આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વલસાડમાં ભાજપના ઉમેદવાર બદલવાની માગ બુલંદ, ધવલ પટેલની સામે ચોથો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ

લોકસભા ચૂંટણી ટાણે ગુજરાત ભાજપમાં વધી રહેલો આંતરકલહ પાર્ટીના શિર્ષ નેતૃત્વ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં ભાજપના ઉમેદવારો સામે રોષ જોવા મળી રહ્યો છે, સાંબરકાંઠા, અમરેલી અને હવે વલસાડમાં પણ ભાજપના ઉમેદવાર સામે લેટર વોર સોશિયલ મીડિયામાં શરૂ થયું છે. વલસાડ લોકસભા બેઠક પર સીટીંગ MP ડો. કે.સી.પટેલની ટિકિટ કાપી ભાજપે યુવા ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપી છે. ત્યારે ધવલ પટેલના નામને લઈ વલસાડ ભાજપમાં અસંતોષની આગ લાગી છે. છેલ્લા 12 દિવસમાં જ ધવલ પટેલને બદલવાની માગ સાથે ચાર લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વલસાડ લોકસભા બેઠક પર સીટીંગ MP ડો. કે.સી.પટેલની ટિકિટ કાપી ભાજપે યુવા ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપી છે. ત્યારે ધવલ પટેલના નામને લઈ વલસાડ ભાજપમાં અસંતોષની આગ લાગી છે. છેલ્લા 12 દિવસમાં જ ધવલ પટેલને બદલવાની માગ સાથે ચાર લેટર સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે વલસાડ લોકસભા મતવિસ્તારમાં આજે જે ચોથો લેટર વાઈરલ થયો છે તેમાં ધવલ પટેલને બદલવાની માગ સાથે વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓને પણ આડે હાથ લેવામાં આવ્યા છે. વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ થઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે વલસાડ લોક સભા મતવિસ્તારમાં વાયરલ થયેલા દરેક લેટરમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. પ્રથમ લેટરમાં ધવલ પટેલના વિરોધ સાથે ડો. કે.સી.પટેલ અને ડો. ડી.સી પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈપણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ BJPના ધવલ પટેલથી નારાજ કાર્યકરોએ કરી હતી. જ્યારે બીજા લેટરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલથી નારાજ BJPના કાર્યકારોએ વલસાડ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ધવલ પટેલને રાખવાથી વલસાડ અને નવસારી લોકસભા બેઠક પણ ગુમાવવાનો વારો આવે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે.

આપણ વાંચો: જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો

ત્રીજો લેટર સી.આર. પાટીલને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વલસાડ લોકસભા બેઠક ઉપર ધવલ પટેલને જો લોકસભાની ચૂંટણી લડાવવી જ હોય તો એમને પહેલા ઝરી ગામનો નાગરિક બનાવી મતદાર યાદીમાં નામ લખાવા કહો પછી એને પેજ પ્રમુખ બનાવો સંગઠ્ઠનમા તાલુકા જિલ્લામાં જવાબદારીઓ આપો એમને કહો કે, પોતાના ઝરી ગામમા રહી 5 વર્ષ સુધી લોકોનાં નાનાં મોટાં કામો કરે પછી સંસદના ઉમેદવાર બનવા નીકળો તો તેમને લોકોની સમસ્યા કેવી છે તે ખબર તો પડે.

જ્યારે આજે ચોથો લેટર વાઈરલ થયો છે તે વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કાર્યકર્તા મિત્રો, મતદારો અને પત્રકારોને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલ આયાતી ઉમેદવારો હોવાનો આક્ષેપ કરાયો છે. ધવલ પટેલને બદલવાની માગ કરવામાં આવી છે. સાથે જ વલસાડના સ્થાનિક નેતાઓને બેઠકની કંઈ પડી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.

લોકસભા 2024ના ચૂંટણીજંગમાં વલસાડ બેઠક પર ભાજપ-કોંગ્રેસે યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપે સિટિંગ MP ડો. કે.સી. પટેલની ટિકિટ કાપી તેમની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસ નવસારીની વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button