Virat Kohliને જોવા ગમે છે એવા વીડિયો… Dinesh Kartikએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

ટી20 વર્લ્ડકપની ઐતિહાસિક જિત બાદ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીમ બુમરાહને બ્રેક આપવામાં આવ્યો છે પણ હવે એક મહિના બાદ બંને દિગ્ગજ ફરી એક વખત મેદાન પર જોવા મળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીનો વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી ઓગસ્ટથી ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાવવાની છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું સુકાન રોહિત શર્માને સોંપવામાં આવ્યું છે.
જોકે, શ્રીલંકામાં રમાનારી મેચ પહેલાં જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli)ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ ખુલાસો વિરાટના મિત્ર અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી દિનેશ કાર્તિક (Dinesh Kartik)એ કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે પ્રવાસ દરમિયાન કે ખાલી પડેલાં સમયમાં વિરાટ કોહલીને કયા વીડિયો જોવા ગમે છે.
આ પણ વાંચો: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે પહોંચી કૃષ્ણદાસના કિર્તનમાં… વીડિયો થયો વાઈરલ
આ ઈન્ટરવ્યુમાં દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે કોહલીને એલિયન્સના વીડિયો જોવાના ગમે છે. પ્રવાસમાં તે સતત એલિયન્સના વીડિયો જોતો જ રહે છે. એટલું જ નહીં વિરાટને એ જાણવામાં પણ રસ હોય છે કે સાચે એલિયન્સ હોય છે, તે ક્યાં રહે છે અને કેવા દેખાય છે? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વિરાટ સતત આવા જ વીડિયો જોતો હોય છે.
એટલું જ નહીં દિનેશ કાર્તિકે આગળ એવું પણ જણાવ્યું હતું કે એક દિવસ વિરાટે મને પણ એલિયન્સ વિશે જણાવ્યું હતું. વિરાટને એલિયન્સના વિષયમાં ખૂબ જ રસ છે, એવો ખુલાસો પણ તેણે કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 અને ત્રણ વનડે મેચ રમાશે. પહેલી ટી20 મેચ 27મી જુલાઈના રમાશે અને પહેલી વનડે મેચ બીજી ઓગસ્ટના સમાશે. વનડે સિરીઝમાં ક્રિકેટ ફેન્સ ફરી એક વખત વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા જોઈ શકશે.