તરોતાઝા

કણ કણમાં શ્રી રામરોમે રોમમાં રામ !

કણ કણમાં શ્રી રામ
રોમે રોમમાં રામ !

ઈતિહાસ – નિધિ શુક્લ

રામાયણ -મહાભારત કાળમાં ય હાજર હોય-અસ્તિત્વ ધારાવતાં હો્ય એવાં અગત્યનાં 11 પાત્ર કોણ હતાં?

અહીં કોઈ ધાર્મિક કે હિન્દુત્વની વાત કે ભાવના અલગ તારવી પણ દઈએ તો પણ આજે સમગ્ર માહોલ જ એવો કે તમે જાણે-અજાણે કે પછી પ્રત્યક્ષ-પરોક્ષ રીતે એનામય-રામમય થઈ જાવઅને હવે તો ભગવાનશ્રીની અયોધ્યામાં પ્રાણ – પ્રતિષ્ઠા થઈ ગઈ.. એ માત્ર એક મૂર્તિ કે પ્રતિમા કે શિલ્પનું શાસ્ત્રોક વિધિવત અનુષ્ઠાન ન હતું, એ કરોડો લોકોની આસ્થા-શ્રદ્ધાનું પ્રતાક હતું-છે ને આગામી સેંકડો યુગ-કાળ સુધી એ યથાવત રહેશે..
રામ-રામલ્લા-રામમંદિર -અયોધ્યા વિશે છેલ્લાં કેટલાય સમયથી સાહીથી – છાપખાના- પ્રિન્ટિંગ પ્રેસની શેરભર- મણભર-લીટરભર ઈંકથી એટલું બધું લખાયું-છપાયું છે કે હવેના આગામી થોડા કલાકોથી લઈને આગામી દિવસોના દિવસો સુધી આ ભાવનાના વા-વંટોળ ફૂંકાશે -શબ્દોના પ્રચંડ પૂર ઉમટશે
એ બધા વચ્ચે તમે નવું શું લખો ?
પ્રાણ-પ્રતિષ્ઠાની એ ચોાક્કસ ક્ષણ-ઘડી-પળ બધું વિસ્ફારિત આંખે જોઈને બધા અવાક ગયા છે: લખવા જેવું હવે એવું શું રહી ગયું કે જે કોઈ વાંચે-જાણે તો એને વિસ્મય થાય ?
પહેલી નજરે જે આસ્થામય માહોલમાં રામલલ્લાની પુન: સ્થાપના થઈ એ જોયા પછી કંઈ જ સુજતુ નથી-મનમાં લખવાલાયક કંઈ ઊગતુ પણ નથી.
આવે વખતે વડીલની સલાહ મુજબ કોઈ ડાહી વ્યક્તિ શું કરે ?
એનો શ્રેષ્ઠ જવાબ બે અક્ષરનો છે :
મૌન ને મનોમન બોલે :
જય સિયા રામ !
ખેર, મનની આ વાતમાંથી મુક્તિ લઈ
ભગવાન રામને લગતી કેટલીક જાણતી તો અમુક્ અજાણી વાત-વિગતો આપણે મમળાવીએ.જેમકે,

  • ભગવાન વિષ્ણુના દસ અવતાર હતા એમાંથી એમનો સાતમો અવતાર એટલે ભગવાન રામ
  • ભગાવાન વિષ્ણુનાં જે 1000 નામ છે એમાં 394મું નામ રામનું છે
  • રામ અર્ધાંગનાં સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસમાં ગયા ત્યારે એમની આયુ 25 વર્ષની હતી..14 વર્ષ વનવાસ પછી 39માં વર્ષે લંકાના અસૂર રાજા રાવણના વધ પછી અયોધ્યામાં રાજા રામનું રાજ્ય આવ્યું. મહર્ષિ વાલ્મિકીની રામાયણ અનુસાર રામરાજ્યનું એમણે 11 હજાર વર્ષ સુધી શાસન કર્યુ!
    બાય ધ વે, જાણીને તમને નવાઈ લાગશે કે ભગવાન રામનો રામાયણકાળમાં અને ભગવાન કૃષ્ણના મહાભારતકાળ એ બન્ને સાવ ભિન્ન -વિભિન્ન કાળ અને યુગમાં સર્જાયા હતા. રામ વખતે તેત્રાયુગ' હતો તો કૃષ્ણ વખતે એદ્વાપર’ યુગ તરીકે ઓળ્ખાયો..
    હિન્દુ દેવી-દેવતાઓની પૌરાણુક કથા કથા આલેખતા બે મહાકાવ્ય એટલે રામાયણ અને મહાભારત’ આમ તો એ બન્નેએ સાવ વિભિન્ન કાળખ્ંડમાં સર્જાયાં હતાં,છતાં અનેક પુરાણ કથાઓ અનુસાર અમુક પાત્ર એવાં હતાં, જે બન્ને કાળમાં હાજર હતાં-અસ્તિત્ત્વ ધરાવતા હતા અને આ બન્ને મહાકાળમાં એમણે બહુ અગત્યની ભૂમિકા ભજવી પણ હતી!
    એ રહસ્યમય 11 વ્યક્તિ કોણ હતી ?
    ચાલો, જાણીએ.
    વાયુદેવ

એ હનુમાન અને ભીમના પિતા હતા.હનુમાન પવનપુત્ર ‘ તરીકે ઓળખાતા તો ભીમ વાયુપુત્ર’ તરીકે જાણીતા હતા. એ દ્રિ્ષ્ટએ હનુમાનજી અને ભીમ ભાઈ-ભાઈ હતા..!

મયાસુર
અસુરના વિશ્વકર્મા એટલે મયાસુર..એ અસુર-દાનવના પ્રપંચી છતાં અતિ કુશળ સ્થપતિ -શિલ્પી હતા.
રામાયણમાં એનો ઉલ્લેખ રાવણનાં પત્ની મંદોદરીના પિતા તરીકે થયો છે .આમ રાવણના એ સસરા થયા..એમના રાજ્યના પાટનગરનું નામ મયરાષ્ટ્ર’ હતું (આજનું મેરઠ ).

મહાભારતમાંય આ મયાસુરનો ઉલ્લેખ છે. એ ખાંડવાપ્રસ્થ’ રાજ્યમાં રહેતો. એનો એક ખાસ સર્પમિત્ર હતો તક્ષક’.. હસ્તિનાપુરના વિભાજન પછી પાંડવો આ ખાંડવાપ્રસ્થમાં રહેવા આવ્યા હતા, જ્યાં અર્જુન અને મહાસર્પ તક્ષક વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે, જેમાં અર્જુન તક્ષકને પરાજિત કરે છે

હનુમાનજી
પવનપુત્ર હનુમાન તો રામ-સીતા-લક્ષ્મણ સાથે સંકળાઈ ગયેલી એક એવી અનોખી હસ્તિ છે,જેનો રામાયણ અને મહાભારત કાળની અનેક કથાઓમાં ઉલ્લેખ મળે છે.

વાયુદેવના બે સંતાન હનુમાન અને ભીમ હતા. મહાભારત કાળમાં વીર હનુમાનજીની મુલાકાત એમના શક્તિશાળી ભાઈ ભીમ સાથે કૈલાશ યાત્રા વખતે અકસ્માતે થાય છે.યુદ્ધા દરમિયાન ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને ગીતાજ્ઞાન આપી રહ્યા હતા ત્યારે એ રથમાં હનુમાનજી પણ હાજર હતા!

મહર્ષિ ભારદ્વાજ :
રામાયાણ
વનવાસની શઆતના દિવસોમાં રામ-સીતા-લક્ષ્મણ એમના આશ્રમમાં રહ્યા હતા.
મહાભારત
એ કાળમાં પાંડવ-કૌરવના ગુ દ્રોણાચાર્યના એ પિતાશ્રી હતા.
મહર્ષિ ભારદ્વાજે વિમાન વિદ્યા શિખવાડતા ગ્રંથો

લખ્યા છે.

આ ઉપરાંત બીજી 7 વ્યક્તિ છે
કુબેર – પરશુરામ- વિભિષણ -અગસ્ત્ય ઋષિ-શક્તિ મહર્ષિ- દુર્વસા-જાંબવાન
રામાયણ અને મહાભારત કાળનાં આ બધાં અગત્યનાં પૌરાણિક પાત્રો છે.એ બધાની બહુ રસપ્રદ કથા છે,પણા એ વિશે સવિસ્તર ફરી કયારેક્!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ