વાદ પ્રતિવાદ

અલ્લાહની વાણી કુરાનમાં કયામત સુધીનું માર્ગદર્શન

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

દુનિયામાં એવો કયો શખસ હશે જે જગતથી વિદાય થાય ત્યારે જન્નત (સ્વર્ગ)ની ખ્વાહિશ (ઈચ્છા) રાખતો નહીં હોય?
ખ્રિસ્તી-ઈસાઈ ધર્મ પછી ૫૦૦ વર્ષ બાદ આવેલા દીને ઈસ્લામમાં જન્નત અને જહન્નમ (સ્વર્ગ અને દોઝખ) વિશે તેના પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ પર અનેક આયત (કથન – વાક્યો) આવ્યા છે.

  • જગતકર્તા અલ્લાહ (ઈશ્ર્વર, ગોડ) ફરમાવે છે કે-
  • જે તેના પરવરદિગારથી ડરતો રહે અને સદ્કાર્ય બજાવી લાવે છે તેને તેનો બદલો અતિ ઉત્તમ આપવામાં આવે છે.
  • ઈસ્લામ તેની ઉમ્મત-પ્રજા, અનુયાયીઓને દીન અને દુનિયામાં આબાદ થવાના અનેક માર્ગો સૂચવ્યા છે અને
  • કયામત સુધી – દુનિયાના અંત સુધી હરપળ ઉપયોગી નિવડી રહે તેવા ઉત્તમોત્તમ માર્ગદર્શન આપવામાં આવ્યા છે.
  • એક અદના મુસલમાનને ઘણીવાર એવો પ્રશ્ર્ન થતો હોય છે કે જન્નત એટલે કે સ્વર્ગમાં જવા માટેની કૂંચી કોની પાસે છે? બંને જહાંના માલિક ખુદાવંદે કરીમ પાસે? કે નબીઓ, અંબિયાઓ યા ફરિશ્તાઓ પાસે? આ અને આવા સઘળા સવાલોના જવાબ એક જ છે અને તે છે ના? જન્નતમાં જવા માટેની ચાવી માનવીની પોતાની પાસે જ છે અને મોમીન (એક સાચો મુસલમાન) ઈચ્છે તો એ ચાવીઓથી સ્વર્ગનાં બારણાં ખોલી શકે છે અને બેશક: આ કૂંચીઓ ઈન્સાને જગતમાં જ જીવતે જીવ તૈયાર કરવી પડે છે, કેમ કે આખેરત (મૃત્યુલોક) એ ચાવીઓ તૈયાર કરવાનું સ્થળ નથી, પરંતુ દરવાજાઓ ખોલવા અને બંધ કરવાની જગ્યા છે. કુરાને શરીફમાં અલ્લાહતઆલાએ ઈમાન અને અમલ આ બંને બાબતોનો ઉલ્લેખ ઘણી જગ્યાએ કર્યો છે અને ફરમાવ્યું છે કે ‘જન્નત એવા લોકોના અમલનો બદલો છે જેઓ ઈમાન લાવ્યા છે’ અને નિ:શક જે ઈમાનદાર-સાચો મુસલમાન હશે તે ક્યારેય માર્ગ ભૂલેલો નહીં હોય. એટલે કે તે સન્માર્ગે જ હશે અને તેના હાથોથી ભલાઈના કાર્યો જ થશે. બૂરાઈથી તે કોશો દૂર રહેશે. રબનો ડર રાખી ગુનાથી બચનારને કુરાને મજીદમાં ઘણી જગ્યાએ જન્નતની ખુશખબરી આપવામાં આવી છે. જેમ કે ‘બેશક પરહેઝગાર લોકો જન્નત અને ઝરણાંવાળી ભૂમિમાં હશે.’ એજ પ્રમાણે રસૂલે કરીમ હઝરત મુહમ્મદ (સ.અ.વ.) તેમજ અંબિયાઓ (નબીઓ – પયગંબરો)ના ફરમાન પર ચાલનાર પણ સ્વર્ગના અધિકારી બની રહે છે.

આ સંદર્ભમાં કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે કે

  • આ અલ્લાહની નક્કી કરેલી હદો છે.
  • અને જે અલ્લાહ તથા તેના રસૂલ સલ.ની આજ્ઞા પાળશે તેને અલ્લાહ જન્નતમાં દાખલ કરશે.
  • જેની હેઠળ નદીઓ વહેતી રહે છે તેમાં તેઓ હંમેશને માટે રહેશે અને એજ મોટી સફળતા છે.
  • વહાલા વાચક બિરાદરો!
  • ગુના-પાપ-અપરાધો કરવાથી દૂર રહેવાનું નામ ‘તકવા’ (સંયમ, પરહેજગારી) છે.
  • મુશ્કેલીના સમયમાં કરવામાં આવતી – ધરવામાં આવતી ધીરજનું નામ ‘સબ્ર’ છે.
  • પેટ અને ગુપ્તાંગ સંબંધે સબ્રનું નામ ‘ઈફફત’ છે.
  • દૌલત અર્થાત્ માલોમિલકતની ખર્ચાળ બાબતોથી દૂર રહેનાર પર સંયમ પાળનારનું નામ ‘ઝબ્તે નફસ’ છે.
  • દુન્યવી આફતો, આઘાતો, આપત્તિઓ પર ધીરજ ધરવામાં આવતી સબ્રનું નામ ‘વસ્અતે સબ્ર’ છે.
  • જંગમાં કરવામાં આવતી સબ્રનું નામ સુજાઅત અને ક્રોધ – ગુસ્સા પર સંયમ જાળવનારનું નામ હિલ્મ છે તથા કોઈની વાત ખાનગી રાખતી વખતે જીભને નિયંત્રણમાં રાખી સંયમ પાળનારનું નામ રાઝદારી છે.
  • બિનજરૂરી આરામની વિરુદ્ધ કરાતી સબ્રનું નામ ‘ઝોહદ’, થોડા ઉપર સંતોષ માનવા પર ધીરજ ધરો તો એનું નામ ‘કનાઅત’ છે.
  • સારાંશ કે અરબી, ઉર્દૂ ભાષાનો અત્યંત સરળ શબ્દ જે સામાન્ય બોલીમાં બોલાતું સબ્ર ગુજરાતીમાં ધીરજ તરીકે વપરાતો હોય છે.
  • દુનિયા એ કાયમી સ્થળ નથી. જે જન્મ્યું તે એકને એક દિવસ જવાનું છે.
  • આ એ દિવસ છે જયારે ન સંપત્તિ લાભ પહોંચાડી શકવા શક્તિમાન હોય છે કે ન સંતતિ!
    તો હે તાકતવર ઈન્સાન!
  • નિર્મળ અને સ્વચ્છ મન રાખ,
  • પાકો પાકિઝાથી જીવન ગુજાર,
  • વણદેખા છતાં રોમેરોમ – કણકણમાં વસતા અલ્લાહ – રબ – ઈશ્ર્વરથી ડરતો રહે,
  • આખેરત (મૃત્યુલોક)માં થનારા ન્યાયને આંખ આડા કાન ન કર.
  • અલ્લાહ દિલને જોશે, તારા ચહેરાની કે જે ઉપર ઉપર દેખાતી માસુમિયતને નહીં જુએ.
    ધર્મસંદેશ:
    ઈસ્લામની હર એક ઘડી – પળ બરકત છે. * દરેક દિવસે કુરાન, હદીસ, શરિયતનો અભ્યાસ કરો.
  • તેના સાચા અર્થોને જાણો
  • મનઘડત, લેભાગુ મૌલાનાઓ સાથે વાત કરવાથી દૂર રહો.
  • સાથ-સહકાર અને અભ્યાસ કરવાને રોજિંદા જીવનમાં વણી લો.
  • અલ્લાહ કદી કોઈની પણ સાથે અન્યાય થાય તેવું ઈચ્છતો નથી.
  • આજીજીપૂર્વક દુઆ (પ્રાર્થના) કરો.
  • નેક માર્ગ પર ચાલનારની દુઆ રબ સાંભળે છે, કબૂલ કરે છે, તે અનુભવ કરનારાઓને પૂછો.
  • જાફરઅલી ઈ. વિરાણી
  • * *
    સાપ્તાહિક સંદેશ:
  • જયારે કોઈ મુસીબત – સંકટ આવી પડે ત્યારે કુરાનની સુરએ આઅરાફતની આ આયત (વાક્ય, કથન) – દુઆ પઢો – માંગો
    રબ્બના અફરીગ અલયના સબ્રંવ વતવફફના મુસ્લેમીન
    ભાવાનુવાદ: અય અમારા પાલનહાર!
  • અમારા પર સબ્રની વરસાદ વરસાવી દે.
  • અમને તારી ફરમાંબરદારીની હાલતમાં ઉપાડ-રાખ.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning