નેશનલ

Operation Smiling Buddha : ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ, આજે પણ અકબંધ છે રહસ્ય

નવી દિલ્હી : 18મી મે, આ દિવસ ભારત માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં એક મિશન વિશેની ચર્ચા વધુ તીવ્ર બની હતી. આ મિશનનું નામ હતું “ઓપરેશન સ્માઈલીંગ બુદ્ધા”(Operation Smiling Buddha) જે પરમાણુ પરીક્ષણ (Nuclear testing) સાથે સંકળાયેલ હતું. 18 મે 1974 એ વિશ્વભરના દેશોને ખબર પડી કે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા મિશન સફળ રહ્યું છે. વિશ્વએ ભારતની પરમાણુ ક્ષમતાને માની.

વિશ્વના ઘણા દેશો ભારતની જાસૂસી કરતા હતા

પરંતુ શું તમે જાણો છો કે ઓપરેશન સ્માઈલિંગ બુદ્ધા શું છે ? આ વર્ષ હતું 1974નું જ્યારે ભારત સરકાર પોખરણ રેન્જમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવાની હતી. જ્યારે આ મિશનનું નામ શું હોવું જોઈએ તેની ચર્ચા કરવામાં આવી ત્યારે એક નામ સામે આવ્યું જે હતું સ્માઈલીંગ બુદ્ધા. આ પરમાણુ પરીક્ષણ કરવું એટલું સરળ નહોતું. તે સમયે વિશ્વના ઘણા દેશો ભારતની જાસૂસી કરતા હતા.

ભારતનું અત્યંત ગુપ્ત મિશન, જેણે વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું

આ મિશન ઇન્ડિયન એટોમિક રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર રાજા રમન્નાની દેખરેખ હેઠળ શરૂ થયું હતું. સમગ્ર ઓપરેશન બીઆરસી દ્વારા 7 સપ્ટેમ્બર 1972 ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણ ગુપ્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. ભારતનું આ મિશન ઘણું મોટું હતું. વિશ્વને તેના વિશે કોઈ સંકેત ન મળે તેની ખાતરી કરવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી. પોખરણ રેન્જ પાકિસ્તાન બોર્ડર પાસે છે. આવી સ્થિતિમાં જાસૂસીની પૂરી સંભાવના હતી. આવી સ્થિતિમાં ભારતીય વૈજ્ઞાનિકોએ દુનિયાની નજરથી બચવા માટે અદ્ભુત કામ કર્યું હતું.

ભારત ક્યારેય કોઈ દેશ પર પરમાણુ હુમલો નહીં કરે

આમાં ભારતીય સેનાના જવાનોએ તેમનો સાથ આપ્યો હતો. ભારતે પોખરણમાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર વિશ્વની આંખોમાં ધૂળ નાખી. આ સાથે ભારત પરમાણુ બોમ્બ ધરાવનારો છઠ્ઠો દેશ બન્યો. જો કે આવનારા થોડા સમય માટે ભારતે આના પરિણામ ભોગવવા પડ્યા. હકીકતમાં, વિશ્વના ઘણા દેશોએ આ સમયે ભારત પર વેપાર અને અન્ય વસ્તુઓ પર નિયંત્રણો મૂકી દીધા હતા. જો કે, ભારતે હંમેશા ઓપન ફોરમમાં કહ્યું છે કે ભારતનું પરમાણુ પરીક્ષણ શાંતિ જાળવવા માટે છે. ભારત ક્યારેય કોઈ દેશ પર પરમાણુ હુમલો નહીં કરે.

ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંસદ ભવનમાં પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે ભારત સક્ષમ હોવા છતાં પણ પરમાણુ હથિયાર નહીં બનાવે. પરંતુ આ એક અલગ યુગ હતો. આ સમય સુધી હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારાનો ઉપયોગ થતો હતો. આ સમય સુધી પાકિસ્તાન ભારતનું કટ્ટર વિરોધી બન્યું ન હતું. સમગ્ર વિશ્વમાં સમીકરણો અલગ હતા. પરંતુ લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધીના વિચારો જવાહરલાલ નેહરુના વિચારો કરતા સાવ અલગ હતા. ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન પરમાણુ કાર્યક્રમના શાંતિપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દુનિયાભરના દેશો ભારતની પરમાણુ ક્ષમતામાં વિશ્વાસ કરવા લાગ્યા

જ્યારે ઈન્દિરા ગાંધી સત્તામાં આવ્યા પછી પરમાણુ કાર્યક્રમને વેગ મળ્યો. લગભગ 75 વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમે પરમાણુ બોમ્બનું પરીક્ષણ સફળ બનાવ્યું. આ ટીમની મહેનતથી ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ સફળ થયું. રાજા રમન્ના આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે 1967 થી 1974 સુધી કામ કર્યું હતું. પરિણામ એ આવ્યું કે ભારતે પ્રથમ વખત સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું. જેના લીધે દુનિયાભરના દેશો ભારતની પરમાણુ ક્ષમતામાં વિશ્વાસ કરવા લાગ્યા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર