ઉ અંટાવા પર આ ઢબૂડીનો ડાન્સ જોયો કે…? મળી ચૂક્યા છે 4 મિલિયન કરતાં વધુ વ્યુ…

અત્યારે લગ્નસરાની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે અને આ દિવસ વર-વધુ બંને માટે ખૂબ જ મહત્વનો હોય છે. પરંતુ વર-વધુ સિવાય કાકા, મામા, માસી, ફૂઈ સહિતના તમામ સંબંધીઓ માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે અને તેમનામાં લગ્નને લઈને ખૂબ ઉત્સુકતા જોવા મળે છે. તેમના ડાન્સ, ગીત ગાતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે.
અત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નાનકડી ઢબૂડી ફિલ્મ પુષ્પાના ગીત ઉ અંટાવા પર જોરદાર પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. તેના ડાન્સ સ્ટેપ્સ અને એક્સપ્રેશન જોવા મળી રહી છે, અને નેટિઝન્સ આ વીડિયો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે સ્ટેજ અપ્ર ત્રણ નાની નાની બાળકીઓ આવે છે અને એમાંથી બે બાળકીઓ તો થોડી શરમાઈ રહી છે અને તે ચુપચાપ ઊભી રહી જાય છે. પણ ત્રીજી છોકરી ફિલ્મ પુષ્પામાં એક્ટ્રેસ સામંથા રૂથ પર ફિલ્માવવામાં આવેલા ગીત ઉ અંટાવા પર એવા જોરદાર સ્ટેપ્સ કરે છે કે જોનારા બસ જોઈ રહે છે. ઓડિયન્સમાં બેસેલા લોકો તાળીઓ અને સીટીઓ વગાડતા જોવા મળી રહ્યા છે.
વીડિયો શેર કર્યાના બે જ દિવસમાં આ વીડિયોને અત્યાર સુધીમાં 4 મિલિયનથી વધુ વ્યુ મળી ચૂક્યા છે અને દોઢ લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. નેટીઝન્સ આ વીડિયો પર કમેન્ટ કરીને આ નાનકડી ઢીંગલીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે આર્યા રોક, પબ્લિક શોક… બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે એકસપ્રેશન ક્વીન…ત્રીજા યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ઓરીજનલ કરતાં પણ બેસ્ટ છે…