શેર બજાર

સેન્સેક્સ ૭૨,૭૨૧ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો, નિફ્ટી ૨૧,૯૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતીય ઇક્વિટી બજારે સતત ચોથા દિવસે તેજીના ટોન સાથે ઉર્ધ્વગતિ ચાલુ રાખી હતી, જેમાં બંને બેન્ચમાર્ક શેરઆંક તાજી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વિશ્ર્વબજારમાંથી નબળા સંકેત મળવા છતાં આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ ઇન્ફોસિસ અને ટીસીએસની બજારની અપેક્ષા અનુસારની ત્રિમાસિક અર્નિંગ્સ જાહેર થયા બાદ આઇટી શેરોમાં શરૂ થયેલી નોંધપાત્ર લેવાલીને કારણે બજારમાં તેજી આગળ વધી હતી. સત્રને અંતે સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૨,૭૨૦.૯૬ પોઇન્ટની નવી ઐતિહાસિક વિક્રમી સપાટીને અથડાઇને અંતે ૮૪૭.૨૭ પોઈન્ટ અથવા ૧.૧૮ ટકાના ઉછાળા સાથે ૭૨,૫૬૮.૪૫ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૧,૯૨૮.૨૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શીને અંતે ૨૪૭.૩૦ પોઈન્ટ અથવા ૧.૧૪ ટકા વધીને ૨૧,૮૯૪.૫૦ પોઇન્ટ પર પહોંચ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ આ સપ્તાહે લગભગ એક ટકાના વધારા સાથે અનુક્રમે ૭૨,૭૨૦.૯૬ પોઇન્ટ અને ૨૧,૯૨૮.૨૫ પોઇન્ટની તાજી વિક્રમી સપાટીને સ્પર્શ્યા હતા. નિફ્ટીમાં સૌથી વધુ નફો કરનારાઓમાં ઈન્ફોસિસ, ઓએનસીજી, ટેક મહિન્દ્રા, એલટીમાઇન્ડટ્રી અને ટીસીએસનો સમાવેશ હતો, જ્યારે સિપ્લા, અપોલો હોસ્પિટલ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વને નુકસાન થયું હતું.
બજારના સાધનો અનુસાર ઈન્ફોસીસે અપેક્ષાકૃત પરિણામોની જાણ કર્યા પછી અને ટીસીએસએ હકારાત્મક રીતે શેરધારકોને આશ્ર્ચર્યચકિત કર્યા પછી આઈટી શેરોમાં જોવા મળેલી મજબૂત લેવાલી બજારની રેલી માટેનું એકમાત્ર સૌથી મોટું ટ્રિગર રહ્યું હતું. દેશના સૌથી મોટા સોફ્ટવેર નિકાસકાર ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ (
ટીસીએસએ ૮.૨ ટકાની વૃદ્ધિ સાથે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૧૧,૭૩૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. તેની આવક ચાર ટકા વધીને રૂ. ૬૦,૫૮૩ કરોડ થઈ છે. જ્યારે ઇન્ફોસિસે ૭.૩ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૧૦૬ કરોડનો ચોખ્ખો નફો અને ૧.૩ ટકાના સામાન્ય વધારા સાથે રૂ. ૩૮,૮૨૧ કરોડની આવક નોંધાવી છે.
શેરબજારોના સંગઠન એનમી (એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જીસ ઓફ ઇન્ડિયા)ની શેરબજાર અને સ્ટોક એક્સચેન્જ તથા માર્કેટના મધ્યસ્થીઓના વર્તમાન અને ભાવિને આવરી લેતી સ્ટોકટેક ૨૦૨૪માં ૯૦૦થી વધુ એક્સચેન્જ બ્રોકર્સ અને મેમ્બર્સ સહભાગી થયા હતા. એનમીએ સ્ટોક બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીનો દેશનો સૌથી મોટો સર્વે હાથ ધરીને ટેકનોલોજીકલ ટ્રેન્ડ તૈયાર કર્યો છે. ગ્લોબલ એડટેક કંપની ટેલેન્ટસ્પ્રીન્ટે ગુગલ દ્વારા સમર્થિત તેનો છઠો કોહોર્ટ ઓફ વીમેન એન્જિનિયર્સ જાહેર કર્યો છે, જેમાં એક લાખ રૂપિયાની સ્કોલરશિપ સહિત પસંદ થયેલા ૨૦૦ વિદ્યાર્થીને પ્રોગ્રામ ફી કવર થઇ જાય એ પ્રકારની ૧૦૦ ટકા સ્કોલરશિપ અપાશે.
ઓદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં સરકાર ઉત્તરપૂર્વમાં આયુર્વેદ અને હોમિઓપથીને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે પોર્ટ, શિપિંગ, વોટરવેઝ અને આયુષ ખાતાના કેન્દ્રિય પ્રધાન સર્બનંદા સોનોવાલે આ.ુષ સેકચર માટે નોર્થ ઇસ્ટમાં પ્રથમ પંચકર્મા બ્લોકની જાહેરાત કરી હતી.
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિ-બિલિટીના ભાગરૂપે જેએસડબલ્યુ ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલે ભારતીય બંધારમના ૭૫મા વર્ષ નિમિત્તે કારીગરો દ્વારા તૈયાર કરેલા ૭૫ હેન્ડમેડ ટેક્સટાઇલ આર્ટવર્કનું ઉદ્દઘાટન કર્યું હતું જેની સાથે કમિશનમુક્ત આર્ટિસન બજારનું પણ આયોજન હતું. અમેરિકાના ઇન્ફ્લેશનમાં સહેજ વધારો થવા સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરનો કાપ પાછળ ધકેલી શકે એવી સંભાવના વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોના સંકેતો નબળા હોવા છતાં ભારતીય શેરબજારમાં ઊંચા ગેપ સાથે કામકાજ શરૂ થયું હતું અને સુધારો આગળ વધ્યો હતો. ઓટો અને ફાર્મા સિવાયના તમામ ક્ષેત્રોમાં ખરીદીને લીધે શેરબજાર તાજી ઓલટાઇમ ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.
અમેરિકાના ઇન્ફ્લેશનમાં સહેજ વધારો થવા સાથે ફેડરલ રિઝર્વ વ્યાજદરનો કાપ પાછળ ધકેલી શકે એવી સંભાવના વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોના સંકેતો નબળા હોવા છતાં ભારતીય શેરબજારમાં ઊંચા ગેપ સાથે કામકાજ શરૂ થયું હતું અને સુધારો આગળ વધ્યો હતો. ઓટો અને ફાર્મા સિવાયના તમામ ક્ષેત્રોમાં ખરીદીને લીધે શેરબજાર તાજી ઓલ-ટાઇમ ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સિંગલ સૌથી મોટો ગેનર બન્યો હતો, કારણ કે તે લગભગ પાંચ ટકા ઊછળ્યો હતો જેમાં ઇન્ફોસિસ લગભગ આઠ ટકા અને કોફોર્જ પાંચ ટકા વધ્યો હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ, એમ્ફસીસ અને એલટીમાઇન્ડટ્રી પ્રત્યેકમાં લગભગ ચાર ટકા જેવો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સિંગલ સૌથી મોટો ગેનર બન્યો હતો, કારણ કે તે લગભગ પાંચ ટકા ઊછળ્યો હતો જેમાં ઇન્ફોસિસ લગભગ આઠ ટકા અને કોફોર્જ પાંચ ટકા વધ્યો હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ, એમ્ફસીસ અને એલટીમાઇન્ડટ્રી પ્રત્યેકમાં લગભગ ચાર ટકા જેવો વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે જાપાનનો નિક્કી શેર સરેરાશ ૩૪ વર્ષની ટોચે પહોંચ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…