ઉત્સવ

સંત સુતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢયાં જહાં ઠામ ઠામે

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

એકવાર પર્વાધિરાજ પર્વ પર્યુષણનાં અંતે ન્યાત જમણવારનો પ્રસંગ ગોઠવાયો હતો, પરંતુ સઘળી ન્યાતને અપાયેલાં નોતરામાં બે ભલા બંધુઓને તેડાથી અલિપ્ત રખાયા. એક વિશાળ વરંડામાં મંડપ બાંધીને ઘઉંના ડારાના શીરાની સાથે સમગ્ર રસોઈની તૈયારીઓ થવા લાગી, તે સમયે આ શીરો જ સમૃદ્ધિનું પ્રતિક ગણાતું, પરંતુ રસોઈયાઓથી કોઇ કાળે શીરો રંધાય જ નહિ અને આમ કરતા બે- ત્રણ કલાક વીત્યા હશે. ત્યારે સમાજના અમુક સમજદારે પેલા બે ભલા ભાંડુઓના બહિષ્કારની વાત અંગે સચેત કરતા સસન્માન પ્રવેશ માટેની વાત કરી. આથી જૈન મહાજનોની નમ્ર વિનંતી સૂણી બંધુઓની પ્રસંગમાં હાજરી થતા બકડિયે ચડેલ શીરો રંધાઇ ગયો. આ બંને ભાઈઓએ પ્રભુનું સ્મરણ કરતા શીરાના તપેલા પર સ્વચ્છ કાપડ ઢાંકયું અને તમામ ભાઈ-બહેનોને જમવા બેસી જવા એલાન કર્યું. તપેલાની એક બાજુએથી કપડું પડખે કરી શીરો લોકોને પીરસાવા લાગ્યું અને બધાએ જોયું કે સૌએ ભરપેટ જમી લીધુ છતાય શીરો તો યથાવત અખૂટ રહ્યો અને આ બે બેલડીના પુણ્ય પ્રતાપે મંગળ અવસર સચવાઇ ગયો. અનેક સિદ્ધ પુરૂષોએ કચ્છની પાવનકારી ભૂમિના ખોળા ખૂંદયા છે, એવા કચ્છના અબડાસા તાલુકાના રળિયામણા દરિયા કિનારે સુથરી ગામે પૂજનીય ભલારા દાદાની ઉપરોક્ત ઘટના આજથી સદીઓ પહેલા ઘટી હતી. બંને ભાઇઓ ભજનાનંદી હતા. નરસિંહ મહેતાની માફક ગામના અંત્યજ વિસ્તારોમાં પણ ભજનો કરવા જતા એટલે ન્યાતબહાર કરી મૂકેલા પણ આ પ્રસંગ બાદ તેઓ સૌમાં પૂજનીય બની ગયા હતા.

ચૈત્ર માસને શાસ્ત્રોએ મૂલ્યવાન દિવસોની ઉપમા ગણાવી છે. ખાસ નવરાત્રિ અથવા રામનવમી યાદ વર્તાય, હનુમાન જયંતી, સ્વામિનારાયણ જયંતી પણ ખરા, પરંતુ કચ્છના લોકોને હજુ એક ધાર્મિક અવસર વધુ સાંપડે, તે છે ભલારા (ભાલારા) દાદાની તિથિ. ગત લેખમાં કોરી પાટ પૂજનનો ઉલ્લેખ કરતી વખતે કચ્છ હાલારમાં પ્રસિદ્ધ ભાલારા દાદાના પાટ પૂજનનો પણ ઉલ્લેખ કરેલો.
ભલારા દાદાનો જન્મ સુથરી ગામે થયેલો. એક માહિતી અનુસાર કચ્છમાં તેમના ૨૯ મંદિરો છે. મુખ્ય મંદિર તે સુથરીનો અને બીજું જામનગર નજીક આવેલું લાલપુર ગામનું. કચ્છી દશા ઓસવાળ અને લાલપુરના સ્થાનિક નાગરિકોની દાદા પર ખૂબ શ્રદ્ધા છે. દર વર્ષે ચૈત્રના માસમાં એકાદશીથી પૂર્ણિમાની વચ્ચે મંદિરમાં ભવ્ય ઉજવણી થાય છે. તેમણે જીવનભર જરૂરિયાતમંદોને મદદ કરી તેથી જ તેમનું નામ “ભલારા (ભલા કરવાવાળા) રાખવામાં આવ્યું હતું. વાયકા અનુસાર, તેઓ સુથરીના દરિયાકિનારે ઘણીવાર પછેડી પાથરીને બેસતા, જમતા અને તેના પર બેસીને ફરી પણ લેતા એટલે એમને ‘પીર’ની પણ ઉપમા મળેલી. એક વાર તેઓ પોતાના એ સાધનથી જામનગર પહોંચેલા આથી જ ત્યાંના લોકોની શ્રદ્ધા વધુ હશે. એ સિવાય પણ તેમનું ભ્રમણ હાલારમાં, મોટી ખાવડી, દલતુંગી, ગોવાણા, સિંધ પ્રાંત સુધ્ધાં લોકહિતાર્થે થતું રહ્યું હતું. એમના ભકતો અનુયાયીઓ તથા ઓશવાળ જૈનોએ એમની શાશ્વત યાદ રૂપે એમના પાઠ પૂજન અને ભજન આરાધની પરંપરા આજ દિવસ લગી ચાલુ રાખી છે જે “ભલારા દાદાના પાટ તરીકે ઓળખાય છે.

ભાવાનુવાદ: હિકડી યાર પર્વાધિરાજ પર્વ પર્યુષણજે પૂરે થે પૂંઠીયા નાત જિમણવાર્જો પ્રિસંગ ગોઠવાણો હો, પ સજી નાતજે નોતરેમેં બો ભલે ભાએંકે છેટા રખાણા. હિકડે વડે વંઢેમેં મંડપ બંધીને ગેંવેજે ડારેજે સિરે ભેરી સજી રસોઈજી તૈયારીયું થેણ લગી, હુન સમોમેં હી સિરો જ ઠાવકાઇજો પ્રતિક ગણાંધો હો. પ રસોઈયે વટ કો કાડ઼ે સિરો રંધાજે જ ન નેં હીં કરંધે બો- ત્રે કલાક નિકર્યા હૂંધા. તેર સમાજજા કોક હોસિયાર માડૂ પેલા બ ભલે ભાંડરેકે પર્યા રખેજી ગ઼ાલ જાધ કરાઇંધે ઇનીકે સન્માન ભેરો પાછા બોલાયજો સૂચન ક્યો. ઇતરે હિન જૈન મહાજનેંજી અરજ સૂણી ભાવરેજી પ્રિસંગમેં હાજરી થીંધે જ બકડ઼ીયે ચડલ સિરો રંધાણ મંડાણો. હી બોય ભાવર પ્રિભુજો સમરણ કરીંધે સિરેજે તપેલેતે ચોખો કાપડ઼ો ઢંકે નેં મિડ઼ે ભા-ભેંણુ કે જમેજો આડેસ ડિનોં. તપેલેજી હિકડ઼ી કોરાનું કપડ઼ો જરા પડ઼ખે કરેને સિરો મિડ઼ે લોકોકે ધ્રોસટ પીરસેને જિમાડેમેં આયો તય સિરો અણખૂટ જ રયો નેં હી બો બેલડીજે પુણ્ય પ્રિતાપે મંગલ અવસર સચવાજી વ્યો. કિઇક સિદ્ધ આત્માઉં કચ્છજી પાવન ધરાજા ખોરા ખૂંધ્યા ઐં, એડ઼ા જ હિકડા કચ્છજે અભડાસે તાલુકેજા ધરિયેજે કિનારેતે આવલ સુથરી ગામજા પૂજનીય ભલારા ડાડાજી મથેવારો પ્રિસંગ અજનું સધિ પેલા થિઇ વ્યો. બોય ભાવર ભજનાનંદી વા. નરસિંહ મહેતા વાંકે ગામજે અંત્યજ વિસ્તારેમેં પ ભજન કરેલા વનંધા વા ઇતરે નાતબાર કરેમેં આયા વા પ હી પ્રિસંગ પોય ત મિણીમેં પૂજણ લગા.

ચૈતર મેણેકે શાસ્ત્રમેં મૂલ્યવાન ડીંએજી ઉપમામેં ડિનેમેં આવઇ આય. ખાસ નવરાત્રિ ક રામનવમી જાધ આચે, હુણમાન જયંતિ, સ્વામિનારાયણ જયંતિ પ ખરા, પ કચ્છજે માડૂએંકે અનાં હિકડ઼ો ધાર્મિક અવસર જાધ અચે ઇ આય ભલારા (ભાલારા) ડાડાજી તિથિ. ગ્યે લેખમેં કોરી પાટ પૂજાજી ગ઼ાલ કઇંધે કચ્છ – હાલારમેં પ્રિખ્યાત ભાલારા ડાડાજે પાટ પૂજનજી ગ઼ાલ કરલ હૂઇ.
ઇનીજો જનમ સુથરીમેં થ્યો હો. હાંસલ માહિતીજે આધારે કચ્છમેં ઇનીજા ૨૯ મિંધર ઐં. મેઇન ત સુથરીવારો નેં બ્યો જામનગર કોરાજો લાલપુરજો. કચ્છી દસા ઓસવાલ નેં લાલપુરજે રેવાસીએંજી ડાડા તે ગચ આસ્થા આય. હર વરે ચૈતર મેંણેમેં અગિયારસનૂં કરે પુનમજી વિચમેં મિંધરમેં ભવ્ય ઉજણી થિએતી. હિની સજી જિંધગી જરૂરિયાતવારેકે મધધ કરે વે ઇતરે જ ઇનીજો નાંલો “ભલારા” (ભલાઇ કરેવારા) રખેમેં આયો હો.

વાયકે અનુસાર, ઇ સુથરીજે ધરિયાકિનારેતે કિઇક વાર પછેડ઼ી પાથરેને વેંધા, જમણ જુઠણ કરીંધા વા નેં ઇનતે વિઇને ફરી પ અચીંધા વા ઇતરે ઇનીકે ‘પીર’જી પ ઉપમા જુડ઼ઇ હૂઇ. હિકડ઼ી યાર ઇની પિંઢજે હિન સાધનસેં જામનગર પુજિ વ્યા વા ઇતરે હુતજા માડૂએંકે ઇનીતે શ્રદ્ધા વધુ હૂંધી. હિન સિવા પ ઇનીજો ભ્રમણ હાલારમેં, વડી ખાવડી, દલતુંગી, ગોવાણા, સિંધ પ્રાંતમેં માડૂએંજી સેવાલા થીંધો રયો. ઇનીજા ભગત તીં ઓશવાલ જૈન ઇનીજી જાધમેં પાટ પૂજન ને ભજન આરાધજી પરંપરા અજ ડીં તઇં ચાલુ રખે આય જુકો “ભલારા ડાડેજો પાટ તરીકે ઓરંખાજેતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”