સ્પોર્ટસ

રવિ શાસ્ત્રી દિલ્હીમાં સ્મૃતિ મંધાનાના નામની હજારો પ્રેક્ષકોની બૂમો સાંભળીને છક થઈ ગયા

નવી દિલ્હી: અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનની ફાઇનલના એક કલાક પહેલાં દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન ખાતે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમના અસંખ્ય ચાહકોએ ‘આરસીબી…આરસીબી’ની બૂમો પાડીને સ્ટેશન ગજાવી મૂક્યું હતું. એ તો ઠીક, પણ મૅચ સાડાસાતે શરૂ થઈ એના અડધા કલાક પહેલાં જ્યારે ટૉસ ઉછાળવાનો સમય થયો અને આરસીબીની કૅપ્ટન સ્મૃતિ મંધાના મેદાન પર ઊતરી કે તરત જ અનેક સ્ટૅન્ડમાંથી હજારો પ્રેક્ષકોએ મંધાનાને ચિયર-અપ કરવા ‘આરસીબી’ના નામની ઘણી વાર સુધી બૂમો પાડી હતી.

મૅચ દિલ્હીના મેદાન પર રમાવાની હતી અને દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતની સીઝનમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. એટલું જ નહીં, દિલ્હી કૅપિટલ્સની ટીમ સતત બીજી સીઝનમાં ફાઇનલમાં પહોંચી હોવા છતાં મોટા ભાગના પ્રેક્ષકો આરસીબીની તરફેણમાં હતા અને તેમણે સ્મૃતિ મંધાનાને અને તેની ટીમને પોરસ ચડે એ રીતે ઘણી વાર સુધી તેમને ચિયર-અપ કરી હતી.

ભારતના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી એ સમયે મંધાનાની સામે ટૉસના પ્રેઝન્ટર તરીકે મેદાન પર જ હતા અને મંધાનાને લોકોને જે પ્રતિસાદ મળી રહ્યો હતો એનાથી છક થઈ ગયા હતા.

શાસ્ત્રી પ્રેક્ષકોના પ્રતિસાદથી એટલા બધા અચંબામાં મૂકાઈ ગયા હતા કે તેઓ માઇકમાં બોલ્યા, ‘હું જાણું છું આ દિલ્હી છે, પણ હું બેન્ગલૂરુમાં હોઉં એવું મને લાગી રહ્યું છે.’

પ્રેક્ષકોના પ્રેમ અને રવિ શાસ્ત્રીની અચરજભરી પ્રતિક્રિયા જોઈને સ્મૃતિ મંધાના માત્ર થોડું હસી હતી.

આરસીબી અને ડીસી વચ્ચે આ વખતની ડબ્લ્યૂપીએલમાં આ ત્રીજી ટક્કર હતી. અગાઉની બન્ને ટક્કરમાં ડીસીનો વિજય થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme