IPL 2024સ્પોર્ટસ

આઇપીએલનું પ્લે-ઑફ માટેનું સમીકરણ હજી પણ મૂંઝવે છે

56 મૅચ રમાઈ ચૂકી છે છતાં હજી એકેય ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફ માટે ક્વૉલિફાય નથી થઈ અને કોઈ ટીમ હજી બહાર પણ નથી થઈ

નવી દિલ્હી: આઇપીએલની 17મી સીઝનમાં અત્યાર સુધીમાં 56 મૅચ રમાઈ છે. એમાંની અનેક મૅચ હાઈ-સ્કોરિંગવાળી હતી અને મોટા ભાગની મૅચ છેલ્લી ઓવર કે લાસ્ટ બૉલ સુધીની રોમાંચક બની. જોકે 56 મૅચ રમાયા પછી પણ હજી સુધી એક પણ ટીમે સત્તાવાર રીતે ચાર ટીમના પ્લે-ઑફમાં જગ્યા પાક્કી નથી કરી અને એકેય ટીમ સત્તાવાર રીતે રેસની બહાર નથી થઈ. રાજસ્થાન રૉયલ્સને મંગળવારે દિલ્હી કૅપિટલ્સને હરાવીને પ્લે-ઑફમાં નામ લખાવનારી પ્રથમ ટીમ બનવાનો મોકો હતો, પણ દિલ્હીએ એક્સાઇટિંગ ટક્કરમાં 20 રનથી વિજય મેળવીને રાજસ્થાનની એન્ટ્રી વિલંબમાં મૂકી હતી અને પોતાના માટે આશા વધુ પ્રબળ બનાવી હતી.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સ 16-16 પૉઇન્ટ સાથે મોખરે હોવા છતાં હજી સત્તાવાર રીતે પ્લે-ઑફ માટે ક્વૉલિફાય નથી થઈ. આ બન્ને ટીમ લાસ્ટ-ફોરની લગોલગ છે. બસ, આ બે ટીમે માત્ર એક જીત મેળવવાની બાકી છે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ઉપરાંત દિલ્હી કૅપિટલ્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ પણ 12-12 પૉઇન્ટ સાથે મજબૂત દાવેદાર છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુની ટીમ જે એક સમયે સાવ તળિયે હતી એણે પણ આઠ પૉઇન્ટ સાથે પ્લે-ઑફ માટેનો દાવો નથી છોડ્યો. પંજાબ કિંગ્સના પણ આઠ પૉઇન્ટ છે અને એ પણ હજી તો દાવેદાર કહી જ શકાય.
ટ્રાફિક જામ છે. મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સના પણ આઠ-આઠ પૉઇન્ટ છે એટલે એનો દાવો પણ હજી સક્રિય છે જ. હા, છેલ્લે જે બે નામ લીધા એનું આ સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ તો છે જ.
મુંબઈ આજે પ્રાર્થના કરશે કે લખનઊની ટીમ હૈદરાબાદને હરાવી દે.
દરેક ટીમે 14 લીગ મૅચ રમવાની છે. આમ જોવા જઈએ તો દિલ્હી અને મુંબઈની સૌથી વધુ 12-12 મૅચ થઈ છે એટલે છેલ્લી છ ટીમમાંથી એમના માટે રસ્તો વધુ કઠિન છે. એમની હવે માત્ર બે લીગ મૅચ રમાવાની બાકી છે. બાકીની આઠ ટીમે હજી ત્રણ-ત્રણ મૅચ રમવાની છે.

કોના કેટલા પૉઇન્ટ, કેટલી મૅચ રમવાની બાકી

(1) કોલકાતા: 16 પૉઇન્ટ, +1.453 રનરેટ, બાકીની મૅચો (મુંબઈ, ગુજરાત, રાજસ્થાન સામે)
(2) રાજસ્થાન: 16 પૉઇન્ટ, +0.476 રનરેટ, બાકીની મૅચો (ચેન્નઈ, પંજાબ, કોલકાતા સામે)
(3) ચેન્નઈ: 12 પૉઇન્ટ, +0.700 રનરેટ, બાકીની મૅચો (ગુજરાત, રાજસ્થાન, બેન્ગલૂરુ સામે)
(4) હૈદરાબાદ: 12 પૉઇન્ટ, -0.065 રનરેટ, બાકીની મૅચો (લખનઊ, ગુજરાત, પંજાબ સામે)
(5) દિલ્હી: 12 પૉઇન્ટ, -0.316 રનરેટ, બાકીની મૅચો (બેન્ગલૂરુ, લખનઊ સામે)
(6) લખનઊ: 12 પૉઇન્ટ, -0.371 રનરેટ, બાકીની મૅચો (હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ સામે)
(7) બેન્ગલૂરુ: 8 પૉઇન્ટ, -0.049 રનરેટ, બાકીની મૅચો (પંજાબ, દિલ્હી, ચેન્નઈ સામે)
(8) પંજાબ: 8 પૉઇન્ટ, -0.049 રનરેટ, બાકીની મૅચો (બેન્ગલૂરુ, રાજસ્થાન, હૈદરાબાદ સામે)
(9) મુંબઈ: 8 પૉઇન્ટ, -0.212 રનરેટ, બાકીની મૅચો (કોલકાતા, લખનઊ સામે)
(10) ગુજરાત: 8 પૉઇન્ટ, -1.320 રનરેટ, બાકીની મૅચો (ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ સામે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…