બોલો, આ કારણે મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગધેડઓને આપવામાં આવી Gulabjamunની Party
ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આટલા આ વિશાળ દેશમાં જાત જાતની માન્યતા અને પ્રથાઓ પણ છે. આ પ્રથા અને માન્યતાઓમાંથી કેટલીક માન્યતા તો એવી વિચિત્ર હોય છે કે તેના પર વિશ્વાસ કરવો પણ ઘરો હોય છે. આજે અમે અહીં તમને આવી જ એક એક માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્રથા મધ્યપ્રદેશના મંદસૌરની છે અને આ પ્રથા વિશે સાંભળીને કદાચ તમને હસવું આવી જશે, ચાલો તમને જણાવીએ આ પ્રથા વિશે-
મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં ઘણા દિવસોથી વરસાદ નહોતો પડ્યો. વરસાદ પડે એ માટે જૂની માન્યતા અનુસાર થોડાક દિવસો પહેલાં સ્મશાનમાં ખેતી કરાવવામાં આવી. એવી ધારણા છે કે ગધેડા પાસે ખેતી કરાવ્યા બાદ વરસાદ પડે છે અને આ વખતે પણ આવું થયું. વરસાદ પડ્યા બાદ એ જ ગધેડાઓને પકડીને એમને સન્માનરૂપે ગુલાબ જાંબુ ખવડાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Jabalpur: મંદિરમાં દર્શન કરી શેરીમાં બોમ્બ ફેંક્યા, મધ્યપ્રદેશના જબલપુરની ચોંકાવનારી ઘટના
મંદસૌરમાં ગધેડાઓને ગુલાબ જાંબુની પાર્ટી આપવામાં આવી હોવાની ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જુલાઈ મહિનો પૂરો થયા બાદ પણ જ્યારે અહીં વરસાદ ના પડ્યો તો માન્યતાઓ અનુસાર ગધેડાઓ પાસે સ્મશાનમાં ખેતી કરાવવામાં આવી હતી. એ ખેતરમાં મીઠા અને અડદની ખેતી કરવામાં આવી હતી. ગધેડા પાસે ખેતી કરાવ્યા બાદ આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો. વરસાદ પડવાની ખુશહાલીમાં ગધેડાઓને ગુલાબ જાંબુની પાર્ટી આપવામાં આવી હતી.
મંદસૌર ખાતે આ માન્યતા વર્ષોથી છે અને અહીં વરસાદ ના પડે ત્યારે ગધેડા પાસે ખેતી કરાવવામાં આવે છે અને એવું કહેવાય છે કે ગધેડા પાસેથી સ્મશાનમાં ખેતી કરાવવાથી વરુણદેવ પ્રસન્ન થાય છે અને વરસાદ પડે છે.
જોકે, દુનિયાભરમાં વરૂણદેવને પ્રસન્ન કરવા માટે જાત-જાતના નુસખા અપનાવવામાં આવે છે અને ગધેડા પાસે ખેતી કરાવવી એ પણ આ જ નુસખામાંથી એક છે. મંદસૌર ખાતે વરસાદ પડતાં ગ્રામીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. પણ આ બધામાં સૌથી ઈન્ટરેસ્ટિંગ તો છે ગધેડાને આપવામાં આવેલી ગુલાબ જાંબુની પાર્ટી છે બોસ…