શું મુકેશ અંબાણીએ મિઝાન જાફરીને 30 કરોડનો બંગલો ગિફ્ટમાં આપ્યો? જાણો દાવાની સચ્ચાઇ
ગયા સપ્તાહમાં મુંબઈ વિશ્વની ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું હતું. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના સમાચારો સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ છવાયેલા હતા. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના સૌથી લોકપ્રિય સેલેબ્સ અંબાણી પરિવારના ભવ્ય મેળાવડાનો ભાગ બનતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર બોલિવૂડને લગતા પોતાના અનોખા અને વિવાદાસ્પદ દાવાઓને કારણે ચર્ચામાં રહેનાર કમાલ રાશિદ ખાન ઉર્ફે KRKએ તાજેતરમાં એક નવો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે જાવેદ જાફરીના પુત્ર, અભિનેતા મીઝાન જાફરીએ રાધિકાનો અનંત સાથે પરિચય કરાવ્યો હતો અને તેના માટે તેને એક મોટી ભેટ પણ મળી છે! મુકેશ અંબાણીએ મીઝાનને 30 કરોડ રૂપિયાનો બંગલો ગિફ્ટ કર્યો છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કમલે લખ્યું હતું કે, ‘એક્ટર જાવેદ જાફરીનો દીકરો મીઝાન મુંબઈના સાંધુ પેલેસમાં રહે છે. કારણ કે મુકેશ અંબાણીએ તેમને 30 કરોડ રૂપિયાનું આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. મીઝાને રાધિકા મર્ચન્ટની ઓળખાણ અનંત અંબાણી સાથે કરાવી હતી. કંઈ પણ થઇ શકે છે.’
આ પણ વાંચો : અનંત-રાધિકાના લગ્નમાં મોડા પહોંચ્યા અક્ષય કુમાર, તેને જોતા જ લોકોએ પૂછ્યો આ સવાલ
KRKનો દાવો જ એવો હતો કે સનસનાટી મચી જાય. બધાનું જ ધ્યાન આ સમાચાર પર ગયું અને બધા વિચારમાં પડી ગયા કે વાહ, આંગળી ચીંધવાનું પુણ્ય કરોડો રૂપિયા! બધા લોકો આ સમાચારમાં રસ લેવા માંડ્યા હતા, પરંતુ હવે મીઝાન જાફરીના પિતા અને વરિષ્ઠ અભિનેતા જાવેદ જાફરીએ KRKની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. જાવેદે હસતા ઇમોજી સાથે KRKની પોસ્ટનો જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે , ‘કંઈ પણ!’
જાવેદ જાફરીના જવાબ બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ KRKની મઝાક કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે, ‘KRK હજુ પણ WhatsApp ફોરવર્ડમાં વિશ્વાસ રાખે છે.’ અન્ય એક યુઝરે હસતા ઇમોજી સાથે લખ્યું હતું કે, ‘તેમની દરેક ટ્વીટ કહે છે, કંઈપણ થઈ શકે છે.’ મીઝાન અનંત અંબાણીનો સારો મિત્ર છે.
જોકે, મીઝાન અને અનંત અંબાણી બંને સારા મિત્રો છે. મીઝાન અનંતના દરેક ફંક્શનમાં જોવા મળ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મીઝાને તેની કારકિર્દી સંજય લીલા ભણશાળીના આસિસ્ટંટ તરીકે શરૂ કરી હતી. તેણે ભણશાળી સાથે ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં કામ કર્યું છે. તેણે 2019માં ભણશાળીની ફિલ્મ ‘મલાલ’થી ડેબ્યુ કર્યું હતું. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘યારિયા 2’માં પણ તે જોવા મળ્યો હતો.