વાદ પ્રતિવાદ

સાચો ઇમાની મોમીન તે છે જે વિપરીત સંજોેગોમાં મનને શાંત રાખે

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

વિપરીત સંજોગોમાં મનને શાંત રાખી શકે તે ઇન્સાન સુખમય જીવન વ્યતિત કરી શકવા સફળ થાય છે.
  • ઇમાન (શ્રદ્ધા, આસ્થા) લાવનાર ઇન્સાને પોતાના જીવનને ખુશહાલ બનાવવું હોય,
  • આલોક અને પરલોક-બંને જહાંને સફળ કરવી હોય તો અહીંતહીં ક્યાંયે ભટકવાની જરૂર નથી. તે વિશેનો સંપૂર્ણ નોલેજ, જ્ઞાન આકાશી કિતાબ કુરાનમાં મૌજૂદ છે.
  • આ પવિત્ર ગ્રંથમાં આવેલી તમામેતમામ આયત અર્થાત્ વાક્ય, કથનોને વારંવાર વાંચતા રહો, બલકે તેને તમારા રોજિંદા જીવન સાથે સાંકળી લો.
  • તેને જે જે દ્દષ્ટિકોણ; પોઇન્ટ ઑફ વ્યૂથી જોતા રહેશો તો તેમાંથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થતું રહેશે. હા, આયતો; કથનોનું વાંચન કરતા સમયે સહેજ પણ શક પેદા થયો તો સાચા માર્ગથી વિચલિત થઇ જશો.
  • કુરાને કરીમ જેવી અલ્લાહની દિવ્યવાણી સ્વરૂપ યુનિવર્સલ બુકમાં અલ્લાહતઆલાએ મોમીનને પ્રેરતું દરેક પ્રકારનું ઇલ્મજ્ઞાન આપ્યું છે, પરંતુ અફસોસ સાથે-ભારે હદયે એ નોંધવું પડે છે કે રમઝાન માસના મુબારક દિવસો સિવાય આપણે તેને હાથ અડાડતા નથી આના જેવી બીજી બદકિસ્મતી કઇ હોઇ શકે?
  • મોમીને તેના દ્રષ્ટિકોણ દ્વારા જો તેમાંથી ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, વ્યાપાર, રસાયણ ટૂંકમાં જે જે ઇલ્મ જાણવું હોય તે તેમાં મૌજૂદ હોઇ હાંસલ કરી શકે છે; શર્ત માત્ર એટલી જ કે તેને સાચા દ્રષ્ટિકોણ વડે જોવું – સમજવું. જો આવું કરવામાં આવે તો સફળતાના દ્વારો ખૂલતા જવાના.
  • નવા જમાનાની જીવનશૈલીને વરેલો એક યુવક સુફી ઓલિયા પાસે આવ્યો અને પોતાની પાસેની ડાયરી આપતા સંતને અરજ કરી કે તેમના હસ્તાક્ષર સાથે કોઇ સંદેશ-મેસેજ લખી આપે * ઓલિયા તો પાકો પાકિઝા જીવન વ્યતિત કરતા હતા * દીને હક તથા તેની આફાકી કિતાબનું ઇલ્મ પણ ધરાવતા હતા * તેઓ યુવક સામે મલકાય અને પછી ડાયરીમાં નોંધ્યું કે બેટા, તારે જીવનમાં જો સફળતા સાથે વિજય માટેનો આત્મવિશ્ર્વાસ કેળવવો હોય તો શંકા અને નકારાત્મક વિચારોને નાબૂદ કર. કારણકે આવી બાબત ઇન્સાનના પરાજયને નિમંત્રણ આપે છે. * એ સુફી-ઓલિયાનો આ ઉપદેશ માત્ર કોઇ એક વ્યક્તિને નહીં પણ સૌને લાગુ પડે છે. દરેક ઉમ્મત, પ્રજાને તેે સ્પર્શે છે.
  • વાસીપણું એ મૃત્યુ છે અને તાજગી એ જીવન છે * માનવી પોતાના મનને અપેક્ષિત, જોઇતી સ્વતંત્રતાથી વંચિત રાખે છે * તેને જોવું હોય એટલું જ મનને નિહાળવા દે છે * સંઘરવું હોય તેટલું જ સંઘરવાની મનને ફરજ પાડે છે * તે મનમાની નહીં પણ જાતમાની કરતો હોય છે.
  • પોતાનો અસ્વસ્થ દ્રષ્ટિકોણ લાદવો તે મન- હદય માટે હાનિકારક છે. * સત્ય કરતા સત્ય -સચ્ચાઇ પરત્વેનો દ્રષ્ટિકોણ વધુ મહત્ત્વ ધરાવતો હોય છે. કોઇ પણ પ્રકારનું સત્યતથ્ય અથવા માહિતી માનવી સમક્ષ આવે એટલે તરત જ તે પોતાની વિચારણા મુજબનો પ્રતિભાવ, આદેશ કે નિર્ણય ઉતાવળે આપી દેતો હોય છે, પરંતુ વિચારણા પુખ્ત બને એટલી તક આપવાનું મુનાસિબ માનતા નથી. તથ્ય, સત્યને તટસ્થાપૂર્વક તપાસવું અને તેના પરત્વેનો શુદ્ધ દ્રષ્ટિકોણ કેળવવો એ જ માનસિક પરહેઝગારીનો વિષય છે, પરંતુ આજનો મોમીન સિદ્ધાંત તરફ વળવાને બદલે સિદ્ધિ કે સફળતામાં જ વિશેષ રસ ધરાવે છે, જેના પરિણામ સ્વરૂપ તેના મનમાં નકારાત્મક વિચારો આવતા જ રહેતા હોય છે જેમાંથી કોઇ મુક્ત રહી શકતું નથી, સિવાય કે, જેઓ દીને હકની અને તેની કિતાબ કુરાને કરીમની દોરવણીને અક્ષરસ: અનુસરે છે. અહીં તો જરા જેટલી મુશ્કેલી આવી એટલે હચમચી ઊઠીએ છીએ. બેચેન – બેબાકળા બની જઇએ છીએ.
  • માનવીને ચલિત થતા તો આવડે છે, અરે વિચલિત થતા પણ આવડે છે, પરંતુ * વિપરિત સંજોગોમાં સ્થિર રહેતા આવડતું હોતું નથી * માનવવર્તનની આ એક મોટી કરૂણા નથી તો બીજું શું છે?
  • શહાદતના શહેનશાહ હમરત ઇમામ હુસૈન અલૈયહિસલામ વિપરીત સંજોગોમાં પણ જરાય ડગ્યા નહીં, સ્થિર રહ્યા અને ક્યામત સુધીની કામિયાબી હાંસલ કરી દીને ઇસ્લામના મુરઝાયેલા બાગને પોતાના રક્ત વડે સિંચી મઘમઘતું રાખ્યું. મહેકતુ કરી ગયા.
    અગાઉના જમાનાના લોકો ધૂળ કે રજને જાટકવા તથા મચ્છર-માખીને ઉડાડવા ચમરીનો ઉપયોગ કરતા. આજે સોફા, ગાદલા-તકિયા, કારપેટ જેવી વસ્તુને ધૂળમુક્ત કરવા વેક્યૂમ ક્લીનર વપરાય છે. આ આધુનિક સાધન ઇન્સાનને એક મહત્ત્વનો સંદેશ પણ આપે છે કે તમારા મનને પણ ધૂળ-રજકણથી મુક્ત રાખવું હોય તો અંદરની ધૂળને ખેંચી લેવાની કળા શીખી લો.
  • પોતાના મનની અંદરના નકારાત્મક વિચારોની નાગચૂડમાંથી મુક્ત થઇ હકારાત્મક વિચારોને અપનાવવાનું શરૂ કરો જો આવું થાય તો અર્ધી લડાઇ આપોઆપ જીતી જવાય. * સાચો દ્રષ્ટિકોણ કેળવવો એ જ તો વિજયનો દરવાજો છે.
  • આજના લોકોમાં સામાન્ય ફરિયાદ એ રહી છે કે ક્યાંય સુધારણા શક્ય નથી * લોકોના મનમાં નકારાત્મક વિચારો અને જડતા એટલી હદ સુધી પ્રવેશી ગયા છે કે
    દીનેહક બાજુ પર સરી જવા પામ્યો છે * શિક્ષિત લોકો પણ નસિહત- હિદાયત સ્વીકારવા તૈયાર નથી * એક વિચારકે સુંદર સલાહ આપી છે, જે કામ કરતા ડર લાગતો હોય એ કાર્ય કરી નાખો એટલે તમારો ભય મૃતપાય બની જશે * તમારા ડરને ક્યારે પણ તમારા સલાહકાર બનાવશો નહીં.

  • કબીર સી. લાલાણી
    સાપ્તાહિક સંદેશ
    જે અન્યોને કામ આવે તેનું જીવન ઉત્તમ જીવન કહી શકાય.
    હદીસ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…