IPL-2024ની ગઈકાલે રમાયેલી MI Vs CSKની મેચમાં કેપ્ટન કૂલ તરીકે કરોડો ફેન્સના દિલો પર રાજ કરનારા MS Dhoniએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે ફરી એક વખત તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. ગઈકાલ રાતથી જ ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આપણા સૌના લાડકા માહીભાઈએ કે લોકો એવું કહેવા માટે મજબૂર થઈ ગયા કે એક હી તો દિલ હૈ ઔર કિતની બાર જિતોગે?
વાત જાણે એમ છે કે Hardik Pandya દ્વારા ફેંકવામાં આવેલી ૨૦મી ઓવર દરમિયાન સીએસકેના માહીભાઈએ ૨૦ રન લીધા હતા જેમાં ૩ સિક્સ અને બે રનનો સમાવેશ થાય છે. ભાગીને છેલ્લે લીધેલા બે રન બાદ જ્યારે માહી પેવેલિયન પાછો ફરી રહ્યો હતો એ સમયે તેણે કંઈક એવું કર્યું હતું કે ફેન્સના દિલો પર માહીભાઈ છવાઈ ગયા હતા. વાત જાણે એમ છે કે માહી જ્યારે પેવેલિયન પાછો ફરી રહ્યો હતો ત્યારે એક ફેનનો બોલ નીચે પડેલો જોયો અને બસ શું સિમ્પ્લીસિટીમાં માનતા માહીભાઈએ ઊભા રહીને તેના ફેનનો નીચે પડી ગયેલો બોલ ઉપાડીને પાછો આપ્યો હતો.
બસ ત્યાં રહેલાં કેમેરામાં માહીભાઈની આ દિલેરી કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર માહીનો આ વીડિયો વાઈરલ થવા લાગ્યો. ફેન્સ માહીની આ હરકતથી એકદમ ખુશ થઈ ગયા અને એવું કહેવા માટે મજબૂર થઈ ગયા કે ભાઈ એક હી તો દિલ હૈ, કિતની બાર જિતોગે?
મેચ વિશે વાત કરીએ તો વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલાં બેટિંગ કરીને CSKએ 206 પર ચાર વિકેટનો સ્કોર બનાવ્યો હતો. જેના સામે MI 20 ઓવરમાં 6 વિકેટ સાથે 186 રન જ બનાવી શકી હતી. જેમાં Rohit Sharma એકલાએ જ 63 બોલ 11 ફોર અને 5 સિક્સ મારીને 105 રન બનાવ્યા હતા પરંતુ રોહિતની આ સદી પણ તેની ટીમને જીત અપાવી શકી નહોતી પણ આ મેચમાં માહીભાઈની દરિયાદિલી અને રોહિતભાઈની સદીએ લોકોનું ભરપૂર મનોરંજન કર્યું હત