સ્પોર્ટસ

મેસીએ માયામીમાં સાડાત્રણ મહિના પછીના કમબૅકમાં કમાલ કરી નાખી!

ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): તાજેતરમાં જ સોશિયલ મીડિયાના તમામ પ્લૅટફૉર્મ્સ મળીને કુલ એક અબજ (100 કરોડ) ફૉલોઅર્સનો આંકડો નોંધાવનાર પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણા સમયથી ન્યૂઝમાં રહ્યો છે અને તેનો કટ્ટર હરીફ આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી ખાસ કંઈ ચર્ચામાં નથી રહ્યો, પરંતુ શનિવારે મેસીએ ઇન્ટર માયામીની ટીમમાં સાડાત્રણ મહિને કમબૅક કર્યું અને ધમાકેદાર પર્ફોર્મ કરીને પાછો કરોડો ફૂટબૉલ ચાહકોના દિલોદિમાગ પર છવાઈ ગયો છે.

મેસીએ અહીં મેજર લીગ સૉકર (એમએલએસ)ની એક મૅચમાં બે ગોલ કરીને ઇન્ટર માયામીને રોમાંચક વિજય અપાવ્યો હતો. ફિલાડેલ્ફિયા યુનિયન સામેની મૅચ માયામીએ 3-1થી જીતી લીધી હતી. મેસીએ બે ગોલ કરવા ઉપરાંત ત્રીજો ગોલ કરવામાં મદદ પણ કરી હતી.

આપણ વાંચો: લિયોનેલ મેસીનો રેકૉર્ડ-બ્રેક ક્રાઉડ સામે ગોલનો વિક્રમ

વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનો અવૉર્ડ વિક્રમજનક આઠ વાર જીતી લેનાર મેસી 2026 વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં આર્જેન્ટિના વતી રમવા ઉપરાંત જમણા પગની ઘૂંટીની ઈજાને કારણે ઇન્ટર માયામી વતી પહેલી જૂન પછી નહોતો રમી શક્યો.

મેસીએ એક ટીવી ચૅનલને કહ્યું, ‘માયામીમાં આવ્યા બાદ ગરમી અને ભેજને કારણે હું બહુ થાકી ગયો હતો, પરંતુ છેલ્લે માયામી વતી રમ્યો એને ખાસ્સો સમય થઈ ગયો એટલે આ મૅચ મારે કેમેય કરીને રમવી જ હતી.’

મેસીએ શનિવારની મૅચમાં એક તબક્કે ચાર મિનિટમાં ઉપરાઉપરી બે ગોલ કર્યા હતા. તેણે 26મી અને પછી 30મી મિનિટમાં ગોલ કર્યો હતો. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ લેનાર ઉરુગ્વેના લુઇસ સુઆરેઝે માયામી વતી ત્રીજો ગોલ 98મી મિનિટમાં કર્યો હતો. ફિલાડેલ્ફિયા વતી એકમાત્ર ગોલ માઇકલ ઉરેએ બીજી જ મિનિટમાં નોંધાવ્યો હતો.
મેસીની ગેરહાજરીમાં ઇન્ટર માયામીની ટીમે એમએલએસમાં પ્લે-ઑફમાં સ્થાન મેળવ્યું.

Show More

Related Articles

Back to top button
આ એક્ટ્રેસ છે એટલી પૈસાદાર કે ખરીદી શકે છે શાહરુખના મન્નત જેવા 23 બંગલા… પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…