સ્પેશિયલ ફિચર્સ

Health Updates : વજન વધવાની જેમ વજન ઘટવા માંડે તો પણ ધ્યાન રાખજો, ક્યાંક તમને…

આજકાલ માત્ર છોકરીઓ જ નહીં છોકરાઓ પણ બોડી કોન્શિયસ થઈ ગયા છે. હેલ્થ કોન્શિયસ હોવું સારી વાત છે, પરંતુ માત્ર બાહ્મ દેખાવ મહત્વનો નથી, તમારું શરીર અને મન કેટલા ચુસ્ત છો.

જોકે આ વાતને અવગણીને યુવાનોમાં માત્ર બોડી બનાવવાની અને ખાસ કરીને યુવાન દેખાવાની અને દુબળા દેખાવાની હોડ લાગી છે. એકાદ કિલો વજન વધતા જ તેઓ ચિંતામા આવી જાય છે. છોકરીઓને આજના સમયે પણ કોન્શિયસ કરવામાં આવે છે. વજન ઓછું (weight loss)કરવા માટે ઘણા ખર્ચ કરે છ, કલાકો બગાડે છે. જો તમે વજન ઓછું કરવાની તમામ તરકીબો અજમાવતા હોય અને તમારું વજન ઓછું થાય તો વાત અલગ છે, પણ કઈ ન કરતા ધીમે ધીમે તમારું વજન ઓછું થવા માંડે તો તે તમારી ફીટનેસ (fitness) નહીં પણ ઈલનેસ (illness) પણ હોઈ શકે. છએક મહિનામાં જો તમે કંઈ ન કરતા હો અને તમારું વજન ઉતરવા લાગે તો તમારે અમુક ટેસ્ટ કરાવી લેવા અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

વજનમાં ઘટાડો હાઈપરથાઈરોઈડિઝમ (Hyperthyroidism) ને કારણે હોઈ શકે છે. આ ડિસઓર્ડરમાં, થાઇરોઇડ ગ્રંથિ વધુ પડતી એક્ટિવ થઈ શકે છે. પરિણામે મેટાબોલિક રેટ વધે છે અને વજન ઘટે છે. સાથે જ જો સમયસર આ સમસ્યાનું ધ્યાન રાખવામાં ન આવે તો તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. બીજી શક્યતા છે ડાયાબિટીસ (diabetes)ની.

ભારતમાં આ બીમારી યુવાનોમાં પણ જોવા મળે છે. આનું સૌથી સામાન્ય લક્ષણ વજનમાં પ્રારંભિક ઘટાડો છે. ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસમાં, જે ખોટી જીવનશૈલી અને ખોટી ખાણીપીણીને લીધે થાય છે. કહેવાની જરૂર નથી કે ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જે પીડિતની આંખો, કિડની, પગ સહિત ઘણા અંગો પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમારું વજન અચાનક ઓછું થવા લાગ્યું હોય, તો વધુ વિલંબ કર્યા વિના, ડાયાબિટીસની તપાસ કરાવો, જેથી સમયસર યોગ્ય સારવારથી પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય.

આ ઉપરાંત HIV/AIDS પોઝિટિવ હોવાના કિસ્સામાં અથવા TB (ટ્યુબરક્યુલોસિસ) (tuberculosis) હોવાના કિસ્સામાં, દર્દીનું વજન અચાનક ઝડપથી ઘટી જાય છે અને દર્દીને ભારે નબળાઈ અને તાવની ફરિયાદ પણ થાય છે. જો તમને આવી ફરિયાદો હોય, તો વિલંબ કર્યા વિના HIV/AIDS અને TB માટે ટેસ્ટ કરાવો. આવા ટેસ્ટ કરવામાં કોઈ નાનપ કે શરમ અનુભવવાની જરૂર નથી. સમયસર બીમારીની જાણકારી મળે તો સારવાર પણ જલદી થાય છે.

પાચન સંબંધિત રોગ પણ અચાનક વજન ઓછું કરી શકે છે. Crohn’s disease અને celiac diseaseના દરદીઓને પણ વજન ઘટવાની સમસ્યા સતાવે છે.

આ સિવાય એક શક્યતા કેંસર (cancer)ની પણ છે. ટ્યૂમર કે કેન્સર (cancer) જેવી જીવલેણ સ્થિતિને કારણે પણ વજનમાં ઘટાડો થઈ શકે છે. ગાંઠની હાજરી શરીર પર ચયાપચયની માંગમાં વધારો કરી શકે છે, જેના પરિણામે વજન ઘટે છે, પછી ભલે વ્યક્તિ વજન ઘટાડવાનો સક્રિય પ્રયાસ ન કરે. આ સ્થિતિમાં પણ ટેસ્ટ કરાવવો જરૂરી બની જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…