પિતા દીકરાને પાસ થવા માટે સતત કરી રહ્યા હતા ગુસ્સો, દીકરાએ કર્યું કંઈક એવું કે…
અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાઈરલ થતાં જ હોય છે. કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે તમને વિચારતા કરી મૂકે છે તો વળી કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે તમારું હસવાનું રોકી ના શકો. આજે અમે તમારા માટે અહીં આવા જ એક વીડિયોની વાત લઈને આવ્યા છીએ.
અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક વિદ્યાર્થીએ તેના પિતાની માર્કશીટ વાઈરલ કરી છે અને આ માર્કશીટ બીજા કોઈની નહીં પણ તેના પિતાની છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દસમા ધોરણની એક માર્કશીટ શેર કરવામાં આવી છે અને યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે પપ્પાની માર્કશીટ મળી ગઈ. આ યુવાને માર્કશીટનો વીડિયો બનાવ્યો છે અને તેણે કહ્યું હતું કે પિતાની પાસ થવા માટે સતત વઢી રહ્યા હતા. હવે મને એમની જ દસમા ધોરણની માર્કશીટ મળી ગઈ છે. આ વીડિયોમાં યુવક આગળ જે બોલે છે એ સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો.
માર્કશીટ દેખાડતી વખતે પાછળ છોકરાનો અવાજ પણ સાંભળવા મળે છે અને આ વીડિયોમાં યુવક એવું કહેતો સાંભળવા મળે છે કે મિત્રો મારા પપ્પા મને સતત ગુસ્સો કરીને કહે છે કે પાસ થઈ જાવ પાસ થઈ જાવ અને આ જુઓ તેમની દસમા ધોરણની માર્કશીટ. જેટલા વિષય છે એ બધામાં તેઓ નાપાસ થયા છે. આ મારા પિતાજીની માર્કશીટ છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો @desi_bhayo88 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યટો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને આશરે ચાર લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો પર એકથી ચઢિયાતી એક મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે પિતાજી નાપાસ થયા એટલે તારે પણ નાપાસ થવાનું કે? બીજા એક યુઝરે રહ્યું કે પિતાની માર્કશીટ વાઈરલ કરીને શું થશે? આ વીડિયો પર સાડાચાર હજારથી વધુ લાઈક્સ પણ આવી ચૂકી છે.