IPL 2024

હૈદરાબાદ-બેન્ગલૂરુ મૅચ એટલે સિક્સરનો વરસાદ, એમાં બૅટિંગના કૌશલ્ય જેવું કંઈ નહોતું: ફિન્ચ

બેન્ગલૂરુ: સોમવારે સનરાસઝર્સ હૈદરાબાદે 277 રનનો પોતાનો જ આઇપીએલ-રેકૉર્ડ તોડીને 287 રન બનાવ્યા, આખી મૅચમાં કુલ મળીને વિક્રમજનક 549 રન (હૈદરાબાદ 287/3 અને બેન્ગલૂરુ 262/7) બન્યા તેમ જ એક ટી-20 મૅચમાં કુલ 38 સિક્સરના વિશ્ર્વવિક્રમની બરાબરી થઈ હતી. એક ટીમની ઇનિંગ્સમાં બાવીસ સિક્સરનો નવો રેકૉર્ડ પણ બન્યો હતો. હૈદરાબાદના સૌથી ઊંચા પડકારને પહોંચી વળવા બેન્ગલૂરુની ટીમે જોરદાર વળતી લડત આપી અને માત્ર પચીસ રનથી પરાજય જોયો.

આ બધુ જોતાં બેન્ગલૂરુમાં સોમવારે સિક્સરનો વરસાદ વરસ્યો એવું બધાને લાગી રહ્યું છે ત્યારે ઑસ્ટ્રેલિયાના ટી-20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન આરૉન ફિન્ચે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને મુલાકાતમાં ત્યાં સુધી કહ્યું છે કે ‘આ મૅચને ક્યારેય બૅટિંગના કૌશલ્યની દૃષ્ટિએ યાદ રખાશે જ નહીં. આખી મૅચમાં માત્ર સિક્સરો જ બોલબાલા હતી. કોણે કેટલી સિક્સર ફટકારી એની જ વાતો હતી. આરસીબીએ 288 રનનો લક્ષ્યાંક મળ્યા પછી ઓવર દીઠ 14 રનના રેટથી શરૂઆત કરવાની હતી અને ત્યારે સ્થિતિ એવી હતી કે એક ઓવર ખરાબ જતાં ઓવર દીઠ રનરેટ વધીને 16 થઈ ગયો હતો.’

આપણ વાંચો: MS Dhoniનો એ વીડિયો સોશિયલ મીડિયા પર થયો ધૂમ વાઈરલ, તમે પણ જોયો કે નહી?

હૈદરાબાદે ત્રણ વિકેટે જે 287 રન બનાવ્યા એમાં ટ્રેવિસ હેડ (102 રન, 41 બૉલ, આઠ સિક્સર, નવ ફોર), હિન્રિચ ક્લાસેન (67 રન, 31 બૉલ, સાત સિક્સર, બે ફોર) તેમ જ અબ્દુલ સામદ (37 અણનમ, 10 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર), અભિષેક શર્મા (34 રન, બાવીસ બૉલ, બે સિક્સર, બે ફોર) અને એઇડન માર્કરમ (32 અણનમ, 17 બૉલ, બે સિક્સર, બે ફોર)ના મુખ્ય યોગદાનો હતા.

ફિન્ચે ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે ‘હૈદરાબાદને પહેલા પાવરપ્લેમાં ટ્રેવિસ હેડના હાથે ઘણી સિક્સરો મળી ગઈ હતી. હું તો કહું છું કે આઇપીએલની ટીમોએ આ વખતે ક્લાસેન જેવા બિગ-હિટર્સને ટીમમાં સમાવ્યા છે. દિનેશ કાર્તિકની વાત કરું તો તે 20થી 25 વર્ષનો અનુભવી છે એટલે બૉલને ફટકારવાની કુશળતા કુદરતી રીતે જ તેનામાં આવી જતી જોવા મળી છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…