સ્પેશિયલ ફિચર્સ

તમે ખરીદો છો એ કેરી કુદરતી રીતે પકાવેલી છે કે પછી…? પહેલાં આ વાંચી લો…

ફળોના રાજા કેરીની સિઝન આવી ગઈ છે. બજારોમાં પણ કેરીઓની રેલમછેલ જોવા મળી રહી છે. પરંતુ બજારોમાં કેરીની રેલમછેલ વચ્ચે કુદરતી રીતે પાકેલી કેરીઓની સાથે સાથે બળજબરીથી કેમિકલ્સનો ઉપયોગ કરીને પકાવેલીઓ કેરીઓ પણ જોવા મળી રહી છે. આ રીતે પકાવેલીઓ કેરીઓ ખાવાથી આરોગ્યને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

આજે અમે અહીં તમને કુદરતી રીતે પકાવેલી કેરીઓ અને કેમિકલ્સથી પકાવેલી કેરીઓ વચ્ચેના તફાવતને જણાવવા જઈ રહ્યા છીએ. ખુદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને નિષ્ણાતો દ્વારા આ ટિપ્સ આપવામાં આવી છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વની વાતો-

આપણ વાંચો: કેસર કેરીના ગઢ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ, જાણો કેટલો બોલાયો ભાવ

આપણે જે કેરી ખરીદી કે ખાઈ રહ્યા છીએ એ કુદરતી રીતે પકાવેલી છે કે કેમિકલ્સથી એ કઈ રીતે ઓળખી શકાય એવો પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે. કુદરતી રીતે પકાવેલી કેરીઓ ખાવાથી આરોગ્યને ફાયદો પહોંચે છે, જ્યારે કેમિકલ્સની પકાવેલી કેરીઓનું સેવન કરવાથી આંતરડા સંબંધિત ગંભીર બીમારીઓ, પેટમાં ચાંદા પડવા, માથામાં દુઃખાવો, ચક્કર, અનિદ્રા જેવી સમસ્યા સતાવી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આદર્શ રીતે કુદરતી રીતે પકાવેલા કેરી આંબા અંડાકાર, બિન આકારનો હોય છે. આંબા ખરીદતી વખતે હંમેશા તે ગોળાકાર અને ભરાવદાર હોય એ તપાસવું જોઈએ. આ સિવાય તેના ડિંટિયા નજીકથી સુંદર મીઠી મીઠી ગંધ આવે છે.

આપણ વાંચો: સૌરાષ્ટ્રના તાલાલા , જૂનાગઢ, ગોંડલ અને પોરબંદર યાર્ડમાં કેસર કેરીની આવક વધી, જાણો કેટલો છે બોક્સનો ભાવ

વાત કરીએ કેમિકલ્સથી પકાવેલી કેરીઓ કઈ રીતે ઓળખશો એની તો આ કેરી ઓળખવા માટે તમારે સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. એક વાસણમાં પાણી લો અને તેમાં કેરીઓ નાખો. જો કેરી નાખતાની સાથે જ કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પકાવેલી કેરી છે પણ જો આ કેરી પાણી પર તરવા લાગે તો સમજી જાવ કે એ કેરી કૃત્રિમ રીતે પકાવેલી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કૃત્રિમ રીતે પકાવેલી કેરીઓ ઓછી મીઠી અને ઓછી રસાળ હોય છે. આ સિવાય આ કેરીઓમાં ગંધ નથી હોતી. રસાયણોનો ઉપયોગ કરીને પકાવેલી કેરીનો રંગ છાલ નજીકથી ડાર્ક અને અંદરના ગરનો રંગ અલગ હોય છે. જ્યારે કુદરતી રીતે પકાવેલી કેરીનો રંગ એક સમાન હોય છે.

કેરી ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો-

બજારમાંથી કેરીઓ ખરીદતી વખતે હંમેશા ખરીદતા હોવ એવા વિશ્વાસુ ફેરિયા પાસેથી જ કેરી ખરીદો
કેરી ખરીદતી વખતે તેના પર રિંગ કે બ્લેક સ્પોટ ના હોય એવી કેરીઓ ખરીદો
કાળા ડાઘ હોય તો એવી કેરીઓ ખરીદવાનું ટાળો
આંબા ખાતા પહેલાં તેને થોડો સમય પાણીમાં પલાળીને અને સ્વચ્છ ધોઈને જ ખાવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button