જ્યારે જંગલના Royal Animal ગણાતા Tigerને ગરમી લાગે… વીડિયો થયો વાઈરલ
અત્યારે 40 ડિગ્રીને પાર કરી ગયેલો તાપમાનનો પારાથી તમામ લોકો અકળાઈ ગયા છે ત્યારે જંગલમાં રહેલાં અબોલ મૂંગા પ્રાણીઓની શું દશા થતી હશે એની તો કલ્પના જ કરવી રહી. હાલમાં જ IAS અધિકારી સુપ્રિયા સાહુએ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં એક વાઘણ બળબળતી ગરમીમાં જંગલમાં આવેલા પાણીના નાનકડાં ખાબોચિયામાં ચિલ કરી રહી રહી છે. સુપ્રિયા સાહુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ વીડિયો તામિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વનો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલાં વીડિયોની કેપ્શનમાં માં આઈએએસ અધિકારીએ લખ્યું છે કે મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં પોતાના શિકારનો આનંદ માણ્યા બાદ બપોરે ગરમીના સમયે વાઘણ જંગલમાં આવેલા પાણીના ખાબોચિયામાં આરામ કરી રહી છે.
આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી તેને આશરે 34,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને વાઈલ્ડલાઈફ લવર્સે પોતાની રાય કમેન્ટ બોક્સમાં આપી છે. એક યુઝરે આ વીડિયો જોઈને કમેન્ટ કરતાં લખ્યું હતું કે કેટલું શાહી પ્રાણી છે આ… બીજા એક યુઝરે લખ્યું હતું કે આવું લાગે છે કે વાઘણ માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે બપોરના ભોજન બાદ વાઘણ માટે આ કેટલો સામાન્ય અને સુંદર દિવસ હતો.
આઈએએસ ઓફિસરની વાત કરીએ તો સુપ્રિયા સાહુ અવારનવાર અનોખા વાઈલ્ડલાઈફના વીડિયો શેર કરે છે અને આ પહેલાં તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક હરણને વન અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરીને સફળતાપૂર્વક જંગલમાં છોડવામાં આવ્યું હતું. આ સિવાય તેમણે એક બીજો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં એક હાથિણી પોતાના બચ્ચાને બચાવવા માટે વન અધિકારીઓનો આભાર માનતી દેખાડવામાં આવી હતી.