બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે કેસ નોંધાયો, જાણો પોલીસે શું કહ્યું
બેંગલુરુ: પોલીસે વિરાટ કોહલી(Viarat Kohli)ની માલિકીની વન8 કોમ્યુન (one8 commune) પબ સામે કેસ નોંધાયો છે, નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી પબ ખુલ્લું રખાવા બદલ FIR નોંધવામાં આવી છે. શહેરના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પબ રાતના 1.30 વાગ્યા સુધી ખુલ્લું હોવાનું જાણવા મળ્યું હતું, જયારે પબ બંધ કરવાનો સમય 1 વાગ્યાનો છે.
મોડી રાત્રે આ વિસ્તારમાં મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવતું, હોવાની ફરિયાદો મળ્યા બાદ આ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમની નજીક આવેળા વન8 કોમ્યુન પબ નિયમો પર ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે, અન્ય કેટલાક પબ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “મોડી રાત્રે મોટા અવાજે સંગીત વગાડવામાં આવતું હોવાની ફરિયાદો અમને મળી હતી. તપાસ ચાલુ છે, અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.”
વિરાટ કોહલીની One8 કોમ્યુનની શાખાઓ દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા અન્ય મેટ્રો શહેરોમાં પણ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં બેંગલુરુ બ્રાંચ શરૂ કરવામાં આવી હતી.
ગયા વર્ષે મુંબઈનું One8 કોમ્યુન વિવાદમાં સપડાયું હતું, તમિલનાડુના એક વ્યક્તિએ X પરના એક વિડિયોમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેને “વેષ્ટી” પહેરવા બદલ One8 કોમ્યુનની મુંબઈ શાખામાં પ્રવેશ અપાયો ન હતો.
વિરાટ-કોહલીની માલિકીની રેસ્ટોરન્ટ ચેઇન One8 કોમ્યુન ગયા વર્ષે પણ સમાચારોમાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે ફોનોગ્રાફિક પર્ફોર્મન્સ લિમિટેડ (PPL) કોપીરાઈટ ધરાવે છે એવા ગીતો વગાડવા One8 કોમ્યુન પર રોક લગાવી હતી.
Also Read –