કંપનીમાંથી એક રૂપિયાનો પણ પગાર નથી લેતા Mukesh Ambani, તેમ છતાં કેવી રીતે ચાલે છે ગુજરાન?

નવી દિલ્હી: ભારતના જ નહીં, પરંતુ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે તેમના તેલથી લઈ ટેલિકોમ અને રિટેલ સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક રૂપિયો પણ પગાર તરીકે નથી લીધો.
૬૭ વર્ષીય અંબાણીએ નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯થી ૨૦૧૯-૨૦ સુધી તેમનું વાર્ષિક મહેનતાણું રૂ. ૧૫ કરોડ નક્કી કર્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧થી તેમણે કોવિડ-૧૯ રોગચાળાને કારણે જ્યાં સુધી કંપની અને તેના તમામ વ્યવસાયો તેમની કમાણીની સંભાવના પર સંપૂર્ણ રીતે પાછા ન આવે ત્યાં સુધી પોતાનો પગાર છોડી દેવાનું પસંદ કર્યું હતું.
૨૦૨૩-૨૪માં કંપનીના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ તેમને પગાર, ભથ્થાં અને અન્ય લાભો તરીકે ‘શૂન્ય રૂપિયા’ મળ્યા હતા. ૧૦૯ અબજ ડોલરની નેટવર્થ સાથે અંબાણી વિશ્વના ૧૧મા સૌથી ધનિક વ્યક્તિ છે.
આ પણ વાંચો: શું મુકેશ અંબાણીએ મિઝાન જાફરીને 30 કરોડનો બંગલો ગિફ્ટમાં આપ્યો? જાણો દાવાની સચ્ચાઇ
1977થી મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડમાં છે, જ્યારે જુલાઈ 2002માં ધીરુભાઈ અંબાણીના નિધન પછી કંપનીના ચેરમેન તરીકે પ્રમોશન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષ દરમિયાન એપ્રિલ 2029 સુધી એટલે બીજા પાંચ વર્ષ માટે ચેરમને તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પણ તેમને કોઈ સેલેરી લેવાનું પસંદ કર્યું નહોતું. 109 અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી દુનિયાના અગિયારમાં નંબર ધનાઢય વ્યક્તિ છે.
અહીં એ જણાવવાનું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારનો 50.33 ટકા અથવા 337.27 કરોડના શેર ધરાવે છે, જ્યારે અંબાણી પરિવારના કઝીન્સ નિખિલ અને હિતલ મેસવાણીના મહેનતાણામાં 2023માં 25 કરોડ રુપિયા હતા, જે 2023-24માં વધીને 25.31 કરોડ અને 25.42 કરોડ હતા, જ્યારે તેમાં 17.28 કરોડ રુપિયાનું કમિશન હતું.