મૅન્ચેસ્ટર યુનાઇટેડે ઉરુગ્વેના ફૂટબોલરને કેટલા કરોડ રૂપિયામાં સાઇન કર્યો, જાણો છો?
લંડન: ખેલજગતમાં ફૂટબૉલ ખેલાડી અને બાસ્કેટબૉલ ખેલાડીને સાઇન કરવા માટે અપાતી તોતિંગ રકમની તોલે કદાચ કોઈ ન આવે. ઉરુગ્વેના 23 વર્ષના ફૂટબોલરની કિંમત જાણશો તો ચક્કર આવી જશે.
મૅન્યૂએલ ઉગાર્ટે ડિફેન્સિવ મિડફીલ્ડર છે અને તેને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) પાસેથી મેળવવા મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) નામની જગવિખ્યાત ક્લબ 50 મિલ્યન યુરો (અંદાજે 468 કરોડ રૂપિયા ) ચૂકવવા સંમત થઈ છે.
એવું માનવામાં આવે છે આ ડીલ લગભગ થઈ જ ગયું હોવાથી ઉગાર્ટે તબીબી ચેક-અપ માટે મૅન્ચેસ્ટર પહોંચવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: ઑલિમ્પિક્સ ફૂટબૉલમાં વિવાદ વચ્ચે આર્જેન્ટિનાની હાર બાદ મેસીનું આવ્યું રીએક્શન…
ઉગાર્ટે આઠ વર્ષથી સિનિયર લેવલનું ફૂટબૉલ રમે છે. તે પ્રોફેશનલ ફૂટબૉલમાં કુલ 154 મૅચ અને ઉરુગ્વેની રાષ્ટ્રીય ટીમ વતી 34 મૅચ રમ્યો છે.
2024ની કૉપા અમેરિકા ફૂટબૉલ સ્પર્ધામાં ઉરુગ્વે બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું અને એમાં ઉગાર્ટેની મિડફીલ્ડર તરીકે મહત્ત્વની ભૂમિકા હતી.