણે કહ્યું હતું કે હું તો એક ફકીર છું, પણ હું કાચંડાની જેમ રંગ નથી બદલતો એવું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
અશ્વિન ચૌબેએ કહ્યું હતું કે મારો દોષ એટલો જ છે કે હું એક ફકીર છું. હું બ્રાહ્મણ છું, પરશુરામનો વંશજ છું. હું ક્યારેય સંસ્કાર ભૂલી શકતો નથી. મારો રંગ ભગવો છે અને તેમાં હું લપેટાઈની જ જઈશ. ચૌબેની આવી વાતોથી એવું જ લાગે છે કે તેઓ ટિકિટ ન મળતા ભાજપથી નારાજ છે અને ભાજપ સાથે પાછા જોડાયેલા નીતીશ કુમારનું નામ ન લેતા તેમના પર ટીકા કરી છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ PM મોદીના સમર્થનમાં આ દેશના 16થી વધુ શહેરમાં રેલી યોજાઇ
જોકે તેમણે કહ્યું હતું કે ભાજપે મને બધુ આપ્યું અને મે પણ પાર્ટીને બધુ આપ્યું છે અને મારુ જીવન સંઘર્ષ ભર્યું રહ્યું છે. મેં કદિયે કોની સામે હાથ નથી ફેલાવ્યો. મેં મારા વખતે દરેકને ટિકિટ આપી છે, આ મારુ પત્તું નથી કપાયું, મને પાર્ટીથી સન્માન મળ્યું છે અને આગળ પણ આવી જ રીતે સન્માન મળતું રહેશે, એવું અશ્વિન ચૌબેએ કહ્યું હતું.
હું પાર્ટીથી નારાજ નથી પણ જે ભાજપના નથી તેઓ જરૂર નારાજ થશે. હું બક્સરનો છું અને ત્યાંનો જ ઉમેદવાર બનીને રહીશ. આવી કહીને અશ્વિન ચૌબેએ ભાજપને પોતાની માતા કહીને ભાજપ મારી માટે બધુ છે, એમ તેણે જણાવ્યું હતું.