સ્પોર્ટસ

ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડના ઘરઆંગણે સૂપડા સાફઃ ઓસ્ટ્રેલિયાએ સિરીઝ જીતી

ઓકલેન્ડઃ ઓસ્ટ્રેલિયાએ સતત ત્રીજી ટી-20 મેચમાં યજમાન ન્યૂ ઝીલેન્ડને હરાવીને ત્રણ મેચની ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધી હતી. ઓકલેન્ડમાં રમાયેલી ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લૂઈસ હેઠળ કિવિ ટીમને 27 રનથી હરાવ્યું હતું. ઓકલેન્ડમાં વરસાદના કારણે મેચ 10-10 ઓવરની કરવામાં આવી હતી.

ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. કાંગારૂ ટીમે બીજી ઓવરના ત્રીજા બોલ પર સ્ટીવ સ્મિથ (04)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી ત્યાર બાદ ટ્રેવિસ હેડ અને મેથ્યુ શોર્ટે ઇનિંગને સંભાળી હતી.

શોર્ટ બાદ મેક્સવેલ ક્રિઝ પર આવ્યો હતો. આ પછી ટ્રેવિસ 10મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો અને પછીની ઓવરમાં વરસાદે વિક્ષેપ કર્યો અને ઓસ્ટ્રેલિયા ફરીથી બેટિંગમાં આવી શક્યું નહીં.

વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા માત્ર 10.4 ઓવર જ રમી શક્યું અને આ દરમિયાન તેણે 118 રન કર્યા હતા. વરસાદ બાદ ન્યૂ ઝીલેન્ડ બેટિંગ કરવા આવ્યું અને તેને 10 ઓવરમાં 126 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેનો પીછો કરતા ન્યૂ ઝીલેન્ડની ટીમ ત્રણ વિકેટ ગુમાવી 98 રન જ કરી શકી હતી.

10 ઓવરમાં 126 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂ ઝીલેન્ડને બીજી ઓવરના ચોથા બોલ પર વિલ યંગના રૂપમાં પહેલો ફટકો પડ્યો હતો, જે 7 બોલમાં 14 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં ટિમ સેફર્ટ (02) આઉટ થયો હતો.

આ જ રીતે કિવિ ટીમે 29 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ગ્લેન ફિલિપ્સ અને માર્ક ચેપમેને ચોથી વિકેટ માટે અણનમ 47 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme