IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

ભાવુક થયેલા ધોનીનું વાનખેડેમાં 13 વર્ષે વર્લ્ડ કપની ટ્રોફી સાથે ‘રીયુનિયન’

મુંબઈ: મહેન્દ્રસિંહ ધોની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના રોહિત શર્માની જેમ પોતાની ટીમને પાંચ ટાઇટલ અપાવી ચૂક્યો છે, પરંતુ તેના માટે 2011ની આઇસીસી વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી તમામ આઇપીએલની ટ્રોફીથી વિશેષ હશે. માહીનું એ ટ્રોફી સાથે શનિવારે મુંબઈમાં 13 વર્ષે ‘રીયુનિયન’ થયું હતું.

સીએસકેનો લેજન્ડરી પ્લેયર ધોની વાનખેડેની રવિવારની એમઆઇ સામેની મૅચ રમવા મુંબઈ આવ્યો છે. બીસીસીઆઇનું હેડક્વૉર્ટર વાનખેડેમાં જ છે.


બીસીસીઆઇએ સોશિયલ મીડિયામાં મોકલેલી પોસ્ટમાં ધોનીને 2011ના વન-ડે વિશ્ર્વકપની ટ્રોફીને સ્પર્શ કરી રહેલો બતાવાયો છે. 2011ના એપ્રિલમાં ભારતે વાનખેડેમાં શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને બીજી વાર વન-ડે વર્લ્ડ કપ જીતી લીધો હતો. ખરેખર તો ત્યાર બાદ ભારત ખાસ કોઈ મોટી નથી જીત્યું.

વાનખેડેમાં ત્યારે (એપ્રિલ, 2011માં) ધોનીએ ભારતને ટ્રોફી અપાવવા વિનિંગ-સિક્સર ફટકારી હતી.
બીસીસીઆઇએ ધોની અને ટ્રોફીના યાદગાર મિલન વિશેની કૅપ્શનમાં લખ્યું છે, ‘એમએસ ધોની-વર્લ્ડ કપ ટ્રોફી. મેડ ફૉર ઇચ અધર.’


ધોની સીએસકેનો ભૂતપૂર્વ કૅપ્ટન છે અને તેના સુકાનમાં જ આ ટીમ પાંચ ટાઇટલ જીતી છે. શનિવારે ધોની વર્લ્ડ કપની જે ટ્રોફી ભાવુક થઈને બારીકાઈથી જોઈ રહ્યો હતો ત્યારે એ ટ્રોફીની બાજુમાં એમઆઇની પાંચ ટ્રોફી હતી. ધોનીએ એના પર પણ નજર કરી હતી. યોગાનુયોગ, રવિવારે સીએસકેની એમઆઇ સામે મહત્ત્વની મૅચ છે. હાર્દિક પંડ્યાના સુકાનમાં એમઆઇએ રવિવારે જીતની હૅટ-ટ્રિક કરવાની છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડની નેતૃત્વમાં સીએસકેએ હરીફના મેદાન પર હારની હૅટ-ટ્રિક ટાળવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…