શેર બજાર

વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ઊંચી સપાટી સામે ૧૬૦૦ અને પાછલા બંધ સામે ૭૦૦ પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી વિક્રમી સ્તરે જઇ લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર તેજી સાથે ઊંચી સપાટીએ શરૂઆત કર્યા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં બંને બેન્ચમાર્ક રેડ ઝોનમાં સરકી ગયા હતા. વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ઊંચી સપાટી સામે સત્ર દરમિયાન ૧૬૩૮ પોઇન્ટની અને પાછલા બંધ સામે ૧૧૪૪ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટીસત્ર દરમિયાન નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયા બાદ નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો.

સેન્સેક્સે ખૂલતા સત્રમાં ૭૫,૦૦૦ની સપાટી વટાવી નાંખી હતી અને નિફ્ટીએ ૨,૮૦૦ નજીક પહોચીને નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, રોકાણકારોએ બપોરના સત્ર દરમિયાન એકાએક ટેલિકોમ, કેપિટલ ગુડ્સ અને ટેક શેરોમાં ઝડપી વેચવાલી ચલાવી હોવાથી ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટથી વધુ ગગડીને ૭૪,૦૦૦ના સ્તરની નીચે સરકી ગયો હતો અને નિફ્ટીએ શુક્રવારે વિક્રમી ઊંચાઈથી પીછેહઠ કરી હતી.

ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી અને એચડીએફસી બેંકના કાઉન્ટર્સમાં ભારે વેચવાલીનું દબાણ પણ બંને બેન્ચમાર્કને નીચી સપાટીએ ધકેલવા માટે કારણભૂત બન્યું હોવાનું બજારના સાધનોે જણાવ્યું હતું.

ત્રીસ શેર ધરાવતો સેન્સેક્સ દિવસની શરૂઆતમાં ૪૮૪.૦૭ પોઈન્ટના ઉછાળા પછી ૭૩૨.૯૬ પોઈન્ટ અથવા ૦.૯૮ ટકા ઘટીને ૭૩,૮૭૮.૧૫ પોઇન્ટ પર સેટલ થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૭૫,૦૯૫.૧૮ પોઇન્ટની ઇન્ટ્રા-ડે હાઈ સપાટી સામે ૧,૬૨૭.૪૫ પોઈન્ટના કડાકા સાથે ૭૩,૪૬૭.૭૩ પોઇન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

એ જ રીતે, એનએસઇનો પચાસ શેરવાળો નિફ્ટી પણ ૧૭૨.૩૫ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકા ઘટીને ૨૨,૪૭૫.૮૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. બેન્ચમાર્ક પ્રારંભિક કામકાજ દરમિયાન ૧૪૬.૫ પોઈન્ટ અથવા ૦.૬૪ ટકા વધીને ૨૨,૭૯૪.૭૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટીને અથડાયો હતો.

સેન્સેક્સ બાસ્કેટમાંથી, લાર્સન એન્ડ ટુબ્રો, મારૂતિ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક અને જેએસડબલ્યુ સ્ટીલ મુખ્ય ઘટનારા શેરોમાં સામેલ હતા.
બજાજ ફાઇનાન્સ લગભગ એકાદ ટકા ઊછળ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ ઈ-કોમ અને ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ દ્વારા લોન મંજૂર કરવા અને વિતરણ કરવા પર બજાજ ફાઈનાન્સ પરના નિયંત્રણો હટાવ્યા હોવાનું કંપનીએ ગુરૂવારે એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું.

ગયા વર્ષે નવેમ્બરમાં સેન્ટ્રલ બેંકે બજાજ ફાઇનાન્સને તેના બે ધિરાણ ઉત્પાદનો, ઇકોમ અને ઇન્સ્ટા ઇએમઆઈ કાર્ડ હેઠળ લોનની મંજૂરી અને વિતરણ અટકાવવા નિર્દેશ કર્યો હતો, કારણ કે કંપની ડિજિટલ યંત્રણા ધિરાણ માર્ગદર્શિકાની હાલની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ફોસીસ સહિતના શેરો ટોપ ગેઇનર્સમાં સામેલ હતા.

બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, યુ.એસ. નોન-ફાર્મ પેરોલની જાહેરાત અગાઉા પ્રોફિટ બુકિંગ અને થોડી સાવચેતીના માનસને પરિણામે બજારમાં વેચાણનું દબાણ આવ્યું છે. જો કે, અત્યાર સુધીના કોર્પોરેટ સેકટરના ચોછા ક્વાર્ટરના પરિણામોમાં નોંધપાત્ર નકારાત્મક સેટબેકની ગેરહાજરી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જેવા પરિબળો માર્કેટને સેટલ થવામાં મદદ કરી શકે છે. જોકે કરેક્શન વ્યાપક અને સાર્વત્રિક આધારવાળું હતું. સ્થાનિક બજારમાં વિદેશી ફંડોની વેચવાલીને કારણે લાર્જકેપ સ્ટોક મુખ્ય અંડરપર્ફોર્મર બન્યા હતા.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરૂવારે રૂ. ૯૬૪.૪૭ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી. એશિયન બજારોમાં, હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં સ્થાયી થયું, જ્યારે સિઓલ નીચા સ્તરે બંધ થયું હતું. ટોક્યો અને શાંઘાઈના બજારો રજાઓ માટે બંધ હતા. યુરોપિયન બજારો ખૂલતા બજારમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વોલ સ્ટ્રીટના શેરબજાર ગુરૂવારે પોઝિટીવ જોનમાં બંધ રહ્યાં હતાં.

ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૬ ટકા ઘટીને ૮૩.૬૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે. ગુરૂવારે, બીએસઇ બેન્ચમાર્ક ૧૨૮.૩૩ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા વધીને ૭૪,૬૧૧.૧૧ પોઇન્ટ પર સેટલ થયો હતો. એનએસઇ નિફ્ટી ૪૩.૩૫ પોઈન્ટ્સ અથવા ૦.૧૯ ટકા વધીને ૨૨,૬૪૮.૨૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો.

સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૦.૭૫ ટકા, બજાજ ફિનસર્વ ૦.૬૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૯ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૧૮ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૮ ટકા વધ્યા હતા જ્યારે લાર્સન ૨.૭૪ ટકા, મારૂતિ ૨.૩૭ ટકા, ભારતી એરટેલ ૨.૨૫ ટકા, નેસ્લે ઈન્ડિયા ૨.૨૨ ટકા અને રિલાયન્સ ૨.૧૭ ટકા ઘટ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…