પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

વિનેશ ઉપરાંત આ ખેલાડીઓને પણ શોકિંગ રીતે ગેરલાયક ઠેરવવામાં આવ્યા, જાણો શું થયું હતું

ફ્રાંસને પેરીસમાં ચાલી રહેલા ઓલમ્પિક 2024 (Paris Olympic 2024)ની 50 Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલમાં વિનેશ ફોગાટ (Vinesh Phogat) ભારતને ગોલ્ડ મેડલ અપાવે તેવી આશા હતી, પરંતુ મેચ પહેલા જ આ સપનું તૂટી ગયું છે. 50કિલોગ્રામથી 100-150 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશને મેચ માટે ગેરલાયક ઠરાવવામાં આવી છે.

જેને કારણે દેશના ખેલપ્રેમીઓ નિરાશ થયા છે. વડા પ્રધાન મોદીએ ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા(PT Usha)ને ઓલમ્પિક કમિટી સમક્ષ દરખાસ્ત કરવાનું સુચન કર્યું છે. જોકે વિનેશ ફાઈનલ મેચ રમી શકે એવી કોઈ આશા નથી.
વિનેશ ઉપરાંત ઘણા એવા ખેલાડીઓ છે જેમને પેરીસ ઓલમ્પિકમાં જેતે સ્પોર્ટ ઇવેન્ટ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે, જેમાંના કેટલાકલ વિષે વાંચો

લ્યુક ગ્રીનબેંક, બ્રિટન (Luke Greenbank, Britain):

બ્રિટિનના 26 વર્ષીય સ્વિમર લ્યુક ગ્રીનબેંક (Luke Greenbank)એ પુરૂષોની 200-મી બેકસ્ટ્રોકમાં પ્રથમ સ્થાને આવ્યો હતો, ત્યાર બાદ તને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

જ્યારે લ્યુક પૂલમાંથી બહાર નીકળ્યો ત્યારે ગ્રીનબેંક તેના 1:56.08 ના પ્રદર્શનથી ખુશ દેખાતો હતો. જો કે, જ્યારે તેણે સ્કોરબોર્ડ પર જોયું તો તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો, ત્યારે તે ઘૂંટણિયે પડી ગયો.

લ્યુકને વર્લ્ડ એક્વેટિક્સ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. નિયમ મુજબ ખેલાડી દરેક ટર્નની શરૂઆતમાં સતત 15 મીટરથી વધુ પાણીની અંદર રહી શકે નહીં. ગ્રીનબેંક તેના ત્રીજા ટર્ન દરમિયાન 15-મીટરથી વધુ સમય માથું પાણીની નીચે રાખ્યું હતું, તેને રેસમાંથી અયોગ્ય ઠરાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં Vinesh Phogatને ગેરલાયક ઠેરવવાને લઈને લોકસભામાં હંગામો, રમત ગમત પ્રધાન આપશે જવાબ

ગ્રીનબેંકે અગાઉ 2021 માં ટોક્યો ઓલિમ્પિક દરમિયાન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન 4×100-m મેડલી માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો. 2024 ઓલિમ્પિકમાં આ વખતે તે માત્ર 200-મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં જ ક્વોલિફાય થયો હતો.

ફેઈથ કિપયેગોન, કેન્યા (Faith Kipyegon, Kenya) :

પેરીસ ઓલમ્પિકમાં 5,000 મીટર દોડ પણ વિવાદમાં રહી હતી. કેન્યાની 30 વર્ષીય ફેઈથ કિપયેગો બીજા સ્થાને રહી હતી, પરંતુ ત્યાર બાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

રેસમાં લગભગ સાડા 12 મિનિટે 4,200 મીટરના થોડા સમય પહેલા આ વિવાદિત ઘટના બની હતી. કિપયેગોન સૌથી આગળ હતી, વર્લ્ડ રેકોર્ડ ધારક ઇથોપિયાની 27 વર્ષીય ગુડાફ ત્સેગેએ તેના ટ્રેકની બહાર જઈ તેને ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. કિપયેગોને ગુડાફ ત્સેગેને થોડો ધક્કો માર્યો, એવુ કહેવા કે આ ટ્રેકમાં જગ્યાની નથી.

કિપયેગોના બહાર પગ મુકતા જ તેણી પાછળ રહેલી બીટ્રિસ ચેબેટ કંઇક કહ્યું અને બંને વચ્ચે કંઇક વાત થઇ. બીટ્રિસ ચેબેટ પ્રથમ ક્રમે રહી, કિપયેગો બ્રીજ ક્રમે રહી અને નેધરલેન્ડની 31 વર્ષીય સિફાન હસન ત્રીજા સ્થાને રહી. પરંતુ જ્યારે સત્તાવાર પરિણામો પ્રથમ બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારે કિપયેગોનને TR17.1.2[O] ના કોડના ઉલંઘન બદલ ગેરલાયક ઠેરવવામાં આવી.

આ પણ વાંચો: Paris Olympic 2024: કરોડો દિલ તૂટી ગયા! આ કારણે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર

હસનને સિલ્વર અને ચોથા નંબરે રહેલી ઇટાલીની 24 વર્ષીય નાદિયા બટ્ટોક્લેટીને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો. પરંતુ થોડા સમય પછી, ગેરલાયક ઠેરવવા વિરુદ્ધ અપીલ કર્યા બાદ કિપયેગોનને સિલ્વર મેડલ પરત કરવામાં આવ્યો હતો, હસનને બ્રોન્ઝમાં ડાઉનગ્રેડ કરીને અને બેટોક્લેટ્ટીને મેડલ વગર બહાર જવું પડ્યું.

તુશિશવિલી (Guram Tushishvili):

જ્યોર્જિયાના ગુરામ તુશિશવિલીને પુરુષોની 100kg જુડો ક્વાર્ટર-ફાઇનલમાં તેના વર્તનને કારણે 2024 ઓલિમ્પિક અને બ્રોન્ઝ મેડલની સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. ફ્રેન્ચ જુડોના ખેલાડી ટેડી રિનરની જીત બાદ તુશિશવિલીએ તેણી સાથે ગેરવર્તન કર્યું હતું. તુશિશવિલીએ પહેલા રિનરને બે પગ વચ્ચે લાત મારી અને પછી રીનરનું માથું જમીન પર પછાડ્યું, છેવટે તેને રેડ કાર્ડ આપી ગેરલાયક ઠરાવવામાં આવ્યો.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker