અનંત-રાધિકાના લગ્નમાં મોડા પહોંચ્યા અક્ષય કુમાર, તેને જોતા જ લોકોએ પૂછ્યો આ સવાલ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રીજું રિસેપ્શન સોમવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયું હતું. આ રિસેપ્શન એવા લોકો માટે રાખવામાં આવ્યું હતું જેઓ કોઈ કારણસર પહેલા અને બીજા રિસેપ્શનમાં હાજર રહી શક્યા ન હતા. ખાસ કરીને મીડિયાના લોકો અને અંબાણીની સંસ્થાઓના કર્મચારીઓ માટે આ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની સુરક્ષામાં લાગેલા વિવિધ એજન્સીઓના કર્મચારીઓ માટે પણ આ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપરસ્ટાર અક્ષય કુમારે પણ અનંત અને રાધિકાના રિસેપ્શનમાં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. તેમની સાથે તેમની પત્ની ટ્વિંકલ ખન્ના પણ હાજર હતી.
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના આખરે 15 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપી હતી. અક્ષય કુમાર કોવિડ પોઝિટિવ હોવાને કારણે અંબાણીની શાહી ઉજવણીમાં હાજરી આપી શક્યો ન હતો. કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ, તે તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે કપલના ભવ્ય રિસેપ્શનમાં હાજર રહ્યો હતો.
| Also Read: Anant & Radhikaના લગ્નમાં Kim Kardishian છવાઈ ગઈ, ભારત માટે લખી આ વાત…
સુપરસ્ટાર અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે સોમવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. આ પ્રસંગનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રસંગે જ્યારે અક્ષય કુમારે બ્રાઈટ કુર્તો પહેર્યો હતો, જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. તો ટ્વિંકલ ખન્ના પણ બ્રાઈટ સૂટમાં જોવા મળી હતી. ટ્વિંકલ ખન્ના અનારકલી સૂટ સેટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અક્ષયનો વીડિયો જોઈને ઈન્ટરનેટ યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
અભિનેતાના કોવિડ પર સવાલ ઉઠાવતા એક યુઝરે લખ્યું, ‘શું તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ નહોતો આવ્યો?’ એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘અક્ષયનો કોવિડ બહુ ઝડપથી સાજો થઈ ગયો?’ એકે લખ્યું છે, ‘આ શું છે.. તેને કોવિડ થયો છે અને તેણે માસ્ક પણ પહેર્યું નથી. ઘણું ખરાબ.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘ભાઈ, અક્કા પાજીને કોવિડ થયો હતો, એ એક-બે દિવસમાં જ સાજો થઇ ગયો. શું તે દરેકને ચેપ લગાડે છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર હાલમાં જ રિલીઝ થયેલી ‘સરાફિરા’ના પ્રમોશન માટે તે અલગ-અલગ શહેરોમાં ગયો હતો. અસ્વસ્થતા લાગતા તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેણે ક્વોરન્ટાઇન થવું પડ્યું હતું અને તે અનંત-રાધિકાની શાહી ઉજવણીનો ભાગ નહોતો બની શક્યો.