ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

Holi Hair Care Tips: હોળી પર રંગોથી ડેમેજ થતાં વાળને કઈ રીતે બચાવશે? આ રીતે રાખો સંભાળ

Holi Hair Care Tips: હોળી એટલે ભક્તિની સાથે સાથે ધામધૂમથી પરિવાર-મિત્રો સાથે રંગોથી રમવાનો તહેવાર. આ ધૂળેટીના તહેવારમાં સૌ કોઈ નાના મોટા આનંદ સાથે વિવિધ રંગોથી Holi રમતા હોય છે. આમ તો નેચરલ કલરથી જ હોળી રમવું જોઈએ પરંતુ ઘણા લોકો કેમિકલ યુક્ત કલરથી પણ હોળી રમતા હોય છે જેને લઈને ચામડી અને ખાસ કરીને વાળ ઉપર તેની ખુબજ આડઅસર થાય છે. આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીશું કે આ હોળીના તહેવારમાં હોળી રમ્યા પહેલા અને પછી કઈ રીતે વાળની સંભાળ રાખવી…

જ્યારે તમે રંગો સાથે રમો છો – તે રંગો સૂકા હોય કે પાણીના સ્વરૂપમાં, રંગોમાં રહેલા કેમિકલ્સ તમારા વાળ અને સ્કીનને ડ્રાય કરી નાખે છે. તમે કપડાં અને પગરખાં માંથી રંગો સાફ કરી શકો છો, પરંતુ તમે તમારા વાળને તેમના નુકસાનથી કેવી રીતે બચાવશો? આવી સ્થિતિમાં, તમારા વાળની સૌથી વધુ કેર કરવાની જરૂર છે.

એક જાણીતા હેર એક્સપર્ટ જણાવે છે કે આપણાં વાળ ઘણી બધી લેયર્સ હોય છે. જ્યારે તમે રંગોથી રમો છો ત્યારે આવી બધી લેયર્સમાં આ રંગો ભરાય જાય છે જેને લઈને વાળ સખત ડ્રાય થઈ જાય છે. હોળીના આવા રંગોમાં રહેલા કેમિકલ્સ સ્કેલ્પમાં બનતા સિબમ ઓઇલને બનતું અટકાવે છે જેના કારણે તમારા વાળ એક દમ શુષ્ક લાગે છે અને તેમાં ચમક રહેતી નથી.

કઈ રીતે રાખવી સંભાળ (Holi Hair Care Tips)

હેર ઓઇલ કરો

હોળી રમતા પહેલા વાળમાં બરાબર સાદું કોકોનટનું તેલ લગાવો. તેલ તમારા વાળને પોષણ પણ આપશે અને તમારા વાળ પર લેમિનેશનની જેમ કામ કરશે અને તમારા વાળને સીધા ડેમેજથી બચાવશે. હોળીના રંગો પણ તમારા વાળમાં નથી લાગતા. તમે વાળમાં ઓઈલ સીરમ, આર્ગન ઓઈલ અને અસાઈ ઓઈલ લગાવી શકો છો.

વાળ બાંધી લો

તમારા વાળમાં તેલ લગાવ્યા પછી પણ તેમને ખુલ્લા ન છોડો. તેલ લગાવ્યા પછી તમારા વાળને એક બનમાં બાંધો, જેથી તમારા વાળ અહીં-તહીં વિખરાઈ ન જાય અને રંગોને કારણે નુકસાન ન થાય. જો તમે બન બનાવવા માંગતા નથી, તો તમે તમારા વાળને ઊંચી પોનીટેલ વડે સેકયોર કરી શકો છો.

વાળને કવર કરી લો

તમારા વાળને કલરના નુકસાનથી બચાવવા માટે, તમારા માથાને સ્કાર્ફ વગેરેથી ઢાંકવું વધુ સારું છે. તમે તમારા માથા પર સ્ટાઇલિશ ટાઇ અથવા સ્કાર્ફ બાંધી શકો છો. તે એક આકર્ષક સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બનાવશે અને તમારા વાળને તડકા અને રંગ બંનેથી સુરક્ષિત કરશે.

હોળી રમ્યા પછી, તમારા કપડાથી લઈને વાળમાં જે રંગ જમા થઈ જાય છે તેને દૂર કરવો મુશ્કેલ બની જાય છે. તમારા વાળને હોળીના રંગોથી બચાવવા માટે તમારે ખાસ કાળજી લેવી જોઈએ. હોળી પછી તમારા વાળની ​​સંભાળ રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ…

કોમ્બથી વાળને ઓળવશો નહીં

હોળીના રંગો વાળને ડ્રાય અને ગ્રિપી બનાવે છે. રંગોથી રમ્યા પછી આપણે વારંવાર એક ભૂલ કરીએ છીએ તે છે આપણા વાળને કોમ્બ ન કરવું. જેના કારણે વાળ તૂટવાનો અને વાળ ખરાબ થવાની શક્યતા રહે છે.

બરાબર હેર વોશ કરો

એવું માનવામાં આવે છે કે હૂંફાળા પાણીથી વાળ ધોવાથી તમારા માથાનો રંગ દૂર થાય છે અને તમારા વાળ પણ નરમ બને છે. જો કે, આ એક ખોટી માન્યતા છે – ગરમ પાણી તમારા વાળમાં રંગને એક્ટિવ કરે છે અને વાળ ખરવાની શક્યતા વધારે છે. સારી ક્વોલિટીના માઈલ્ડ શેમ્પૂ અને કંડિશનર લગાવીને હેર વોશ કરવા જોઈએ. વાળ અને સ્કેલ્પ ઉપરની ચામડીમાંથી વધારાનો રંગ દૂર કરવા માટે હંમેશા ઠંડા પાણીથી તમારા વાળ ધોવા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…