હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું ઇનામ
નવી દિલ્હી: ભારતમાં હૉકીની રમતનું અને એની ઇવેન્ટ્સનું સંચાલન કરતી હૉકી ઇન્ડિયા નામની સંસ્થાએ પૅરિસ ઑલિમ્પિક્સનો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.
આ મેડલ-વિજેતા ટીમના સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને 7.50 લાખ રૂપિયા મળશે.
ભારત સતત બીજી ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીત્યું છે. ભારતે મેન્સ હૉકીમાં બ્રૉન્ઝ જીત્યો હોય એવું 1968 અને 1972 બાદ (બાવન વર્ષે) ફરી એક વાર (2021 અને 2024) બન્યું છે.
11 ખેલાડી એવા છે જેઓ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પછી હવે 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ બ્રૉન્ઝ વિજેતા હૉકીના મેમ્બર છે. એમાં હરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, પીઆર શ્રીજેશ (ગોલકીપર), હાર્દિક સિંહ, મનદીપ સિંહ, ગુર્જન્ત સિંહ, અમિત રોહિદાસ, લલિત ઉપાધ્યાય, સુમિત, શમશેર સિંહ અને વિવેક સાગર પ્રસાદ.
આ પણ વાંચો ; હૉકી ઇન્ડિયાએ શ્રીજેશને અત્યારથી જ જુનિયર ટીમના હેડ-કોચની નોકરી આપી દીધી
હવે ભારતનો પડકાર કઈ રમતમાં?
ગૉલ્ફ: વ્યક્તિગત ફાઇનલ, અદિતી અશોક અને દિક્ષા ડાગર, બપોરે 12.30
કુસ્તી: મહિલાઓની ફ્રીસ્ટાઇલ, 76 કિલો વર્ગ, પ્રી-ક્વૉર્ટર ફાઇનલ, રીતિકા હૂડા વિરુદ્ધ બર્નાડેટ નૅગી (હંગેરી), બપોરે 2.51
પૅરિસ ઑલિમ્પિક્સમાં કોના કેટલા મેડલ?
ક્રમ દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
1 ચીન 32 25 20 77
2 અમેરિકા 30 38 35 103
3 ઑસ્ટ્રેલિયા 18 15 14 47
4 ફ્રાન્સ 14 19 22 55
5 ગ્રેટ બ્રિટન 14 17 21 52
6 જાપાન 13 8 13 34
7 સાઉથ કોરિયા 13 8 7 28
8 નેધરલૅન્ડ્સ 11 6 8 25
9 ઇટલી 10 11 10 31
10 જર્મની 10 9 7 26
54 પાકિસ્તાન 1 0 0 1
65 ભારત 0 1 4 5