IPL 2024

અભિષેક શર્માએ હૈદરાબાદને જિતાડ્યું છતાં યુવરાજ સિંહે કેમ તેને કહ્યું, ‘લાતોં કે ભૂત, બાતોં સે નહીં માનતે.’

હૈદરાબાદ: 2009ની હૈદરાબાદની આઇપીએલ-ચૅમ્પિયન ટીમ ડેક્કન ચાર્જર્સનું નવું સ્વરૂપ એટલે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ. પંદર વર્ષ પહેલાં ડેક્કન ચાર્જર્સની ટીમનું સુકાન ઑસ્ટ્રેલિયન ખેલાડી ઍડમ ગિલક્રિસ્ટના હાથમાં હતું અને આ વખતે પણ ઑસ્ટ્રેલિયન પ્લેયર જ કૅપ્ટન છે.

પૅટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામેના 277/3ના વિક્રમજનક ટીમ-સ્કોરને કારણે થોડા સમયથી ખૂબ ચર્ચામાં છે અને એના બિગ હિટર્સને ધ્યાનમાં લઈએ તો ટાઇટલ માટે ફેવરિટ પણ કહી શકાય.

સનરાઇઝર્સ હૈદરાબાદના બિગ હિટર્સની વાત નીકળી છે તો કહેવાનું કે એના ત્રણ જાણીતા બૅટર્સ ટ્રેવિસ હેડ, હિન્રિચ ક્લાસેન અને એઇડન માર્કરમ હાલમાં જેટલા લોકપ્રિય છે એ ત્રણની બરાબરીમાં પૉપ્યુલર છે એ જ ટીમનો ભારતીય ખેલાડી અભિષેક શર્મા.

આપણ વાંચો: IPL-2024: સતત બીજી હાર બાદ MI’s Captain Hardik Pandyaએ કહ્યું, હા ભૂલ…

અભિષેકે 32, 63, 29 અને 37 રનની ઇનિંગ્સ સાથે આઇપીએલના કરોડો ચાહકોના દિલોદિમાગમાં ઊંડી છાપ પાડી છે. શુક્રવાર, પાંચમી એપ્રિલે હૈદરાબાદે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈને આસાનીથી હરાવ્યું એમાં સૌથી મોટું જ નહીં, પણ સૌથી રોમાંચક યોગદાન અભિષેકનું હતું. તેણે માત્ર 12 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોરની મદદથી 37 રન બનાવ્યા હતા.

ત્યાર પછી માર્કરમે 50 રન તથા ટ્રેવિસ હેડે 31 રન, શાહબાઝે 18 રન, ક્લાસેને અણનમ 10 અને નીતિશ કુમાર રેડ્ડીએ અણનમ 14 રન બનાવ્યા હતા. હૈદરાબાદના બોલર્સની અસરદાર બોલિંગ અને ચુસ્ત ફીલ્ડિંગને કારણે ચેન્નઈની ટીમ પાંચ વિકેટે માત્ર 165 રન બનાવી શકી હતી. હૈદરાબાદે 18.1 ઓવરમાં ચાર વિકેટે 166 રન બનાવીને છ વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો.

આ મુકાબલાના મૅન ઑફ ધ મૅચ પુરસ્કાર વિજેતા અભિષેક શર્માએ અવૉર્ડ સ્વીકાર્યા પછી કહ્યું, ‘આ સીઝન માટેની તૈયારીમાં મને મદદરૂપ થનાર યુવી પાજી, બ્રાયન લારા અને મારા ડૅડીનો આભારી છું. તેમને મારા સ્પેશિયલ થેન્ક્સ.’
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહે ટ્વિટર પર અભિષેક શર્માને સપોર્ટ કરતા રહેવાની ખાતરી વ્યક્ત કરી હતી. યુવીએ અભિષેકની ખૂબ પ્રશંસા પણ કરી હતી, પરંતુ અભિષેક ચેન્નઈના દીપક ચાહરના બૉલમાં જે રીતે આઉટ થયો એ બદલ યુવીએ તેને ઠપકો આપતા શબ્દો પણ લખ્યા હતા.

આપણ વાંચો: IPL-2024: ગઈકાલે કોણે રોકી હતી MI VS GTની મેચ? વીડિયો થયો વાઈરલ…

ચાહરના ઑફ સ્ટમ્પની બહારના બૉલને અભિષેકે લૉફ્ટેડ શૉટમાં કવર પરથી બાઉન્ડરી લાઇન તરફ મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પણ બૅકવર્ડ પૉઇન્ટ પરથી દોડી આવેલા ચેન્નઈના બેસ્ટ ફીલ્ડર રવીન્દ્ર જાડેજાએ ડાઇવ મારીને રિવર્સ કૅચ પકડીને અભિષેકને પૅવિલિયનમાં મોકલી દીધો હતો.

યુવરાજને અભિષેકનો આ શૉટ બિલકુલ ન ગમ્યો એટલે તેણે ટ્વિટર પર લખ્યું, ‘અભિષેક, હું સતત તારા પડખે જ છું. ફરી બહુ સારું રમ્યો, પરંતુ તું ખરાબ શૉટમાં આઉટ થયો એ મને જરાય નથી ગમ્યું.’

યુવીએ બીજા ટ્વીટમાં અભિષેકને ઠપકો આપતા લખ્યું, ‘વાહ સર અભિષેક વાહ. ગ્રેટ ઇનિંગ્સ રમ્યો, પણ તું કેવા શૉટમાં આઉટ થયો એ તો જરા વિચાર કર. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. હું ખાસ તારી રાહ જોઈ રહ્યો છું.’
જોકે કૅપ્ટન પૅટ કમિન્સે અભિષેકની ભરપૂર પ્રશંસા કરવાની સાથે મજાકમાં કહ્યું, ‘હું તો અભિષેક અને ટ્રેવિસ હેડ સામે ક્યારેય બોલિંગ કરવાનું પસંદ ન કરું.’

આ પહેલાં, અભિષેક મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં 23 બૉલમાં મૅચ-વિનિંગ 63 રન બનાવવા બદલ મૅન ઑફ ધ મૅચ પુરસ્કાર જીત્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…