IPL 2024સ્પોર્ટસ

IPL 2024 DC vs RR: કુલદીપના કાંડાની કરામતથી રાજસ્થાનની પ્લે-ઓફની એન્ટ્રી વિલંબમાં

નવી દિલ્હી: IPL 2024 દિલ્હી કેપિટલ્સે (DC) (20 ઓવરમાં 221/8) મંગળવારે રાજસ્થાન રોયલ્સ (RR) (20 ઓવરમાં 201/8)ને રસાક્સીભરી મૅચમાં 20 રનથી હરાવીને અપસેટ સરજ્યો હતો. રાજસ્થાન 18 પોઇન્ટ સાથે ફરી પ્રથમ થવાને બદલે 16 પોઇન્ટ સાથે બીજા નંબર પર જ રહ્યું અને એક સમયની તળિયાની ટીમ દિલ્હીએ 12 પોઇન્ટ સાથે ટૉપ-ફોરની નજીક પાંચમા સ્થાને અડ્ડો જમાવ્યો તથા પ્લે-ઓફ (play-off) ની આશા વધારી દીધી.

રાજસ્થાનની 18મી ઓવરની શરૂઆત પહેલાં 222 રનના ટાર્ગેટ સામે સ્કોર 185/5 હતો અને રાજસ્થાને જીતવા 18 બૉલમાં 41 રન બનાવવાના હતા જે શક્ય હતું. જોકે વર્લ્ડ કપની ટીમમાં સામેલ રિસ્ટ-સ્પિનર અને છેવટે મૅન ઑફ ધ મૅચ બનેલા કુલદીપ યાદવે (4-0-25-2) એ 18મી ઓવરમાં કાંડાની કરામતથી બે વિકેટ લીધી અને ઓવરમાં માત્ર ચાર રન બન્યા અને એ ઓવર દિલ્હી માટે મૅચ-વિનિંગ સાબિત થઈ. તેણે પહેલી જ વાર રમેલા સાઉથ આફ્રિકાના બિગ-હિટર ડોનોવાન ફરેરા (1) અને આર. અશ્વિન (2)ની વિકેટ લીધી હતી.

એ પછી રાજસ્થાને 12 બૉલમાં 37 રન બનાવવાના હતા, પણ 19મી ઓવરમાં કાશ્મીરી પેસ બોલર રસિખ સલામે કમાલ દેખાડી. તેની ઓવરમાં રોવમેન પૉવેલ અને ટ્રેન્ટ બોલ્ટ ફક્ત આઠ રન બનાવી શક્યા હતા. દિલ્હીની ટીમે 19 ઓવર પૂરી કરવામાં નિર્ધારિત સમય કરતા 10 મિનિટ વધુ લગાડી હોવાથી આઉટફીલ્ડમાં ચાર જ ફીલ્ડર ઊભા રાખી શકયા હતા. પેસર મુકેશ કુમારે 20મી ઓવરમાં 29 રન ડિફેન્ડ કરવાના હતા જે તેણે કર્યા હતા તેમ જ પૉવેલને ક્લીન બોલ્ડ પણ કર્યો હતો. આખરે રાજસ્થાને 201/8ના સ્કોર સાથે 20 રનથી હાર સ્વીકારવી પડી હતી.

આ પણ વાંચો: આવેશની ઓવરમાં ફ્રેઝર-મૅકગર્કની આતશબાજી (4, 4, 4, 6, 4, 6): દિલ્હીના 221/8


રાજસ્થાનના કેપ્ટન અને વર્લ્ડ કપની ટીમના મેમ્બર સંજુ સેમસન (86 રન, 46 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ની બધી મહેનત પાણીમાં ગઈ હતી. યશસ્વી (4), બટલર (19), રિયાન પરાગ (27) રાજસ્થાનને મોટું યોગદાન નહોતા આપી શક્યા.
દિલ્હી વતી કુલદીપ ઉપરાંત ખલીલ અને મુકેશે પણ બે-બે વિકેટ લીધી હતી, જયારે અક્ષર અને રસિખને એક-એક વિકેટ મળી હતી.

એ પહેલાં, આવેશ ખાનની એક ઓવરમાં જેક ફ્રેઝર-મૅકગર્કે જે આતશબાજી (4, 4, 4, 6, 4, 6) કરી હતી એ 28 રનથી દિલ્હીની જીતનો પાયો નખાયો હતો. છેવટે આવેશની એ ઓવર જ રાજસ્થાનને ભારે પડી, કારણકે 20 રનથી એનો પરાજય થયો.

રિષભ પંતના સુકાનમાં દિલ્હીની ટીમ ઘણા દિવસ સુધી નીચલા ક્રમમાં રહ્યા બાદ રહી-રહીને ફૉર્મમાં આવી છે અને એનો લેટેસ્ટ પુરાવો રાજસ્થાન સામેની મંગળવારની મૅચમાં મળ્યો. દિલ્હીના બૅટર્સ એટલે જાણે મિની-સનરાઇઝર્સ હૈદરાબાદ જ સમજી લો. તેમણે જોરદાર ફટકાબાજી કરી હતી.


દિલ્હીએ રાજસ્થાન સામે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 221 રન બનાવ્યા હતા.
અભિષેક પોરેલ (65 રન, 36 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું ટીમના 221 રનમાં સૌથી મોટું યોગદાન હતું. જોકે જેક ફ્રેઝર-મૅકગર્ક (50 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની ઇનિંગ્સ સૌથી ધમાકેદાર હતી. એક તબક્કે તેણે 12 બૉલમાં 43 રન ઝૂડી કાઢ્યા હતા.

આ પણ વાંચો: લારાના મતે વર્લ્ડ કપમાં સૂર્યાને કયા નંબર પર મોકલવો જોઈએ? ફાઇનલમાં કયા બે દેશ આવી શકે?

ચોથી ઓવર આવેશ ખાને કરી હતી જેમાં ફ્રેઝરની ફટકાબાજી (4, 4, 4, 6, 4, 6)થી 28 રન બન્યા હતા.
ફ્રેઝર-પોરેલ વચ્ચે 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ટ્રિસ્ટેન સ્ટબ્સ (41 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની બૅટિંગ પણ દમદાર હતી. ગુલબદીન નૈબે 19, રિષભ પંતે 15 અને અક્ષર પટેલે 15 રન બનાવ્યા હતા.
રાજસ્થાન વતી અશ્ર્વિને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી તેનો એ બોલિંગ પર્ફોર્મન્સ તથા સુકાની સેમસનની હાફ સેન્ચુરી પણ રાજસ્થાનને ન જિતાડી શક્યા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…